Sarkari Naukri: IRMAમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી, વિવિધ શાખામાં નોકરી માટે કરો એપ્લાય

IRMAમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે નોકરી આજે જ કરો એપ્લાય

Sarkari Naukri 2021: IRMA દ્વારા સાતમાં પગાર પંચ હેઠળ સરકારી નોકરીની તક, જો ઉચ્ચ અભ્યાસ કર્યો હોય તો આજે જ એપ્લાય કરો

  • Share this:
    IRMA Assistant Professor Recruitment 2021: ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ (IRMA) આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા માટે ભરતીની સૂચના બહાર પાડી છે. IRMAમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની આ ભરતી વિવિધ વિદ્યાશાખાઓ માટે છે જે કાયમી ધોરણે છે. પસંદ થનારા ઉમેદવારોએ બે વર્ષ પ્રોબેશન તરીકે કામ કરવું પડશે પરંતુ નોકરી સાતમા પગાર પંચના નિમય મુજબ મળશે. IRMA દ્વારા આ અંગે એક જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં નોકરીના વિશે તમામ માહિતી આપવામાં આવી છે. આ નોકરી માટે ઉમેદવારી કરવાની અંતિમ તારીખ 6 નવેમ્બર 2021 છે.

    આ વિભાગોમાં છે નોકરી : આસિસ્ટસ્ટન્ટ પ્રોફેસરની આ નોકરી ફાઇનાન્સ એકાઉન્ટીંગ કોસ્ટીંગ (ફાઇનાન્સિયલ એકાઉન્ટીંગ અને કોસ્ટ એકાઉન્ટીં) સોશિયલ સાયન્સિસ, માર્કેટિંગ, આઈટી એન્ડ સિસ્ટમ્સ, સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ વિષયો માટે કરવાની છે. પસંદ થનારા ઉમેદવારોએ જુદા જુદા પ્રોગ્રામાં ફેકલ્ટી તરીકે અભ્યાસ કરાવવાનો રહેશે. આ ઉપરાંત એકેમિક અને એડમિસ્ટ્રેશન સાથે પ્લેસમેન્ટને લગતી પ્રવૃત્તિઓનો ભાગ બનાવાનું રહેશે.

    શૈક્ષણિક લાયકાત

    આ નોકરી માટેની શૈક્ષણિક લાયકત જે તે સંલગ્ન વિષયમોમાં પીએચડી અથવા તો તેને સમકક્ષ હોવી જરૂરી છે. આ સાથે ઉચ્ચ શૈક્ષણિક રેકોર્ડ હોવો પણ અનિવાર્ય છે. જે ઉમેદવારોએ પીએચડીના થિસીસ સબમીટ કરી દીધા હોય તે પણ એપ્લાય કરી શકે છે તેમને વિઝિટીંગ ફેકલ્ટી તરીકે તક મળી શકે છે.

    નોકરીની ટૂંકી વિગતો































    નોકરી : આસિસ્ટન્ટ પ્રોફેસર
    જગ્યા : ઉલ્લેખ નથી
    શૈક્ષણિક લાયકાત પીએચડી અથવા સમકક્ષ
    પગાર : સાતમા પગાર પંચ મુજબ ((83,600-2,09,200)




    આવેદન કરવાની અંતિમ તારીખ :
    6-11-2021
    જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો




    ઓનલાઇન એપ્લાય કરવા માટે :
    અહીંયા ક્લિક કરો

    અનુભવ : દેશની પ્રતિષ્ઠી શૈક્ષણિક સંસ્થાઓમાંથી પીચડી અથવા વિદેશની જાણીતી સંસ્થામાંથી પીએચડી અથવા ફેલો તરીકેનો અનુભવ. ફર્સ્ટક્લાસ અથવા તેને સંલગ્ન રેકોર્ડ સાથે જ માસ્ટર્સ ડિગ્રીમાં ઉચ્ચ પરિણામ. પીએચડી બાદ શૈક્ષણિક ક્ષેત્રનો અનુભવ ધ્યાને લેવાશે.

    પગાર ધોરણ

    લેલવ 1 : આસિસ્ટન્ટ પ્રોફેસરને લેવલ 1માં ઈરમા પે મેટ્રિક્સ 12 એ મુજબ (83,600-2,09,200) રૂપિયા સુધીનો પગાર ચુકવાશે. ગ્રોસ સેલેરી 1,13,975 રહેશે.

    આ પણ વાંચો : INDIAN NAVY BHARTI 2021: નેવીમાં 10 પાસ માટે નોકરી, 14,600 રૂ. મળશે સ્ટાઇપેન્ડ

    લેવલ 2 : જ્યારે આ નોકરી માટે લેવલ 2 મુજબ 83,600-2,09200 મુજબ પગાર ચુકવાશે. આમા ગ્રોસ સેલેરી 1,44,377 રૂપિયા હશે.

    આ નોકરી માટે એપ્લાય કરવાની અંતિમ તારીખ 6 નવેમ્બર છે. એપ્લાય કરતા પહેલાં ઉમેદવારોએ નોટિફિકેશન વ્યવસ્થિત રીતે વાંચવું અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે.

    IRMA વિશે

    ઈરમા વર્ષ 1979માં સ્થાપમાં આવેલી એક ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા છે. આ સંસ્થામાં મીડ કરિયર, પ્રોફેશન્લ, અને સંશોધનાત્મક શિક્ષણનું કાર્ય શરૂ છે. રૂરલ મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટના શિક્ષણમાં આ આણંદની આ સંસ્થા દેશની પાયોનિયર માનવામાં આવે છે.
    Published by:Jay Mishra
    First published: