UKPSC Assistant Professor Recruitment 2021: ઉત્તરાખંડ પબ્લિક સર્વિસ કમિશન (Uttrakhand Public Service Commission, UKPSC) દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસરના 455 પદ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ પોસ્ટ માટે 4 ડિસેમ્બર 2021થી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. ઉમેદવારો અધિકૃત વેબસાઈટ ukpsc.gov.in પરથી 24 ડિસેમ્બર 2021 સુધી ફોર્મ ભરી શકશે. અહીં આ પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત, અનુભવ, વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા તથા અન્ય બાબતો વિશેની વિગતવાર માહિતી આપવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત
ઉમેદવારે કોઈપણ ભારતીય યુનિવર્સિટીમાંથી સંબંધિત ક્ષેત્રે 55% અથવા તેનાથી વધુ માર્ક્સ સાથે માસ્ટર ડિગ્રી મેળવેલ હોવી જરૂરી છે. ઉમેદવાર પાસે માસ્ટર ડિગ્રીની સાથે સાથે UGC અને CSIR માન્યતા પ્રાપ્ત નેશનલ એલિજિબિલીટી ટેસ્ટ (NET) પાસ કરેલી હોવી જરૂરી છે. ઉમેદવારે UGC માન્યતા પ્રાપ્ત SLET, SET પરીક્ષા પાસ કરેલી હોવી જરરી છે અથવા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી Ph.D ડિગ્રી મેળવેલ હોવી જરૂરી છે. UKPSC આસિસ્ટન્ટ પ્રોફેસર માટે અરજી કરતા ઉમેદવારની ઉંમર 21થી 42 વર્ષ સુધીની હોવી જરૂરી છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને સરકારી નિયમ અનુસાર ઉંમરમાં છુટછાટ આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના આધાર પર કરવામાં આવશે. આ ઉપરાંત દરેક ઉમેદવારોને નોકરી માટે વિવિધ વિષયોના શૈક્ષણિક અભ્યાસક્રમના વિષયોના ગુણોના મુલ્યાંકન અને ઈન્ટરવ્યૂ તેમજ પરીક્ષાના માર્ક્સના આધારે પસંદ કરવામાં આવશે.
ભારતીય યુનિવર્સિટીમાંથી સંબંધિત ક્ષેત્રે 55% અથવા તેનાથી વધુ માર્ક્સ સાથે માસ્ટર ડિગ્રી મેળવેલ હોવી જરૂરી છે. ઉમેદવાર પાસે માસ્ટર ડિગ્રીની સાથે સાથે UGC અને CSIR માન્યતા પ્રાપ્ત નેશનલ એલિજિબિલીટી ટેસ્ટ (NET) પાસ કરેલી હોવી જરૂરી છે. ઉમેદવારે UGC માન્યતા પ્રાપ્ત SLET, SET પરીક્ષા પાસ કરેલી હોવી જરરી છે અથવા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી Ph.D ડિગ્રી
ઈચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવારોએ અધિકૃત વેબસાઈટ Ukpscgov.in પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. વેબસાઈટ ઓપન કર્યા બાદ Exams/ Recruitments પર ક્લિક કરો. ત્યારબાદ ઓનલાઈન એપ્લાય પર ક્લિક કરો અરજી ફોર્મ ભરવા માટે જે પણ જાણકારી ભરવાનું કહેવામાં આવે તે ભરો. ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો. ઓનલાઈન એપ્લાય કર્યા બાદ સબમિટ પર ક્લિક કરો. અરજી કર્યા બાદ ઉમેદવારોએ રેફરન્સ માટે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી લેવું અને સાચવીને રાખવું.