Home /News /career /UPSC Recruitment 2021 : UPSC દ્વારા પ્રોફેસર-એસોસિયેટ પ્રોફેસર, ટ્યૂટરની ભરતી, અરજી કરવાની છેલ્લી તક

UPSC Recruitment 2021 : UPSC દ્વારા પ્રોફેસર-એસોસિયેટ પ્રોફેસર, ટ્યૂટરની ભરતી, અરજી કરવાની છેલ્લી તક

UPSC Recruitment 2021

UPSC Recruitment 2021: યુપીએસસી દ્વારા (UPSC) કુલ 21 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે, જાણો શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયા

UPSC Recruitment 2021 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC Teaching Recruitment 2021) વિવિધ વિભાગોમાં પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને ટ્યૂટરની પોસ્ટ માટેની ભરતી બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in દ્વારા અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયામાં કુલ 21 જગ્યાઓ ભરશે. રસ ધરાવતા લાયક ઉમેદવારો માટે નોકરી માટે અરજી કરવાની છેલ્લી તારીખ ડિસેમ્બર 16-12 2021 છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે (UPSC Teaching Recruitment 2021 Last date of Online Application) તક છે. આમ આ ભરતી માટે અરજી કરવાનો આજે છેલ્લો દિવસ છે

UPSC Recruitment 2021 જગ્યા : દેશની વિવિધ શૈક્ષણિક અને ડિફેન્સ સંસ્થાઓ માટેની ભરતીમાં કુલ 20 જગ્યા ભરવામાં આવશે. આ પૈકીની પ્રોફેસરની 1, એસોસિયેટ પ્રોફેસરની 6 અને ટ્યૂટરની 14 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. તમામ પોસ્ટ્સ માટે શૈક્ષણિક લાયકાત પણ આપવામાં આવી છે જે ચકાસી અને આવેદન કરવાનું રહેશે.

UPSC Recruitment 2021: લાયકાત

પ્રોફેસર: પ્રોફેસરની જગ્યા માટે પીએચડી ઉમેદવાર કંટ્રોલ સિસ્ટમ એન્જિનિયરીં-એમ્બેડેડ સિસ્ટમ, અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરીંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્જ ઇન્સ્ટુરમેન્ટેશ એન્જિનિયરીંગ, કંટ્રોલ્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન, ઇલેક્ટ્રેકિલમાંથી કોઈ એન્જિનિયરીંગમાં ફર્સ્ટક્લાસ સાથે સ્નાતક અથવા અનુસ્નાતક હોવો આવશ્યક છે. આ સાથે જ શિક્ષણ અથવા ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષનો અનુભવલ હોવો જરૂરી છે.

એસોસિયેટ પ્રોફેસર : એસોસિયેટ પ્રોફેસર માટેની જગ્યામાં કમ્યુટર સાયન્સ એન્જિનિયરીંગમાં બેચલર્સની ડિગ્રી સાથે 8 વર્ષનો અનુભવ જરૂરી છે. આ ઉપરાંત ટિચીંદ અથવા ઇન્ડ્સ્ટ્રીમાં કામ કર્યુ હોવું આવશ્યક છે.

આ પણ વાંચો :  Sarkari Naurkri : વન વિભાગમાં 12 પાસ માટે 291 ફોરેસ્ટ ગાર્ડની ભરતી, 20,200 રૂ. સુધી મળશે પગાર

ટ્યૂટર : ટ્યૂટરની જગ્યા નર્સિંગ માટેની છે તેથી તેના માટે નર્સિંગમાં માસ્ટર્સ ડિગ્રી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી હોવી જોઈએ. બીએસસી નર્સિંગ અથવા પોસ્ટ બીએસસી નર્સિંગ સાથે એક વર્ષનો શૈક્ષણિક અનુભવ પણ આવશ્યક છે.

UPSC ભરતી 2021: અરજી કરવા માટે

રસ ધરાવતા ઉમદવારોએ 16મી ડિસેમ્બર નવેમ્બર સુધીમાં upsc.gov.in પરથી આ જાહેરાત સંદર્ભની અરજી કરવાની રહેશે.આ વેબસાઇટ પર જઈને ઓનલાઇન રિક્રૂટમેન્ટ સેક્શનમાં એપ્લિકેશન પર ક્લિક કરી અને ડોક્યુમેન્ટ અથવા તો માહિતી ફરવાની રહેશે. ત્યારબાદ 25 રૂ. અરજી ફી ભરુવાની રહેશે. એપ્લિકેશન ફી ભરાઈ ગયા બાદ ઉમેદવારો તેની પ્રિન્ટ કાઢી શકશે.

નોકરની ટૂંકી વિગતો
પોસ્ટ :21
શૈક્ષણિક લાયકાત :PHD, BE, ME, BSc Nursing વગેરે
પસંદગી પ્રક્રિયા : ઈન્ટરવ્યૂ દ્વારા
અરજી ફી : 25 રૂ.
અરજી કરવાની અંતિમ તારીખ :16-12-2021
અરજીની જાહેરાત જોવા માટે :અહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે :અહીંયા ક્લિક કરો



પસંદગી પ્રક્રિયા

આ ઓનલાઇન અરજીના આધારે પસંદ થયેલા ઉમેદવારોને યુપીએસસી દ્વારા બોલાવવામાં આવશે. આ ઉમેદવારોએ ઈન્ટરવ્યૂમાંથી પસાર થવું પડશે. દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત જાહેરાતમાં આપવામાં આવી છે અને તેના માટે જરૂરી અનુભવના પુરાવા પણ ભરતીમાં રજૂ કરવાના રહેશે.

આ પણ વાંચો : BCPL Recruitment: BCPLમાં મેનેજર સહિતના પોસ્ટ માટે ભરતી, રૂ. 73 હજાર સુધી મળશે પગાર

ક્યાં નોકરી મળશે

આ ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોને ડિફેન્સમાં અને નર્સિંગ કોલેજમાં જગ્યાઓ પર નોકરી મળશે જેનો ઉલ્લેખ જાહેરાત કરવામાં આવ્યો છે. ઓનલાઇન એપ્લિકેશન કરતા સમયે આ તમામ ચીજોની માહિતી મેળવવાની રહેશે
First published:

Tags: Careers, Jobs, Sarkari Naukri 2021

विज्ञापन