Sarkari Naukari: SBIમાં છે વેકેન્સી, આ રીતે કરી લો ફટાફટ અરજી

પ્રતીકાત્મક તસવીર

Sarkari Naukari: અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 2 સપ્ટેમ્બર 2021 છે.

  • Share this:
    Sarkari Naukari: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) સેન્ટ્રલ રિક્રૂટમેન્ટ એન્ડ પ્રમોશન ડિપાર્ટમેન્ટ કોર્પોરેટ સેન્ટર, મુંબઈએ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરોની ભરતી માટે અરજીઓ મંગાવી છે. અરજી ફોર્મ બેંકની સત્તાવાર વેબસાઇટ sbi.co.in/careers પર ઉપલબ્ધ છે. અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 2 સપ્ટેમ્બર 2021 છે.

    સરકારી નોકરી: ખાલી જગ્યાની વિગતો

    ડેપ્યુટી મેનેજર: 10 પોસ્ટ
    રિલેશનશિપ મેનેજર (ઓએમપી): 6 પોસ્ટ
    પ્રોડક્ટ મેનેજર (OMP): 2 પોસ્ટ
    આસિસ્ટન્ટ મેનેજર- એન્જિનિયર (સિવિલ): 36 પોસ્ટ
    આસિસ્ટન્ટ મેનેજર- એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ): 10 પોસ્ટ
    આસિસ્ટન્ટ મેનેજર (માર્કેટિંગ અને કોમ્યુનિકેશન): 4 પોસ્ટ
    સર્કલ ડિફેન્સ બેન્કિંગ સલાહકાર: 1 પોસ્ટ

    સરકારી નોકરી: પસંદગી પ્રક્રિયા

    તમામ પોસ્ટ માટે અંતિમ પસંદગી શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યૂ દ્વારા થશે. સહાયક મેનેજરોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. બેંક દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના મુજબ ઇન્ટરવ્યૂમાં મેળવેલા ગુણના આધારે અંતિમ પસંદગી માટે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે.

    આ પણ વાંચો: Study Abroad Tips: વિદેશમાં ભણવા જતા પહેલા કરી લો આ તૈયારીઓ

    જેના માટે ઉમેદવારે ન્યૂનતમ લાયકાત ગુણ હોવા જોઈએ. જો એક કરતા વધારે ઉમેદવારો સામાન્ય કટ ઓફ માર્ક્સ મેળવે છે. તો આવા ઉમેદવારોને તેમની ઉંમરના આધારે મેરિટમાં પસંદગી આપવામાં આવશે. ઉમેદવારો પસંદગી પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી માટે બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઇ શકે છે.

    એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં પણ ભરતી

    AAI Recruitment 2021: નોકરીની તપાસ (Job Search) કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Airport Authority of India)એ યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારો પાસેથી સીનિયર આસિસ્ટન્ટ પદો પર અરજી મંગાવી છે. એરપોર્ટ ઓથોરિટીના નોટિફિકેશન (AAI recruitment 2021) મુજબ આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારોને AAIની ઓફિશિયલ વેબસાઇટ aai.aero પર જવું પડશે. આ પદો પર અરજી કરવાની છેલ્લી તારીદ 31 ઓગસ્ટ, 2021 છે. આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી કુલ 29 પદો પર નિયુક્તિ કરવામાં આવશે. આ અંગે વધુ જાણવા માટે અહીં કરો ક્લિક.

    આ પણ વાંચો: Earn Money: એમેઝોન આપી રહ્યું છે દર મહિને 60થી 70 હજારની કમાણી કરવાની તક, રોજ 4 કલાક કરવાનું રહેશે કામ

    એર ઈન્ડિયા લિમિટેડમાં વિવિધ પદો પર નોકરીની તક, 17 ઓગસ્ટ પહેલા કરો અરજી

    એર ઈન્ડિયા લિમિટેડ (Air India Limited)એ સ્ટેશન મેનેજર સહિત વિભિન્ન પદો પર ભરતી માટે (AIL Recruitment 2021) નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પદો માટે અભ્યર્થી AILની ઓફિશિયલ વેબસાઇટ airindia.in પર અરજી કરી શકે છે. જાહેર નોટિફિકેશન મુજબ 30 ખાલી પદો પર ભરતી કરવામાં આવશે. જાહેર નોટિફિકેશન મુજબ, પસંદગી પામેલા ઉમેદવારોની નિયુક્તિ દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ અને લખનઉ સહિત અનેક શહેરોમાં કરવામાં આવશે. નોંધનીય છે કે, આ પદો પર અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ છે. આ પદો પર અરજી કરનારા અભ્યર્થીની ઉંમર 35 વર્ષથી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બીજી તરફ, અભ્યર્થીઓને સરકારના નિયમ મુજબ, અનામતની છૂટ આપવામાં આવી છે.
    Published by:Kaushal Pancholi
    First published: