Home /News /career /Railway Recruitment 2021: રેલવેમાં 10-12 પાસ માટે નોકરી, અહીંથી સીધા કરો સરકારી નોકરી માટે આવેદન
Railway Recruitment 2021: રેલવેમાં 10-12 પાસ માટે નોકરી, અહીંથી સીધા કરો સરકારી નોકરી માટે આવેદન
Indian Railway Recruitment 2022 : રેલવે મેનેજમેન્ટ સર્વિસ અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો
RRC Central Railway Scouts and Guide Quota Recruitment 2021: સેન્ટ્રલ રેલવે દ્વારા સ્કાઉન્ટ્સ એન્ડ ગાઇડ્સ ક્વોચા અંતર્ગત લેવલ-1 અને લેવલ-2ની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે.
Railway Recruitment 2021: રેલવે રિક્રૂટમેન્ટ સેલ (RRC) દ્વારા સેન્ટ્રેલ રેલવેમાં સ્કાઉટ્સ અને ગાઇડ્સ ક્વોટામાં લેવલ-1 અને લેવલ-2ની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે (Central Railway Recruitment 2021). આ ભરતીની જાહેરાત ઓનલાઇન વેબસાઇટ પર મૂકવામાં આવશે. કુલ 12 પોસ્ટ માટેની ભરતી માટે 20મી ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. અરજી કરવા માટે શૈક્ષણિ યોગ્યતા વગેરે વાંચી અને ત્યારબાદ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
જગ્યા : આ ભરતીમાં લેવલ 2ની 2 અને લેવલ 1ની 10 જગ્યા માટે ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા લેખિત પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. જેમાં 40 માર્ક્સનું ઓબ્જેક્ટિવ અને 20 માર્ક્સનું લેખાણ પૂછવામાં આવશે. પરીક્ષા નેગેટિવ માર્ક્સના આધારે રહેશે અને દરેક ખોટા જવાબના 1/3 નેગેટિવ માર્ક્સ આપવામાં આવશે.
લાયકાત : લેવલ-1ની પોસ્ટ માટે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મું પાસ ઉમેદવારો અરજી કરી શકશે. આ ઉપરાંત NCVT દ્વારા આઈટીઆઈ અથવા તો નેશનલ એપ્રેન્ટસશિપનું સર્ટિફિકેટ પણ અનિવાર્ય છે. જ્યારે લેવલ-2ની ભરતી માટે ઓછામાં ઓછા 50 ટકા સાથે 12મું પાસ ઉમેદવારો અરજી કરી શકશે.
વય મર્યાદા : લેવલ-1ની નોકરી માટે વય મર્યાદા 18 વર્ષથી લઈને 30 વર્ષની રાખવામાં આવી છે જ્યારે લેવલ-1ની એકની નોકરી માટે 18-33 વર્ષ રાખવામાં આવી છે. જોકે, આ નોકરી માટે સરકારી નિયમો મુજબ છુટછાટ આપવામાં આવશે.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
12
અરજી કરવાની લાયકાત
લેવલ-1ની પોસ્ટ માટે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મું પાસ ઉમેદવારો અરજી કરી શકશે. આ ઉપરાંત NCVT દ્વારા આઈટીઆઈ અથવા તો નેશનલ એપ્રેન્ટસશિપનું સર્ટિફિકેટ પણ અનિવાર્ય છે. જ્યારે લેવલ-2ની ભરતી માટે ઓછામાં ઓછા 50 ટકા સાથે 12મું પાસ
આ નોકરી માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ સેન્ટ્રલ રેલવે માટે રેલવે રિક્રુટમેન્ટ સેલની ઓફિશિયલ વેબસાઇટ rrccr.com પર 6 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર 2021 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ નોકરી માટે 200 રૂપિયા અરજી ફી પણ ઓનલાઇન ચુકવવાની રહેશે.
હેલ્પ ડેસ્ક : આ ભરતી માટે અરજી કરવા માંગતા લાયકત ઉમેદવારોએ 022-67453140 નંબર પર ફોન કરી અને અને માહિતી મેળવવી. આ નંબર 10-17 વાગ્યા સુધી રવિવાર અને રજાના દિવસ સિવાય કાર્યરત રહેશે. આ ઉપરાંત scoutsnguides@rrcr.com પર ઇમેલ કરીને માહિતી મેળવી શકાશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર