Home /News /career /Railway Bharti 2021 : ધો 10 પાસ માટે રેલવેમાં એપ્રેન્ટિસની નોકરી, 1785 જગ્યા માટે ફટાફટ કરો અરજી
Railway Bharti 2021 : ધો 10 પાસ માટે રેલવેમાં એપ્રેન્ટિસની નોકરી, 1785 જગ્યા માટે ફટાફટ કરો અરજી
Railway Recruitment: રેલવેની વિવિધ પોસ્ટ પર rrcecr.gov.in દ્વારા ભરતીની જાહેરાત, લાયકાત અને છેલ્લી તારીખ જાણો
sarkari Naukri Railway Recruitment 2021 : દક્ષિણ પૂર્વ રેલવેમાં 1785 જગ્યા માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી રહી છે. ઓનલાઇન અરજી કરવા માટે ફટાફટ વિગતો ચેક કરો
sarkari Naukri Railway Recruitment 2021 : રેલવેમાં હાલમાં એપ્રેનટિસની બમ્પર ભરતી ખુલી છે. દરેક ડિવિઝનમાં ધો. 10-12 પાસ માટે એપ્રેન્ટિસની નોકરીઓ બહાર પાડવામાં આવી છે. દરમિયાન અન્ય ડિવિઝનની જેમ દક્ષિણ પૂર્વ રેલવેમાં પણ એપ્રેન્ટિસની ભરતી બહાર પાડવામાં આવી છે. ધો.10 પાસ માટે કુલ 1785 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં ભાગ લેવા માટે 15મી નવેમ્બરથી 14મી ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે.
આ ભરતીમાં ફિટર, ટર્નર, વેલ્ડર, મિકેનિક, રેફ્રિજરેશન એન્ડ એસી મિકેનિક, ફોર્જર અને હીટ ટ્રીટર, કાર્પેન્ટર, ઇલેક્ટ્રોનિક, પેઇન્ટર, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ગ્રાઇન્ડર, લેબોરેટરી આસિસ્ટન્ટ, એમએમટીએમ વગેરેની ભરતી છે.
શૈક્ષણિક લાયકાત
આ જગ્યાઓ માટે ઉમેદવારે મેટ્રિક/ ધો.10ની અથવા તેના સમકક્ષ (10+2 પરીક્ષા પ્રણાલી હેઠળ) પરીક્ષા પાસ કરી હોવી જોઈએ, જેમાં લાગતા વળગતા ટ્રેડમાં માન્યતા પ્રાપ્ત બોર્ડ અને આઇટીઆઇ (એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ અથવા નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ/સ્ટેટ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ દ્વારા આપવામાં આવેલા નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ)માંથી કુલ મળીને ઓછામાં ઓછા 50 ટકા ગુણ હોવા જરૂરી છે. આ ઉપરાંત ઉમેદવારોની ઉંમર 15 વર્ષ પૂરી હોવી જોઈએ અને 1 જાન્યુઆરી, 2021માં 24 વર્ષની ઉંમર પૂરી ન થઈ હોવી જોઈએ.
આ જગ્યાઓ પર અરજી માટેની ફી તરીકે રૂ.100 લેવાય છે. જે પરત મળવા પાત્ર નથી. આરઆરસી/ઇસીઆરની સત્તાવાર વેબસાઇટ rrcecr.gov.in પર ઓનલાઇન અરજી પૂર્ણ થયા પછી પેમેન્ટ ગેટવે મારફતે ફી ચુકવણી ઓનલાઇન કરવાની રહેશે. ઉમેદવારોને ચુકવણી કરવા માટે બેંક પેમેન્ટ ગેટવે પર ડાયરેકટ કરી દેવાશે.
રીતે અરજી કરવી?
ઉમેદવારોએ આરઆરસીની સત્તાવાર વેબસાઇટ rrcecr.gov.inપર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર