ITI Limited Recruitment 2021: સરકારી કંપનીમાં ભરતી, 80,000 રૂપિયા સુધી મળી રહ્યો છે પગાર

ITI લિમીટેડમાં સરકારી નોકરી

Sarkari Naukri : નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. વધુ એક સરકારી કંપની દ્વારા ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

  • Share this:
    ITI Limited Recruitment 2021:  નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. વધુ એક સરકારી કંપની દ્વારા ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આઈટીઆઈ લિમિટેડ (ITI Limited) દ્વારા અનેક જગ્યાઓ પર ભરતીની (Sarkari Naukri)  જાહેરાત કરવામાં આવી છે. આ નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો કંપનીની સત્તાવાર વેબસાઇટ itiltd.in પર જઈ અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયામાં કંપનીની 41 જગ્યાઓ ભરાઈ જવાની આશા છે.

    આઇટીઆઇ લિમિટેડે ચીફ મેનેજર અને અન્ય પદો માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ નોકરીઓ પર અરજી કરવાની છેલ્લી તારીખ 25 નવેમ્બર છે. અરજી કરનારની અપૂરતી કે અધૂરી માહિતી હોય તેવી અરજીઓ નકારી કાઢવામાં આવશે.

    ક્યાં કેટલી ભરતી થશે?

    ચીફ મેનજર અને મેનેજર : 20 પોસ્ટ ,ડેપ્યુટી મેનેજર - ડેટા સેન્ટર : 1 પોસ્ટ, ડેપ્યુટી મેનેજર - નેટવર્ક : 1 પોસ્ટ, ડેપ્યુટી મેનેજર - સિક્યુરિટી : 1 પોસ્ટ, ચીફ મેનેજર - ડેટા સેન્ટર એન્ડ સેલ્સ માર્કેટીંગ : 1 પોસ્ટ, ડેપ્યુટી મેનજર - આર એન્ડ ડી : 3 પોસ્ટ, મેનેજર - ચીફ મેનેજર આર એન્ડ ડી (એમએમ) : 1 પોસ્ટ, ચીફ ફાઇનાન્સ મેનેજર અને ડેપ્યૂટી મેનેજરની 13 પોસ્ટ

    આ પણ વાંચો :   IOCL Recruitment 2021: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં આવી બંપર ભરતી, આ રીતે કરો અરજી

    લાયકાતનું ધોરણ

    આ ભરતી દેશમાં અલગ અલગ સ્થાનો પર છે. ઉમેદવારોને કંપનીનજ વેબસાઈટ પરથી લાયકાત અંગેની જાણકારી મળી જશે. આ નોકરી અંગેનું ડિટેઇલ્ડ નોટિફિકેશન પણ આ જાહેરાતમાં જોવા મળશે. ઉમેદવારોએ પોતાની અરજી કરતા પહેલાં આ નોટિફિકેશન વાંચવું આવશ્યક છે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા : 41
    લાયકાત : તમામ પોસ્ટ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયા : ઈન્ટરવ્યૂના આધારે
    આવેદન ફી : નિશુલ્ક
    આવેદન કરવાની અંતિમ તારીખ : 25મી નવેમ્બર 2021
    ઓનલાઇન જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન આવેદન કરવા માટે : અહીંયા ક્લિક કરો



    આઇટીઆઈ લિમિટેડમાં નોકરીની અરજી કઈ રીતે કરવી?

    • સૌથી પહેલાં તો ઉમેદવારોએ hitiltd.in વેબસાઈટ પર જવું પડશે

    • ત્યારબાદ ઉમેદવારોએ તેનું સર્ક્યુલેશન ધ્યાનથી વાંચવું.

    • હવે ઓનલાઇન એપ્લિકેશન પર ક્લિક કરો

    • પછી તમામ મહત્વપૂર્ણ વિગતો ભરો.

    • બધા ડોક્યુમેન્ટ, ફોટા અને સાઈન અપલોડ કરો.

    • એપ્લિકેશન ફીની ચૂકવણી કરો.

    • ત્યારબાદ ઓનલાઇન અરજી ફોર્મ સબમિટ કરો.

    • હવે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ લઈ લો.

    આ પણ વાંચો : NLC Recruitment 2021: 22,000 સ્ટાઇપેન્ડની સરકારી નોકરી માટે ફોર્મ ભરાવવાની શરૂઆત, ફટાફટ કરો અરજી

    અંતિમ તારીખ

    ઉલ્લેખનીય છે કે, ઉમેદવારોએ 25 નવેમ્બર સુધીમાં સત્તાવાર વેબસાઇટ મારફતે ઓનલાઇન અરજી કરવી પડશે અને 29 નવેમ્બર, 2021 સુધી પ્રમાણપત્રોની નકલો સાથે અરજીની હાર્ડ કોપી જનરલ મેનેજર-એચઆર આઇટીઆઇ લિમિટેડ, રેગડ એન્ડ કોર્પોરેટ ઓફિસ ઇતિ ભવન, દૂરવાણી નગર, બેંગલુરુ – 560016ને મોકલવાની રહેશે.
    First published: