Home /News /career /Sarkari Naukri : ઓઈલ ઈન્ડિયા લિમિટેડમાં 146 પોસ્ટ પર ભરતી, ડિપ્લો કરેલા ઉમેદાવારો માટે મોટી તક

Sarkari Naukri : ઓઈલ ઈન્ડિયા લિમિટેડમાં 146 પોસ્ટ પર ભરતી, ડિપ્લો કરેલા ઉમેદાવારો માટે મોટી તક

ઓઈવ ઈન્ડિયા લિમીટેડમાં ભરતી, ઉમેદવારો ઓનલાઇન અરીજ કરી શકશે.

Sarkari Naukri : ઉમેદવારોએ કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે, તેની અહીં સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. જોકે, એડમિટ કાર્ડ વિશે વેબસાઈટ પર અપડેટ આપવામાં આવશે

Oil india Recruitment : ઓઈલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા અનેક પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ પદો પર 10 નવેમ્બર 2021થી 146 પદ માટે અરજીઓ કરવાની શરૂઆત થઈ ગઈ છે. આ પદો માટે 9 ડિસેમ્બર 2021 સુધી અરજી કરી શકાશે. ઓઇલ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ oil-india.com પરથી આ ભરતી માટેની તમામ માહિતી મેળવી શકાશે.

ઓઈલ ઈન્ડિયા લિમિટેડે તેના અસમના ડિબ્રુગઢ, તિનસુકિયા, શિવસાગર અને ચરાઈદેવ અને અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં આવેલા પ્રોડક્શન અને એક્સ્પ્લોરેશન એરિયા માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે.

ઉમેદવારોએ કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે, તેની અહીં સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. જોકે, એડમિટ કાર્ડ વિશે વેબસાઈટ પર અપડેટ આપવામાં આવશે.

આ પણ વાંચો : Sarkari Naukri: PGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી, 37,000 રૂ. પગારથી શરૂઆ

વેકેન્સી ડિટેલ્સ

ડિપ્લોમા કેમિકલ એન્જિનિયર 08, ડિપ્લોમા સિવિલ એન્જિનિયર 12, ડિપ્લોમા કમ્પ્યુટર એન્જિનિયર 05, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગ 21, ડિપ્લોમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરીંગ 03, ડિપ્લોમા ઇન્સ્ટ્રુમેન્શન 32, ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરીંગ 65 જગ્યા ભરવામાં આવશે.

ઉમેદવારોએ યાદ રાખવાનું રહેશે કે, SC, ST, OBC (નોન ક્રિમીલેયર), PwD, EWS and એક્સ સર્વિસમેનને રિઝર્વેશન આપવામાં આવશે.

નોકરીની ટૂંકી વિગતો
જગ્યા :146
શૈક્ષણિક લાયકાત :ડિપ્લોમા એન્જિનિયરીંગ
પસંદગી પ્રક્રિયા :કોમ્યુટર ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ
અરજી કરવાની ફી :200 રૂ.
અરજી કરવાની છેલ્લી તારીખ :9-12-2021
ભરતીની જાહેરાત જોવા માટે :અહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે :અહીંયા ક્લિક કરો



પસંદગી પ્રક્રિયા 

અરજી કરનારા ઉમેદવારોની એક કમ્યુટર બેઝ્ડ ટેસ્ટ લેવાશે. આ ટેસ્ટમાં ઇંન્ગલિશ, જનરલ નોલેજ અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડ, રિઝનિંગ, ન્યૂમરિકલ મેથેમેટિકલ એબિલિટી, ક્ષેત્રને લગતા સવાલો પૂછવામા આવશે. આમ કુલ મળીને એમસીક્યૂ પદ્ધતિથી આ ઓબ્જેક્ટિવ પેપર પૂછાશે.

આ પણ વાંચો : Gujarat Tourism Recruitment 2021: ગુજરાત ટુરિઝમમાં ભરતી, 50,000 રૂપિયા સુધી મળી રહ્યો છે પગાર

અરજી કેવી રીતે કરવાની રહેશે

- ઉમેદવારોએ ઉપર જણાવેલ લિંકથી વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.

- હોમપેજ પર રિક્રુટમેન્ટ ટેબ પર જઈને રિક્રુયમેન્ટ ઓફ વર્ક પર્સન્સ પર ક્લિક કરો.

- ઉમેદવારોએ oil-india.com આ લિંક પરથી ઓઈલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી માટે અરજી કરવાની રહેશે.

- વેબસાઈટમાં રજીસ્ટર નાઉ પર ક્લિક કરીને, વિગતવાર માહિતી ભરવાની રહેશે.

- ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને ફી ભરવાની રહેશે.

- અરજી સબમિટ કર્યા બાદ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી લો અને રેફરન્સ માટે તમારી પાસે એક પ્રિન્ટ કોપી રાખો.

ઓઈલ લિમિટેડમાં ભરતી માટે લેખિત પરીક્ષા CBT મોડમાં આયોજિત કરવામાં આવશે. પ્રશ્નપત્રમાં ત્રણ સેક્શન આપવામાં આવશે. જેમાં જનરલ નોલેજ અને અંગ્રેજી ભાષા, રિઝનિંગ, એરિથમેટીક/ન્યુમેરિકલ અને મેન્ટલ એબિલિટી તથા ડોમેઈન સંબંધિત ટેકનોલોજીના પ્રશ્નો પૂછવામાં આવશે.
First published:

Tags: Jobs, Sarkari Naukri, કેરિયર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો