Home /News /career /Sarkari Naukri: Postમાં 10-12 પાસ માટે વધુ એક ભરતી, 81,100 રૂપિયા સુધી મળશે પગાર

Sarkari Naukri: Postમાં 10-12 પાસ માટે વધુ એક ભરતી, 81,100 રૂપિયા સુધી મળશે પગાર

Post Recruitment 2021: પોસ્ટમાં ધો.10-12 પાસ માટે ભરતી, 81,100 રૂપિયા સુધી મળશે પગાર

ભારતીય પોસ્ટ (India Post) વિભાગમાં નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે એક સુવર્ણ તક છે. ભારતીય પોસ્ટ વિભાગ ઝારખંડ પોસ્ટલ સર્કલમાં ભરતીની જાહેરાત કરી છે.

India Post Recruitment 2021 - ભારતીય પોસ્ટ (India Post) વિભાગમાં નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે એક સુવર્ણ તક છે. ભારતીય પોસ્ટ વિભાગ ઝારખંડ પોસ્ટલ સર્કલમાં ( Jharkhand Circle's Department of Posts' Office is inviting applications) વિવિધ પદો માટે ઉમેદવારો પાસેથી અરજી માંગી રહી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો જે ખાલી પડેલા પદો પર અરજી કરવા માંગે છે, તે ભારતીય પોસ્ટની ઓફિશિયલ વેબસાઈટ indiapost.gov.in દ્વારા સંબંધિત પદો માટે અરજી કરી શકે છે. જણાવી દઈએ કે ખાલી પડેલા પડો પર અરજી કરવાની અંતિમ તારીખ 25 નવેમ્બર છે. આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી ખાલી પડેલા વિવિધ 19 પદો પર ભરતી કરવામાં આવશે.

આ પદો પર થઈ રહી છે ભરતી

પોસ્ટલ / સોર્ટીંગ આસિસ્ટન્ટ (પોસ્ટ અથવા રેલ્વે મેઈલ ઓફિસ)
પોસ્ટમેન (પોસ્ટ ઓફિસ)
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (પોસ્ટ ઓફિસ અથવા રેલ્વે મેઈલ ઓફિસ)

આટલા પદો છે ખાલી

કુલ ખાલી પડેલા પદો 19,
પોસ્ટલ આસિસ્ટન્ટ – 06,
પોસ્ટમેન –05 , મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ –08

અરજી કરવા માટે વય મર્યાદા

પોસ્ટલ આસિસ્ટન્ટ / સોર્ટિંગ આસિસ્ટન્ટ પોસ્ટના પદ પર અરજી કરવા માટે 1 જાન્યુઆરી 2022ના રોજ ઉમેદવારની લધુતમ વય 18 વર્ષ અને મહત્તમ વય 27 વર્ષની હોવી જોઈએ.

મલ્ટી ટાસ્કિંગ સ્ટાફના પદ પર અરજી કરવા માટે 1 જાન્યુઆરી,2022ના રોજ ઉમેદવારની લધુતમ વય 18 વર્ષ અને મહત્તમ વય 25 વર્ષની હોવી જોઈએ.

આ પણ વાંચો : Sarkari Naukri : Bank of Barodaમાં ભરતી, 76,000 રૂપિયા સુધી મળશે પગાર, ફટાફટ કરો અરજી

નોકરીની ટૂંકી વિગતો
પોસ્ટ : પોસ્ટલ આસિસ્ટન્ટ – 06પોસ્ટમેન – 05 , મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ – 08
લાયકાત :ત્રણેય પોસ્ટ માટે અલગ અલગ 
વય મર્યાદા :ત્રણેય પોસ્ટમ માટે અલગ અલગ જાહેરાત ખાસ વાંચવી
અરજી કરવાની અંતિમ તારીખ :25-11-2021
જાહેરાત જોવા માટે :અહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે :અહીયા ક્લિક



શૈક્ષણિક લાયકાત

ઓફિશિયલ નોટિસમાં જણાવ્યાં અનુસાર પોસ્ટલ/સોર્ટીંગ આસિસ્ટન્ટ અને પોસ્ટમેનના પદ પર અરજી કરવા માટે ઉમેદવાર માન્ય શિક્ષણ બોર્ડથી ધોરણ 12 પાસની લાયકાત ધરાવતો હોવો જોઈએ. મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે ધોરણ 10 પાસની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. સાથે જ બધા પદો પર અરજી કરતા ઉમેદવારોને સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવુ અનિવાર્ય છે.

પે ગ્રેડ

પોસ્ટલ/સોર્ટિંગ આસિસ્ટન્ટ – લેવલ 4 માટે 25,500 થી 81,100 રુપિયા
પોસ્ટમેન – લેવલ 3 માટે 21,700 થી 69,100 રુપિયા
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ – લેવલ 1 માટે 18,000 થી 56,900 રુપિયા

અરજી ફી

આ પદો પર અરજી કરવા માટે જનરલ, ઓબીસી, ઈડબ્લ્યૂએસના ઉમેદવારોએ 100 રુપિયા ચુકવવાવા રહેશે, જ્યારે એસસી/એસટી વર્ગના લોકો માટે આ અરજી નિશુલ્ક છે.

આ પણ વાંચો : Sarkari Naukri: GPSC દ્વારા ક્લાસ 1-2ની ભરતી, આચાર્યથી લઈને વિવિધ 82 જગ્યા માટે કરો અરજી

અરજી કરવાની પ્રક્રિયા

યોગ્ય અને ઇચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ www.indiapost.gov.in પરથી અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી સિવાય ઉમેદવારો તેમની અરજી પોસ્ટ મારફતે અરજી અને જરૂરી ડોક્યુમેન્ટ તથા 2 પોસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ એડી સાથે

ધી આસિસ્ટન્ટ પોસ્ટમાસ્ટર જનરલ (Staff), O/o ધી ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ઝારખંડ સર્કલ રાંચી સર્કલ 834002 પર કરી શકે છે.
First published:

Tags: India Post, Jobs, Sarkari Naukari 2021

विज्ञापन