Sarkari Naukri : SBI POની 2056 જગ્યા માટે ભરતી, ઓનલાઇન એપ્લિકેશન કરવાની છેલ્લી તક

SBIમાં પ્રોબેશનરી ઓફિસરની ભરતી આજે જ કરો ફટાફટ એપ્લાય

Sarkari Naukri : SBIની પ્રોબેશનરી ઓફિસરની નોકરી કરવા માંગતા યુવાનો માટે આજે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ છે. ફટાફટ કરો એપ્લાય

  • Share this:
    Sarkari Naukri: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પ્રોબેશનરી ઓફિસર ( SBI PO Vacancy 221) ની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. SBI માં 2056 PO (Probationary Officer) ની જગ્યાઓ છે (SBI PO Recruitment 2021) આ નોકરી માટે ઓનલાઇન એપ્લીકેશન કરવાની આજે અંતિમ તારીખ છે. એસબીઆઈ પીઓ ભરતી માટે અરજી કરી શકે છે. ઉમેદવારોની ઉંમર 1 એપ્રિલ, 2021થી ગણવામાં આવશે. નોટિસમાં જણાવાયું છે કે SBI PO ભરતી પ્રિલિમિનરી પરીક્ષા નવેમ્બર અથવા ડિસેમ્બર 2021 માં લેવામાં આવશે. ગુજરાતમાં આ પ્રિલિમ એક્ઝામનું સેન્ટર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ગાંધીનગરમાં હોઈ શકે છે.

    SBI PO ની ભરતી માટે અરજી SBI ની વેબસાઈટ, IBPS ની વેબસાઈટ ibpsonline.ibps.in/sbiposasep21/ પર જઈને ઓનલાઈન કરવાની છે. જ્યારે ખાલી જગ્યા સંબંધિત વધુ માહિતી માટે, SBI ની વેબસાઇટની મુલાકાત લઈ વધુ માહિતી મેળવી શકાશે.

    SBI PO Recruitment 2021 શૈક્ષણિક લાયકાત :

    SBI PO ભરતી માટે, ઉમેદવાર કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએટ હોવો જોઈએ. આ સાથે, જેઓ તેમના ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષ / સેમેસ્ટરમાં છે તેઓ પણ અરજી કરી શકે છે. જો કે, ઉમેદવારોએ નોંધ લેવી કે જો તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે, તો તેઓએ 31 ડિસેમ્બર, 2021ના ​​રોજ અથવા તે પહેલાં સ્નાતક થયાનો પુરાવો રજૂ કરવો પડશે.































    જગ્યા : 2056 પોસ્ટ
    લાયકાત : : કોઈ પણ વિભાગમાં માન્યતાપ્રાપ્ત સંસ્થાનમાંથી ગ્રેજ્યુએટ




    પસંદગી :
    રિટર્ન ટેસ્ટ અને ત્યારબાદ ઈન્ટરવ્યૂ દ્વારા
    ઉંમર : 1-4-2021 સુધીમાં 30 વર્ષની ઉંમર મર્યાજા ધારવાત અને ઓછામાં ઓછા 21 વર્ષના સામાન્ય ઉમેદવારો એપ્લાય કરી શકે છે. જ્યારે એસસી, એસટી, ઓબીસી, પીડબલ્યૂડી માટે સરકારી નિયમો મુજબ ઉંમરમાં બાંધછોડ
    ફીસ : સામાન્ય, ઈડબલ્યૂ એસ અને ઓબીસી માટે 750 રૂ.
    જાહેરનામું વાંચવા ક્લિક કરો અહીં ક્લકિ કરો
    ઓનલાઇન એપ્લાય કરવા માટે : અહીંથી ક્લિક કરીને ઓનલાઇન એપ્લાય કરો

    SBI PO Recruitment 2021 જગ્યા

    આ ભરતીમાં કલુ 2056 જગ્યા પર ભરતી થશે જેમાં 2000 જગ્યાઓ રેગ્યુલર ભરતી વાળા ઉમેદવારો માટે છે જ્યારે બાકીની 56 જગ્યાઓ બેકલોગ કેટેગરી વાળા ઉમેદવારો માટે છે. આ પૈકીની 810 જગ્યાઓ જનરલે કેટેગરીની છે જ્યારે બાકીની કેટેગરી અનામત છે.

    એપ્લિકેશન ફી અને કેવી રીતે કરશો ઓનલાઇન એપ્લિકેશન

    ઉમેદવારોએ https://bank.sbi/careers or https://www.sbi.co.in/careers. આ બંનેમાંથી એક વેબસાઇટ પર જઈ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી અને એપ્લાય કરવાનું રહેશે. ઓનલાઇન એપ્લિકેશન કરવા માટે 25 તાીખ સુધીનો સમય આપવામાં આવ્યો છે જેના માટે કુલ ફી રૂપિયા 750 સામાન્ય ઈડબલ્યૂ એસ અને ઓબીસી માટે રાખવામાં આવી છે જ્યારે અન્ય કેટેગરીમાં પરીક્ષા શુલ્ક રાખવામાં આવ્યું નથી.
    Published by:Jay Mishra
    First published: