Sarkari Naukri : B.sc થયેલા ઉમેદવારો માટે 77,000 રૂપિયા સુધીના પગારની નોકરી, અરજી કરવાની છેલ્લી તક

RFCL Recruitment 2021: RFCLમાં ભરતી, રૂપિયા 77,000 સુધી મળી રહ્યો છે પગાર અરજી કરવાની આજે અંતિમ તક

RFCL Recruitment 2021 : રામગુંડમ ફર્ટીલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (RFCL)માં નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે એક સુવર્ણ તક (Jobs in RFCL) છે. આરએફસીએલએ 32 નોન-એક્ઝિક્યુટીવ પોસ્ટ (Non-Executive Posts) માટે ભરતી બહાર પાડી છે. આજે અરજી કરવાની છેલ્લી તક છે.

  • Share this:
    રામગુંડમ ફર્ટીલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (RFCL)માં નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે એક સુવર્ણ તક (Jobs in RFCL) છે. આરએફસીએલએ 32 નોન-એક્ઝિક્યુટીવ પોસ્ટ (Non-Executive Posts) માટે ભરતી બહાર પાડી છે. ઇચ્છુક ઉમેદવારો આ 24 નવેમ્બર, 2021 સુધીમાં અરજી (RFCL Recruitment 2021 Last Date to online Application) કરી શકે છે. આ જગ્યાઓ માટે ઉમેદવારી કરતાં પહેલાં ઉમેદવારોએ જાહેરાત વાંચી અને શૈક્ષણિક યોગ્યતા તેમજ આવદેન કરવાની પ્રક્રિયા વાંચી લેવાની રહેશે. આજે આ નોકરી માટે અરજી કરવાની છેલ્લી તક છે. ઉમેદવારો આજે ઓનલાઇન અરજી કરી શકશે.

    આ પદો પર કરાશે ભરતી  :જુનિયર એન્જીનિયર આસિસ્ટન્ટ ગ્રેડ 2 (કેમિકલ લેબ) – 1 પોસ્ટ, જુનિયર એન્જીનિયર આસિસ્ટન્ટ ગ્રેડ 2 (પ્રોડક્શન) – 8 પોસ્ટ, એન્જીનિયરીંગ આસિસ્ટન્ટ ગ્રેડ 2 (પ્રોડક્શન) – 8 પોસ્ટ. એન્જીનિયરીંગ આસિસ્ટન્ટ ગ્રેડ 2 (મેકેનિકલ) – 4 પોસ્ટ, એન્જીનિયરીંગ આસિસ્ટન્ટ ગ્રેડ 2 (ઇલેક્ટ્રિકલ) – 2 પોસ્ટ, ગોડાઉન કિપર – 1 પોસ્ટ, સ્ટોર આસિસ્ટન્ટ ગ્રેડ 2 – 1 પોસ્ટ. આસિસ્ટન્ટ ગ્રેડ 3 (ટ્રાન્સપોર્ટેશન) – 4 પોસ્ટ,  ઓફિસ આસિસ્ટન્ટ ગ્રેડ 3 – 3 પોસ્ટ

    શૈક્ષણિક લાયકાત

    આ પદો માટે જાહેર કરવામાં આવેલ નોટીફિકેશન અનુસાર ઉમેદવાર પાસે અમુક શૈક્ષણિક લાયકાતો હોવી જરૂરી છે. જેમાં B.Sc / ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સમાં 3 વર્ષનો અભ્યાસ કર્યો હોવો જરૂરી છે. શૈક્ષણિક લાયકાત અંગે વધુ જાણકારી મેળવવા માટે તમે RFCL દ્વારા બહાર પાડવામાં આવેલ નોટીફિકેશ તપાસી શકો છો.

    આ પણ વાંચો : Sarkari Naukri: CSLમાં એન્જિનિયરની ભરતી, 70,000 રૂપિCયા સુધી મળી રહ્યો છે પગાર, ફટાફટ કરો અરજી

    વય મર્યાદા

    રામાગુંડમ ફર્ટીલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ દ્વારા આપવામાં આવેલ વિગતો અનુસાર અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 35 વર્ષ સુધી હોવી જરૂરી છે.

    ભરતીની ટૂંકી વિગતો































    જગ્યા 32
    શૈક્ષણિક લાયકાત બીએસસી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ
    પસંદગી પ્રક્રિયા ઓનલાઇન ટેસ્ટ, ઇન્ટરવ્યૂના આઘારે
    અરજી કરવાની ફી જનરલ/OBC) કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે 200 રૂપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ 24-11-2021
    ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન આવેદન કરવા માટે  અહીંયા ક્લિક કરો



    કેટલી હશે અરજી ફી?

    રામાગુંડમ ફર્ટીલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડના આ 32 પદો માટે (જનરલ/OBC) કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે 200 રૂપિયા એપ્લીકેશન ફી રાખવામાં આવી છે. જ્યારે SC, ST, PWd કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે કોઇ અરજી ફી વસુલવામાં આવશે નહીં.

    આ પણ વાંચો :  Bin Sachivalay clerk Exam: બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર, તૈયારી માટે 3 મહિના જેટલો સમય

    પસંદગી પ્રક્રિયા

    આ પદો માટે ઓનલાઇન ટેસ્ટ, ઇન્ટરવ્યૂમાં ઉમેદવારના પ્રદર્શનના આધારે પસંદગી કરવામાં આવશે.

    પગાર ધોરણ

    આ પદો માટે પસંદગી પામનાર ઉમેદવારોને 23,000-77,000 રૂપિયા પ્રતિ માસ સેલેરી આપવામાં આવશે. આપને જણાવી દઇએ કે પગાર અંગેની તમામ વિગતો નોટીફિકેશનમાં આપવામાં આવી છે. જેને તમે RFCLની ઓફિશ્યલ વેબસાઇટ પર જોઇ શકો છો.

    આ રીતે કરો અરજી

    આ પદો માટે માત્ર ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે સૌ પ્રથમ NFLની www.nationalfertillizers.com ઓફિશ્યલ વેબાસાઇટ ઓપન કરો. તેમાં કરીયર્સ ઓપ્શન પસંદ કરી અને Recruitment in RFCL સિલેક્ટ કરો. હવે નોન-એક્ઝિક્યુટીવ (વર્કર્સ) પ્રોડક્શન, મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ લેબ, સ્ટોર, ટ્રોન્સ્પોર્ટેશન અને એચઆર ડિસીપ્લીન્સ -2021ના વિવિધ પદો માટે અરજી ફોર્મ ભરીને તમામ દસ્તાવેજો અપલોડ કરીને સબમિટ કરો. અરજી ફોર્મની એક પ્રિન્ટ તમારી પાસે જરૂરી રાખો. જેથી ભવિષ્યમાં રેફરન્સ તરીકે ઉપયોગમાં લઇ શકાય.
    Published by:Jay Mishra
    First published: