IRMA Assistant Professor Recruitment 2021: ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ (IRMA) આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા માટે ભરતીની સૂચના બહાર પાડી છે. IRMAમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની આ ભરતી વિવિધ વિદ્યાશાખાઓ માટે છે જે કાયમી ધોરણે છે. પસંદ થનારા ઉમેદવારોએ બે વર્ષ પ્રોબેશન તરીકે કામ કરવું પડશે પરંતુ નોકરી સાતમા પગાર પંચના નિમય મુજબ મળશે. IRMA દ્વારા આ અંગે એક જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં નોકરીના વિશે તમામ માહિતી આપવામાં આવી છે. આ નોકરી માટે ઉમેદવારી કરવાની અંતિમ તારીખ 6 નવેમ્બર 2021 છે. એટલે કે આજે ઈરમાની આ નોકરી માટે આવેદન કરવાનો અંતિમ દિવસ છે, રસ ધરાવતા ઉમેદવારોએ ફટાફટ એપ્લાય કરવાનું રહેશે.
આ વિભાગોમાં છે નોકરી : આસિસ્ટસ્ટન્ટ પ્રોફેસરની આ નોકરી ફાઇનાન્સ એકાઉન્ટીંગ કોસ્ટીંગ (ફાઇનાન્સિયલ એકાઉન્ટીંગ અને કોસ્ટ એકાઉન્ટીં) સોશિયલ સાયન્સિસ, માર્કેટિંગ, આઈટી એન્ડ સિસ્ટમ્સ, સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ વિષયો માટે કરવાની છે. પસંદ થનારા ઉમેદવારોએ જુદા જુદા પ્રોગ્રામાં ફેકલ્ટી તરીકે અભ્યાસ કરાવવાનો રહેશે. આ ઉપરાંત એકેમિક અને એડમિસ્ટ્રેશન સાથે પ્લેસમેન્ટને લગતી પ્રવૃત્તિઓનો ભાગ બનાવાનું રહેશે.
શૈક્ષણિક લાયકાત
આ નોકરી માટેની શૈક્ષણિક લાયકત જે તે સંલગ્ન વિષયમોમાં પીએચડી અથવા તો તેને સમકક્ષ હોવી જરૂરી છે. આ સાથે ઉચ્ચ શૈક્ષણિક રેકોર્ડ હોવો પણ અનિવાર્ય છે. જે ઉમેદવારોએ પીએચડીના થિસીસ સબમીટ કરી દીધા હોય તે પણ એપ્લાય કરી શકે છે તેમને વિઝિટીંગ ફેકલ્ટી તરીકે તક મળી શકે છે.
અનુભવ : દેશની પ્રતિષ્ઠી શૈક્ષણિક સંસ્થાઓમાંથી પીચડી અથવા વિદેશની જાણીતી સંસ્થામાંથી પીએચડી અથવા ફેલો તરીકેનો અનુભવ. ફર્સ્ટક્લાસ અથવા તેને સંલગ્ન રેકોર્ડ સાથે જ માસ્ટર્સ ડિગ્રીમાં ઉચ્ચ પરિણામ. પીએચડી બાદ શૈક્ષણિક ક્ષેત્રનો અનુભવ ધ્યાને લેવાશે.
લેવલ 2 : જ્યારે આ નોકરી માટે લેવલ 2 મુજબ 83,600-2,09200 મુજબ પગાર ચુકવાશે. આમા ગ્રોસ સેલેરી 1,44,377 રૂપિયા હશે.
આ નોકરી માટે એપ્લાય કરવાની અંતિમ તારીખ 6 નવેમ્બર છે. એપ્લાય કરતા પહેલાં ઉમેદવારોએ નોટિફિકેશન વ્યવસ્થિત રીતે વાંચવું અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે.
IRMA વિશે
ઈરમા વર્ષ 1979માં સ્થાપમાં આવેલી એક ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા છે. આ સંસ્થામાં મીડ કરિયર, પ્રોફેશન્લ, અને સંશોધનાત્મક શિક્ષણનું કાર્ય શરૂ છે. રૂરલ મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટના શિક્ષણમાં આ આણંદની આ સંસ્થા દેશની પાયોનિયર માનવામાં આવે છે
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર