PPSC Recruitment 2021: વેટરનરી ઓફિસર માટે 353 પોસ્ટ પર ભરતી, 47,600 રૂ. મળશે પગાર

પંજાબ પબ્લિક સર્વસ કમિશન દ્વાાર વેટરનરી ઓફિસરની ભરતી

PPSC veterinary officer recruitment 2021 : પંજાબ પબ્લિક સર્વિસ કમિશને (PPSC) વેટરનરી ઓફિસર (veterinary officer) (ગૃપ A) ની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. PPSC તરફથી કુલ 353 પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે.

  • Share this:
    PPSC Recruitment 2021:  આજકાલ દેશમાં તમામ વિભાગમાં ભરતીની મોસમ ખુલી છે. કોરોનાવાયરસની બીજી લહેર શાંત થઈ ગયા બાદ વેપાર ધંધા થાળે પડતા ભરતીની મોસમ સામે આવી છે. સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે પણ જુદી જુદી સરકારો દ્વારા વિવિધ વિભાગમાં નોકરી બહાર પાડવામાં આવી રહી છે. ભરતી પ્રક્રિયાના આ દોરમાં    પંજાબ પબ્લિક સર્વિસ કમિશને (PPSC) વેટરનરી ઓફિસર (veterinary officer) (ગૃપ A) ની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. PPSC તરફથી કુલ 353 પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે. પંજાબમાં પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ડેરી વિભાગ માટે વેટરનરી ઓફિસર (ગૃપ A) ની (veterinary officer recruitment) પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવાર પંજાબ પબ્લિક સર્વિસ કમિશનની વેબસાઈટ http://ppsc/gov.in ની મુલાકાત લઈને તેના પરથી આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.

    PPSC ભરતી માટેની મહત્વની તારીખો

    ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 10 ડિસેમ્બર 2021

    ફી ભરવાની છેલ્લી તારીખ (last date for apply): 20 ડિસેમ્બર 2021

    વેટરનરી ઓફિસરનો પગાર: 47,600

    15/01/2015 ના રોજ ચંદીગઢ, પંજાબ સરકારના નાણાકીય વિભાગે બહાર પાડેલ નોટિફેકેશન નંબર 7/204/2012-4FP1/66 અનુસાર વેતનની ચૂકવણી કરવામાં આવશે. નોટિફિકેશન અનુસાર નોકરીના 3 વર્ષ દરમિયાન માત્ર વેતનની ચૂકવણી કરવામાં આવશે, કોઈપણ પ્રકારના ભથ્થાની ચૂકવણી કરવામાં આવશે નહીં.

    આ પણ વાંચો : Sarkari Naukri: ધો.10 સાથે ITI પાસ માટે Navyમાં બમ્પર ભરતી, 275 જગ્યા ભરાશે

    વેટરનરી ઓફિસર માટેની શૈક્ષણિક લાયકાત:

    • ઈચ્છુક ઉમેદવારોએ ભારતીય પશુ ચિકિત્સા પરિષદ દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ યુનિવર્સિટીમાંથી પશુ ચિકિત્સા વિજ્ઞાન અને પશુપાલનની સ્નાતક ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.

    • ઈચ્છુક ઉમેદવારોએ પંજાબ પશુ ચિકિત્સા પરિષદમાં રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ.

    • કમિશને સૂચના આપી છે કે, ઉમેદવારો પાસે 10 ડિસેમ્બર 2021 અથવા તેની પહેલા ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.


    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા : 353
    લાયકાત : ભારતીય પશુ ચિકિત્સા પરિષદ દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ યુનિવર્સિટીમાંથી પશુ ચિકિત્સા વિજ્ઞાન અને પશુપાલનની સ્નાતક ડિગ્રી
    પસંદગી પ્રક્રિયા : પરીક્ષા અને ફી
    અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 10 ડિસેમ્બર 2021
    અરજી કરવાની ફી :

    • માત્ર પંજાબના SC, ST, OBC વર્ગના લોકોએ ભરવાની ફી- રૂ.750

    • પંજાબના એક્સ સર્વિસમેને ભરવાની ફી- રૂ.500

    • પંજાબના EWS, PWD, LDESM વર્ગના લોકોએ ભરવાની ફી- રૂ.500

    • જનરલ, પંજાબના સ્પોર્ટ્સ પર્સને ભરવાની ફી- રૂ.1,500


    અરજીની જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે : અહીંયા ક્લિક કરો



    વયમર્યાદા (Age limit)

    ઈચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવારોની ઉંમર 18 થી 37 વર્ષ સુધીની ઉંમર હોવી જોઈએ.

    આ પણ વાંચો :  Sarkari Naukri: સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં 115 જગ્યા માટે ભરતી, 89,890 રૂ. સુધી મળશે પગાર

    અરજી ફોર્મ ભરવા માટેની ફી (Application Fee)

    • માત્ર પંજાબના SC, ST, OBC વર્ગના લોકોએ ભરવાની ફી- રૂ.750

    • પંજાબના એક્સ સર્વિસમેને ભરવાની ફી- રૂ.500

    • પંજાબના EWS, PWD, LDESM વર્ગના લોકોએ ભરવાની ફી- રૂ.500

    • જનરલ, પંજાબના સ્પોર્ટ્સ પર્સને ભરવાની ફી- રૂ.1,500

    First published: