રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન (RPSC) એ વિવિધ વિષયોમાં મદદનીશ પ્રોફેસર ( RPSC Assistant Professor Recruitment 2021)ની 337 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો RPSC આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતી 2021 (RPSC Recruitment 2021) માટે RPSCની સત્તાવાર વેબસાઇટ rpsc.rajasthan.gov.in પર અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી (Apply Online) પ્રક્રિયા 03 ડિસેમ્બર 2021થી શરૂ થશે અને ઉમેદવારો 22 ડિસેમ્બર 2021 સુધી અરજી કરી શકશે. M.D/M.S/(મેડિકલ ઓન્કોલોજી)/સમકક્ષ લાયકાત સહિતની ચોક્કસ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો નોટિફિકેશનમાં દર્શાવેલ વધારાની પાત્રતા સાથે RPSC ભરતી 2021 માટે અરજી કરી શકે છે.
ઉમેદવારની શૈક્ષણિક લાયકાત : સંબંધિત પોસ્ટમાં અરજી કરવા માટે ઉમેવાર પાસે M.D./M.S./D.M/M.Ch ની ડિગ્રી હોવી જરૂરી છે. આ ઉપરાંત માન્ય મેડિકલ કોલેજમાંથી સંબંધિત વિષયમાં 3 વર્ષ માટે જૂનિયર રેસિડેન્ટ અને 1 વર્ષ માટે સિનિયર રેસિડેન્ટની લાયકાત હોવી આવશ્યક છે. આપને જણાવી દઇએ કે દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ રાખવામાં આવી છે. તો તમે વધુ જાણકારી માટે ઓફિશ્યલ નોટીફીકેશ તપાસી શકો છો.
વય મર્યાદા
આરપીએસસી મેડિકલ આસિસ્ટન્ટ પ્રોફેસરની આ ભરતી માટે મહત્તમ વયમર્યાદા 36 વર્ષ સુધી રાખવામાં આવી છે. આ ઉપરાંત ડીએમ અને એમસીએચ માટે મહત્તમ વય મર્યાદા 42 વર્ષ સુધી રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 જાન્યુઆરી, 2021 અનુસાર કરવામાં આવશે. જોકે, સરકારી નિયમો અનુસાર, એસસી/એસટીની કેટેગરીના ઉમેદવારોને અમુક છૂટછાટ મળી શકે છે.