Rajkot Municipal Corporation Recruitment 2021 : સરકારી નોકરી કરવા માંગતા યુવક-યુવતીઓ માટે રાજકોટ મનપામાં નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. રાજકોટ મનપામાં વિવિધ 29 જગ્યા માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. મનપામાં શરૂઆતમાં ફિક્સ પગારની આ નોકરી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. જો તમે આ નોકરીઓ માટે લાયક હોવ તો જાહેરાત વાંચી અને 10-11-2021 (Last date for applying in Rajkot Municipal Corporation Recruitment 2021)સુધીમાં ઓનલાઇન એપ્લિકેશન કરી શકો છો.
એટલે કે આજે આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ છે. આજે ઓનલાઇન અરજી કરી શકાશે.
કઈ કઈ પોસ્ટ માટે છે ભરતી : રાજકોટ મહાનગરપાલિકાની જાહેરાત મુજબ આસીસ્ટન્ટ મેનેજરની 2, ટેક્સ ઓફિસરની 1, ડે.ચીફ એકાઉન્ટન્ટની 2, વોર્ડ ઓફિસર 2, સેનેટરી સબ ઇન્સપેકટરની 20, સ્ટેશન ઓફિસરની 2 મળીને કુલ 29 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં દરેક નોકરી માટે અલગ અલગ લાયકાત અને વય મર્યાદા લાગુ કરવામાં આવી છે. ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન અને જે તે વિષયો સાથે ફર્સ્ટક્લાસ વગેરે જેવા ગ્રેડથી પાસ થયેલા ઉમેદવારો આ નોકરી માટે આવેદન કરી શકશે. આવેદન કરવા માટે ઓનલાઇન અરજી કરતા પહેલાં ચોક્કસથી જાહેરાત વાંચજો.
આ નોકરી માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ બિન અનામત પુરૂષ અને મહિલા ઉમેદવારોએ 500 રૂ. તથા અનામત કેટેગરીના ઉમેદવારોએ 250 રૂ. ભરવાના રહેશે. આ અરજી કરવા માટેની અંતિમ તારીખ 10મી નવેમ્બર 20211 છે. તમારી શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અને અન્ય વિગતો આ અરજી માટે આપવામાં આવેલા કોષ્ટક પરથી તપાસની રહેશે.
આ નોકરીઓ માટે પસંદ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાશે. પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોના ઈન્ટરવ્યૂ યોજવામં આવશે અને તેના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. દરેક જગ્યા પર સરકારી નિયમો મુજબ આરક્ષિત અને બિન આરક્ષિત સીટ માટે આવેદન કરવાનું રહેશે. વય મર્યાદાની છૂટછાટ પણ સરકારી નીતિનિયમોને આધીન છે.
ઓનલાઇન અરજી કરવામાટેનાં સ્ટેપ
પ્રથમ અરજદારે ઓન લાઇન અરજીમાં પોતાની સંપુર્ણ વિગત સેવ કરવાની રહેશે. આમ કરવાથી અરજદારની અરજીનો રેફરન્સ નંબર જનરેટ થશે જે અરજદારે યાદ રાખવાનો રહેશે.
રેફરન્સ નંબરનો ઉપયોગ કરી અરજદારે પોતાનો સ્કેન કરેલ ફોટોગ્રાફ તેમજ સીગ્નેચર અપલોડ કરવાનો રહેશે.
ઉમેદવારે અરજી સેવ કર્યા બાદ તેને કનફર્મ કરવાની રહેશે. ત્યાર બાદ અરજી માન્ય ગણાશે અને ઓનલાઈન પેમેંટ કરી શકશે
રાજકોટ મહાનગકારપાલિની વેબસાઈટ પર ફી પેમેંટમાં જઈ, તમારો એપ્લીકેશન નંબર, જન્મ તારીખ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ સર્ચ પર ક્લીક કરવુ. જેથી ફી પેમેન્ટ ગેટ- વે પરથી માત્ર ઓનલાઈન પેમેંટ કરી શકશે. અને ઓન લાઈન પેમેંટ થયા બાદ તુરત્ત એપ્લીકેશનની પ્રીન્ટ કાઢી શકાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર