Home /News /career /સરકારી નોકરી: દર મહિને લાખોની સેલરી મેળવવા અત્યારે જ કરો અપ્લાય, ONGCમાં નીકળી બંપર વેકેન્સી
સરકારી નોકરી: દર મહિને લાખોની સેલરી મેળવવા અત્યારે જ કરો અપ્લાય, ONGCમાં નીકળી બંપર વેકેન્સી
સરકારી નોકરી માટે આજે જ કરો અપ્લાય
Sarkari Naukri: ONGCમાં આ નોકરીઓ માટે ઓનલાઇન અરજી 22 સપ્ટેમ્બર 2022થી શરૂ થઇ ચુકી છે. ઓનલાઇન અરજી માટે અંતિમ તારીખ 12 ઓક્ટોબર 2022 છે. જો તમારી ઉંમર 40 વર્ષથી ઓછી છે અને તમે અન્ય શરતોને પૂરી કરો છો તો તમે અપ્લાય કરી શકો છો.
Sarkari Naukri: દેશમાં આ સમયે મોટાભાગનો યુવા વર્ગ એક સારી નોકરીની તલાશ કરી રહ્યો છે. ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ પણ તેમને સારી નોકરી નથી મળી રહી. આવા યુવાનો માટે ઓયલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) લિમિટેડમાં નોકરી મેળવવાની સોનેરી તક છે.
ONGCએ આસિસ્ટેંટ એગ્ઝીક્યુટિવ એન્જિનિયર, કેમિસ્ટ જેવા અનેક પદો પર બંપર વેકેન્સી બહાર પાડી છે. આ ભરતીના માધ્મયથી કુલ 817 ખાલી પદો ભરવામાં આવશે. ગેટ 2022માં સફળ ઉમેદવાર જે ભરતી માટે ઇચ્છુક તથા યોગ્ય છે તે ઓફિશિયલ વેબસાઇટ recruitment.ongc.co.in પર વિઝિટ કરી શકે છે. ઉમેદવાર ધ્યાન આપે કે અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2022 છે. એપ્લીકેશન ફોર્મ ભરતા પહેલા ભરતીની ડિટેલ્સ જરૂર વાંચી લો.
ONGCમાં આ પદો પર ઓનલાઇન અરજી પ્રક્રિયા 22 સપ્ટેમ્બર 2022થી શરૂ થઇ ચુકી છે. જો તમે આ નોકરી માટે ઇચ્છુક છો તો તમારી પાસે ઓનલાઇન અરજી કરવા માટે ફક્ત 12 ઓક્ટોબર 2022 સુધીનો જ સમય છે. જો તમે અરજી કરવા માટે ઇચ્છુક છો તો ફટાફટ નીચે આપેલી લિંક પર જઇને અપ્લાય કરી શકો છો. આ પદો પર ભરતી માટે ઇચ્છુક ઉમેદવાર વેબસાઇટ recruitment.ongc.co.in પર અપ્લાય કરી શકે છે.
શું છે વય મર્યાદા
આ પદો પર ફક્ત 40 વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવાર જ અપ્લાય કરી શકે છે.
અરજી કરનાર ઉમેદવાર પાસે સિવિલ/મિકેનિકલ વગેરેમાં બીઇ, બીટેક,એમઇ, એમટેક,એમએસસીની ડિગ્રી હોવી જરૂરી છે. દરેક પદ માટે અલગ યોગ્યતા નિર્ધારિત કરવામાં આવી છે. અરજી કરવા માટે નીચે આપવામાં આવેલી લિંક પર નોટિફિકેશન વાંચી લો.
કેટલી મળશે સેલરી
આ પદો પર પસંદગી પામેલા ઉમેદવારોને સેલરી તરીકે 60 હજાર રૂપિયાથી લઇને 1.80 લાખ રૂપિયા સુધીની સેલરી આપવામાં આવશે.
કેટલી છે એપ્લિકેશન ફીસ
જનરલ, ઇડબલ્યૂએસ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોને એપ્લીકેશન ફીસ તરીકે 300 રૂપિયા ચુકવવા પડશે. સાથે જ એસસી, એસટી કેટેગરીના ઉમેદવારોને કોઇ ફીસ નહીં ચૂકવવી પડે.