નવી દિલ્હી. પશ્ચિમ મધ્ય રેલવે (West Central Railway)એ Station Masterના પદો પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. તે મુજબ Station Masterના કુલ 38 ખાલી પદો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. નોટિફિકેશન અનુસાર તેમાંથી 18 પદ અનામત વગરની છે. જ્યારે 5 પદ એસ.સી. વર્ગ, 3 એસ.ટી. અને 12 ઓ.બી.સી. વર્ગ માટે છે. ભરતી જનરલ ડિપાર્ટમેન્ટલ કમ્પીટીટિવ એક્ઝામિનેશન (GDCE) હેઠળ થઈ રહી છે. તેના માટે પશ્ચિમ મધ્ય રેલવેના કર્મચારી જ અરજી કરી શકે છે. સ્ટેશન માસ્ટર પદ માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યૂએશન માંગવામાં આવી છે. ઉમેદવારોને અરજી પશ્ચિમ રેલવેની વેબસાઇટ https://wcr.indianrailways.gov.in પર જઈને કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 25 જુલાઈ 2021 છે.
ઉંમર મર્યાદા
> સામાન્ય વર્ગ માટે- 18થી 40 વર્ષ
> ઓબીસી માટે- 18થી 45 વર્ષ
> એસસી/એસટી માટે- 18થી 45 વર્ષ
Station Master પદ પર પસંદગી માટે ઉમેદવારોને કોમ્પ્યૂટર બેઝ્ડ ટેસ્ટ આપવો પડશે. સીબીટીમાં પાસ થયા બાદ એપ્ટીટ્યૂડ ટેસ્ટ આપવો પડશે. સીબીટીમાં પ્રત્યેક ખોટા ઉત્તર પર એક તૃતીયાંશ માર્ક કટ થશે. એટલે કે નેગેટિવ માર્કિંગ થશે. જ્યારે એપ્ટીટ્યૂડ ટેસ્ટમાં નેગેટિવ માર્કિંગ નથી.
>> સૌથી પહેલા પશ્ચિમ મધ્ય રેલવેની વેબસાઇટ https://wcr.indianrailways.gov.in પર જાઓ
>> હવે રિક્રૂટમેન્ટ સેક્શનમાં જાઓ
>> અહીં GDCE Notification No: 01/2021 લિંક પર ક્લિક કરો
>> હવે ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો
>> હવે આપનો એમ્પ્લોઇ નંબર અને જન્મતારીખની વિગત ભરીને કન્ટીન્યૂ પર ક્લિક કરો
>> હવે પર્સનલ જાણકારી અને ઇમેલ આઇડી વગેરે જેવી વિગતો ભરો
>> અંતમાં આવશ્યક દસ્તાવેજોની સ્કેન કોપી અપલોડ કરીને સબમિટ બટન દબાવી દો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર