Tata Memorial Centre (TMC) Recruitment 2021: ટાટા મેમોરિયલ સેન્ટર (TMC) દ્વારા 95 વિવિધ ખાલી પડેલી જગ્યાઓ માટે ઉમદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. લોઅર ડિવિઝન ક્લાર્ક, આસિસ્ટન્ટ, એડમિનીસ્ટ્રેટિવ ઓફિસર, ડેપ્યુટી ચીફ સિક્યોરિટી ઓફિસર, ડેપ્યુટી કન્ટ્રેલર ઓફ અકાઉન્ટ્સ અને અન્ય પદો પર અરજી મંગાવવામાં આવી રહી છે. અરજી કરવા માંગતા ઈચ્છુક ઉમેદવારો 7 ડિસેમ્બર, 2021 સુધી અરજી કરી શકે છે.
Recruitment 2021 : ખાલી પડેલા વિવિધ પદો પર અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો પાસે પદ પ્રમાણે યોગ્ય લાયકાત હોવી જરૂરી છે. આ લાયકાતમાં મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન સાથે ICWAI / CA / MBA (Finance)/ ઘોરણ 12 (10+2) વગેરેની લાયકાત ફરજીયાત હોવી જોઈએ.
જોબ સમરી
જાહેરાત
TMC Recruitment 2021માં ખાલી પડેલા 95 પદો માટે જાહેરાત કરવામાં આવી છે. @tmc.gov.in પર વધુ વિગતો જોઈ શકાય છે.
જાહેરાતની તારીખ
16 નવેમ્બર, 2021
અરજી કરવાની અંતિમ તારીખ
7 ડિસેમ્બર, 2021
શહેર
મુંબઈ
રાજ્ય
મહારાષ્ટ્ર
દેશ
ભારત
શૈક્ષણિક લાયકાત
માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, અન્ય લાયકાતો, ગ્રેજ્યુએટ
માન્ય યૂનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ. માઈક્રોસોફ્ટ ઓફિસ (Microsoft Office)નો 3 મહિનાનો કોમ્પ્યૂટર કોર્સ. કોમ્પ્યૂટર અથવા ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં ડિગ્રી અથવા ડિપ્લોમા (અહીં 3 મહિનાના કોમ્પ્યૂટર કોર્સ સર્ટીફિકેટની જરૂર નથી).
ડેપ્યુટી ચીફ સિક્યોરિટી ઓફિસર ગ્રેડ I
Ex- સર્વિસમેન/ પોલિસ/ JCO ઓર્મ્ડ ફોર્સમાં કામ કરી ચુકેલા સેન્ટ્રલ પેરા મિલિટ્રીના કર્મી/ પોલિસ ઈન્સ્પેક્ટર અને આસિ. પોલિસ કમિશનલ રેન્ક સુધીની અધિકારીઓ/ Dy. સેન્ટ્રલ પેરા મિલિટરી ફોર્સના કમાન્ડન્ટ અને સશસ્ત્ર દળો અથવા અન્ય માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકનું પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવાર.
આસિસટન્ટ સિક્યોરિટી ઓફિસર
Ex- સર્વિસમેન/ સેન્ટ્રલ પેરા મિલિટ્રીના કર્મી/ 15 વર્ષ હવલદાર સમકક્ષ અથવા ઉચ્ચ પદ ધરાવતા અધિકારી. સશસ્ત્ર દળો અથવા અન્ય માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકનું પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવાર.
સામાન્ય નાગરિકો માટે – માન્ય યૂનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ અને ઓછામાં ઓછા 5 વર્ષના અનુભવ સાથે NCC ‘C’ પ્રમાણપત્ર/ સિક્યોરિટી સુપરવાઈઝર/ કોઈ મોટી સંસ્થામાં સિક્યોરિટી આસિસટન્ટ/ હોટેલ/ હોસ્પિટલ/ એરપોર્ટ વગેરેનો અનુભવ.
સિક્યોરિટી આસિસટન્ટ
Ex- સર્વિસમેન, Ex- પોલિસ અને 15 વર્ષનો અનુભવ ધરાવતા Ex- સેન્ટ્રલ પેરા મિલિટ્રી કર્મી. સશસ્ત્રદળોથી ધોરણ 12 (10+2) પાસ હોવાનું પ્રમાણપત્ર.
સામાન્ય નાગરિકો માટે ધોરણ 12 (10+2) સિવિલ ડિફેન્સ કોર્સના પ્રમાણપત્ર સાથે અથવા પ્રતિષ્ઠિત સિક્યોરિટી ફર્મ કે હોસ્પિટલમાં 5 વર્ષના અનુભવ સાથે NCC ‘B’ પ્રમાણપત્ર.