PGIMER Recruitment 2021: તબીબી ક્ષેત્રમાં સરકારી નોકરી, 67,700 રૂપિયા સુધી મળી રહ્યો છે પગાર

ચંગીગઢમાં PGIMER ની ભરતી, ફટા ફટ ચેક કરો વિગતો

PGIMER Recruitment 2021 Vacancy : પોસ્ટગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (PGIMER), ચંડિગઢ દ્વારા 82 સિનિયર રેસિડેન્ટ, વિવિધ સ્પેશ્યાલિટી માટે 10 જુનિયર/ સિનિયર ડેમોન્સ્ટ્રેટર અને 1 સિનીયર મેડિકલ ઓફિસરના વિવિધ પદો માટે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજી મંગાવી રહ્યા છે.

  • Share this:
    PGIMER Recruitment 2021: પોસ્ટગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (PGIMER), ચંડિગઢ દ્વારા 82 સિનિયર રેસિડેન્ટ, વિવિધ સ્પેશ્યાલિટી માટે 10 જુનિયર/ સિનિયર ડેમોન્સ્ટ્રેટર અને 1 સિનીયર મેડિકલ ઓફિસરના વિવિધ પદો માટે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજી મંગાવી રહ્યા છે. આ ભરતી મહત્તમ 3 વર્ષના કરાર આધારે કરવામાં આવશે.  લાયકાત ધરાવતા ઉમેદવારોએ માત્ર કોઈ એક જ પદ પર અરજી કરવાની રહેશે. એકથી વધુ પદ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો જો એકથી વધુ પદ માટે અરજી કરે છે તે કોમ્પ્યૂટર ટેસ્ટ માટે તે ઉમેદવારની અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહી સાથે જ પદો પર ભરતી પ્રક્રિયા દરમ્યાન તેમની અરજીને લઈને કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં આવશે નહી.

    આ ભરતીમાં ઉમેદવારી કરતા પહેલાં દરેક ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાતથી લઈને તમામ વિગતો ચકાસવાની રહેશે. અહીંયા આપવામાં આવેલી લિંક પરથી ક્લિક કરી અને ઉમેદવારો ભરતીની જાહેરાત વાંચી શકે  છે અને જાહેરાત વાંચીને ત્યારબાદ ઉમેદાવારી નોંઘાવવાની રહેશે.

    PGIMER Recruitment 2021: મહત્વની તારીખ











































    ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 1 નવેમ્બર, 2021
    ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 17 નવેમ્બર, 2021
    એડમિટકાર્ડ મેળવવાની તારીખ 27 નવેમ્બર, 2021
    75 ગુણ માટે કોમ્પ્યૂટર બેઝ્ડ ટેસ્ટ (CBT)ની તારીખ 3 ડિસેમ્બર, 2021
    CBTના પરિણામોની જાહેરાતની અપેક્ષિત તારીખ 9 ડિસેમ્બર, 2021
    પસંદગી થયાની જાહેરાતની અપેક્ષિત તારીખ 17 ડિસેમ્બર, 2021
    સંસ્થા તરફથી ડોક્યુમેન્ટનું વેરિફિકેશન 22 ડિસેમ્બર, 2021
    25 ગુણના ઈન્ટરવ્યૂ અને અસેસમેન્ટ 22 ડિસેમ્બર, 2021
    અંતિમ પરિણામોની અપેક્ષિત તારીખ 30 ડિસેમ્બર, 2021
    ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો



    આ પણ વાંચો : IIT Jammuમાં ભરતી : એન્જિનિયરથી લઈને મેનેજર સુધીની પોસ્ટ પર સરકારી નોકરી, 1.23 લાખ સુધી મળશે પગાર

    PGIMER Recruitment 2021: એપ્લિકેશન ફી

    જનરલ અને OBC માટે 1500 રૂપિયા, તેમજ SC/ ST અને પૂર્વ કર્મચારી માટે 800 રૂપિયા અરજી ફી રાખવામાં આવી છે.

    પરીક્ષા માટેની ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગના માધ્યમથી ભરવાની રહેશે.

    PGIMER Recruitment 2021: ખાલી પડેલા પદો























    Post Vacancies
    કુલ ખાલી પદો 93
    સિનીયર રેસિડેન્ટ 82
    જુનિયર/ સિનીયર ડેમોન્સ્ટરેટર 10
    સિનીયર મેડિકલ ઓફિસર 01



    આ પણ વાંચો : Scholarship: વિદ્યાર્થિનીઓને કમ્યુટર સાયન્સ ભણવા ગુગલ આપશે 70,000 રૂ.ની સ્કોલરશીપ, ફટાફટ જાણો વિગતો

    PGIMER Recruitment 2021: Pay Scale



























    Post Pay Scale
    સિનીયર રેસિડેન્ટ અને સિનીયર મેડિકલ ઓફિસર પે મેટ્રિક્સ લેવલ -11 લઘુત્તમ 67,700 રૂ. + NPA
    સિનીયર ડેમોન્સ્ટ્રેટર (Medical) પે મેટ્રિક્સ લેવલ -11 લઘુત્તમ 67,700 રૂ. + NPA
    સિનીયર ડેમોન્સ્ટ્રેટર (Non-Medical) પે મેટ્રિક્સ લેવલ -10 લઘુત્તમ 56,100 રૂ. + NPA
    જુનીયર ડેમોન્સ્ટ્રેટર (Medical) પે મેટ્રિક્સ લેવલ - 6 લઘુત્તમ 35,400 રૂ. + NPA
    જુનીયર ડેમોન્સ્ટ્રેટર (Non-Medical) પે મેટ્રિક્સ લેવલ - 6 લઘુત્તમ 35,400 રૂ.



    PGIMER Recruitment 2021: વય મર્યાદામાં છૂટછાટ

    અરજી કરવાની અંતિમ તારીખ પ્રમાણે વયમર્યાદા નક્કી કરવામાં આવશે. મહત્તમ વય મર્યાદા 45 વર્ષની રહેશે.



























    SC/ST ઉમેદવારો 5 વર્ષ
    OBC ઉમેદવારો 3 વર્ષ
    PwBD ઉમેદવારો 10 વર્ષ
    PwBD+ SC/ST ઉમેદવારો 15 વર્ષ
    PwBD+ OBC ઉમેદવારો 13 વર્ષ
    પૂર્વ કર્મચારી 5 વર્ષ



    કેન્દ્ર સરકારની સેવા માટે PwBD ઉમેદવારો માટે 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે નહી.

    PGIMER Recruitment 2021: પસંદગી પ્રક્રિયા

    ઉમેદવાર દ્વારા કરવામાં આવેલી અરજીમાં આપવામાં આવેલી વિગતોને આધારે કોમ્પ્યૂટર બેઝ્ડ ટેસ્ટ (CBT) તેમની પસંદગી કરવામાં આવશે.  લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ https://pgimer.edu.in/. દ્વારા અરજી કરી શકે છે.
    Published by:Jay Mishra
    First published: