Home /News /career /

Sarkari Naukri: ફોરેસ્ટ ગાર્ડની નોકરી માટે કરો અરજી, ઉમેદવારો માટે જરૂરી છે ધોરણ 12 પાસ, મળશે આકર્ષક સેલેરી

Sarkari Naukri: ફોરેસ્ટ ગાર્ડની નોકરી માટે કરો અરજી, ઉમેદવારો માટે જરૂરી છે ધોરણ 12 પાસ, મળશે આકર્ષક સેલેરી

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 28 જૂન 2022 છે (પ્રતિકાત્મક તસવીર)

Jobs Alert - આ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારે ઓછામાં ઓછું માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 12 પાસ કરેલું હોવું જરૂરી છે

સબઓર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડ પંજાબે (SSSB) ફોરેસ્ટ ગાર્ડ, ફોરેસ્ટર અને ફોરેસ્ટ રેન્જર (Punjab SSSB Recruitment 2022)ની જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ (પંજાબ SSSB ભરતી 2022) માટે અરજી કરવા માંગે છે, તેઓ પંજાબ SSSBની ઓફિશિયલ વેબસાઇટ sssb.punjab.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે 19 મેથી અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. આ ઉપરાંત, ઉમેદવારો આ પોસ્ટ્સ (પંજાબ SSSB ભરતી 2022) માટે આ લિંક https://sssb.punjab.gov.in/OnlineApps.html પર ક્લિક કરીને સીધી અરજી પણ કરી શકે છે. આ લિંક દ્વારા પણ https://sssb.punjab.gov.in/Downloads/2022/Detailed%20Advt ઓફિશ્યલ નોટિફીકેશન જોઈ શકો છો. પંજાબ SSSB ભરતી 2022 પ્રક્રિયા હેઠળ કુલ 204 જગ્યાઓ ભરવામાં આવશે.

મહત્વની તારીખો

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ: 19 મે 2022

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 28 જૂન 2022

204 પોસ્ટ માટે કરવામાં આવશે ભરતી

ફોરેસ્ટ ગાર્ડ – 200 પોસ્ટ

ફોરેસ્ટર – 2 પોસ્ટ

ફોરેસ્ટર રેન્જર – 2 પોસ્ટ

આ પણ વાંચો - આ જિલ્લામાં બહાર પડી કરાર આધારિત સરકારી ભરતી, જાણો લાયકાત, અનુભવ અને પગારની સંપૂર્ણ માહિતી

પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત

આ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારે ઓછામાં ઓછું માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 12 પાસ કરેલું હોવું જરૂરી છે.

વયમર્યાદા

ઉમેદવારોની ઉંમર 18થી 37 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારો માટે સરકારી ધારાધોરણો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે.

રસ ધરાવતા ઉમેદવારો sssb.punjab.gov.in પર 28 જૂન 2022ના રોજ અથવા તે પહેલાં ઑનલાઇન અરજીઓ સબમિટ કરી શકે છે.

કેટલી છે એપ્લિકેશન ફી?

ઓનલાઈન અરજી ફી સામાન્ય કેટેગરી માટે રૂ. 1000 છે અને PWD કેટેગરીના ઉમેદવારો માટે રૂ. 500 અરજી ફી લાગુ પડે છે. અનામત વર્ગના ઉમેદવારોએ 250 રૂપિયા ફી ભરવાની રહેશે.

આ રીતે કરો અરજી

- સૌ પ્રથમ ઓફિશ્યલ વેબસાઇટ sssb.punjab.gov.in પર જાઓ.

- ત્યાર બાદ ઓનલાઇન એપ્લિકેશન પર ક્લિક કરો.

- ત્યાર બાદ ‘CLICK HERE to apply for posts of Deputy Ranger, Forester and Forest Guard’ પર ક્લિક કરો.

- હવે તમારું રજીસ્ટ્રેશન કરો અને એપ્લિકેશન ભરો.

- ફોર્મ ભર્યા બાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફી ભરો.

- ફોર્મની વિગતો ચકાસી સબમિટ કરો અને તેની પ્રિન્ટ તમારી પાસે રાખો. જેથી ભવિષ્યમાં રેફરન્સ તરીકે ઉપયોગમાં લઇ શકાય.
First published:

Tags: Govt Jobs, Jobs alert

આગામી સમાચાર