Sarkari Naukri 2021: LLB ગ્રેજ્યુએટ-ફ્રેશર્સ માટે 40,000 પગારની નોકરી, આજે અરજી કરવાનો છેલ્લો દિવસ

એલએલબી કરેલા ઉમેદવારો માટે સરકારી નોકરીમાં અરજી કરવાની અંતિમ તક

Law Research Associates Jobs in NCLT: નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલે (National Company Law Tribunal)દ્વારા લો રિસર્ચ એસોસિયેટની (Law Research Associates Jobs in NCLT) પોસ્ટ માટે અરજીઓ મંગાવાઈ છે.

  • Share this:
    Sarkari Naukri 2021 : જો તમે એક લૉ ગ્રેજ્યુએટ ( Sarkari Naukri For Law Graduates) છો અને રિસર્ચ એસોસિએટ તરીકે નોકરી કરવા માંગતો છો તમારા માટે નોકરીની આજે અંતિમ તક છે. નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલે (National Company Law Tribunal)દ્વારા લો રિસર્ચ એસોસિયેટની (Law Research Associates Jobs in NCLT) પોસ્ટ માટે અરજીઓ મંગાવાઈ છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઉમેદવારો NCLT ના સત્તાવાર ઈ-મેલ આઈડી દ્વારા એપ્લિકેશન કરવાની રહેશે. નોકરીની અરજી કરવા માંગતા યુવક-યુવતીઓએ અરજી કરતા પહેલાં નોટિફિકેશન ખાસ વાંચવાનું રહેશે. શિક્ષણ, ઉંમર, તેમજ બાર કાઉન્સિલનું સભ્યપદ ધરાવતા કાયદાના સ્નાતક, અનુસ્નાતકો આ નોકરી માટે એપ્લાય કરી શકશે. આજે આ નોકરી માટે (Last Date for Application of Law Research Associates in NCLT) આવેદન કરવાની અંતિમ તક છે.

    NCLT ભરતી 2021 શૈક્ષણિક લાયકાત : આ પોસ્ટ્સ માટે અરજી કરનાર ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી હોવી જોઈએ. ઉમેદવાર માટે 55% ગુણ સાથે પાસ થવું ફરજિયાત છે. ઉપરાંત, ઉમેદવાર કોઈપણ બાર કાઉન્સિલમાં નોંધાયેલ હોવો જોઈએ.

    આ પણ વાંચો : Sarkari Naukri: એન્જિનિયર માટે સરકારી નોકરી, 115 જગ્યા માટે બહાર પડી ભરતી

    NCLT ભરતી 2021 વય મર્યાદા : આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉમેદવારની ઉંમર 1 નવેમ્બર 2021 થી ગણવામાં આવશે.

    નોકરીની મહત્ત્વની માહિતી







































    નોકરી : NCLTમાં લૉ રિસર્ચ એસોસિએટ
    લાયકાત : LLB ગ્રેજ્યુએટ ફ્રેશર્સ, અનુભવી
    પસંદગી પ્રક્રિયા : ઈન્ટરવ્યૂના માધ્યમથી
    એપ્લિકેશન ફી : નિશુલ્ક
    પગાર : 40,000
    આવેદન કરવાની અંતિમ તારીખ : 1 નવેમ્બર 1-11-2011
    જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા ncltheadquarters@gmail.com પર અરજી કરવી
    જગ્યા : 27 નવી દિલ્હીમાં3, મુંબઈમાં 8, કોલકત્તામાં 3, હૈદરાબાદમાં 4, અલાહબાદમાં 2, ગુવહાટીમાં 1, કટકમાં 3, અમરાવતીમાં 3



    NCLT ભરતી 2021: પસંદગી પ્રક્રિયા : આ પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. પસંદ કરેલા ઉમેદવારોની નિમણૂક મુંબઈ, હૈદરાબાદ, દિલ્હી, અલ્હાબાદ અને ગુવાહાટી ખાતે કરવામાં આવશે. ભરતી માટે જાહેરાત પરથી ફોર્મ ડાઉનલોડ કરી અને તેને ઈમેલ દ્વારા ભરીને તમામ પુરાવા સાથે મોકલવાનું રહેશે.

    આ પણ વાંચો :

    NCLT ભરતી 2021 પગાર : આ નોકરી પ્રથમ એક વર્ષના કરાર આધારિત રહેશે. ત્યારબાદ કરાર સંસ્થાના નિયમો મુજબ લંબાઈ શકે છે. કરાર આધારિત નોકરીમાં પસંદ થનારા ઉમેદવારોને 40,000 રૂપિયા પગાર આપવામાં આવશે. આ નોકરી માટે ઉમેદવારી કરવાની અંતિમ તારીખ 1નવેમ્બર 2021 છે.

    આ પણ વાંચો : IBPS PO Recruitment 2021: 11 બેન્કમાં પ્રોબેશનરી ઑફિસરની નોકરી, 4135 જગ્યા પર ભરતી માટે ફટાફટ કરો એપ્લાય


    NCLT ભરતી 2021 ઓનલાઇન એપ્લેકેશન કરવા માટે :  ncltheadquarters@gmail.com દ્વારા આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. નોકરીની તમામ શરતો જાણવા માટે અને એપ્લાય કરવા માટે જાહેરાત ખાસ વાંચવી અને તેમાં દર્શાવવામાં આવેલી શરતોનો અભ્યાસ કરી લેવો. આ નોકરી કરાર આધારિત હોવાનું જણાવવામાં આવ્યુ ં છે જેની પણ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી
    Published by:Jay Mishra
    First published: