Home /News /career /

NPCIL Recruitment 2021: NPCILમાં 72 પદો પર આવી ભરતી, 44,900 રૂ. સુધી મળી રહ્યો છે પગાર

NPCIL Recruitment 2021: NPCILમાં 72 પદો પર આવી ભરતી, 44,900 રૂ. સુધી મળી રહ્યો છે પગાર

NPCIL Recruitment 2021 : ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં વિવિધ પોસ્ટ પર ભરતી ફટાફટ કરો અરજી

NPCIL Recruitment 2021 : ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ અથવા NPCIL ભરતી 2021(NPCIL Recruitment 2021)ની નોટિફીકેશન ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવી છે.

    ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ અથવા NPCIL ભરતી 2021(NPCIL Recruitment 2021)ની નોટિફીકેશન ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવી છે. જાહેર કરવામાં આવેલ નોટિફીકેશન અનુસાર 72 પદો પર ભરતી(Job in NPCIL) કરવામાં આવશે. વધુ જાણકારી માટે ઉમેદવારો ઓફિશ્યલ વેબસાઇટ npcilcareers.co.in પર જઇ શકે છે.

    આ પદો માટે નીકળી ભરતી :  જે ખાલી જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ છે, તેમાં નર્સ-એ, ફાર્માસિસ્ટ/બી, સ્ટાઈપેન્ડીયરી ટ્રેઈની/સાયન્ટિફિક આસિસ્ટન્ટ, ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ, સ્ટેનો ગ્રેડ 1, આસિસ્ટન્ટ ગ્રેડ 1, F&A, આસિસ્ટન્ટ ગ્રેડ 1, C અને MM, સ્ટાઈપેન્ડરી તાલીમાર્થી, ST/TM ઓપરેટર, કેટ-II અને અન્ય. પોસ્ટ્સ માટે ભરતી બહાર પાડી છે. આપને જણાવી દઇએ કે, અરજી કરવા માટે દરેક પોસ્ટ માટે વય મર્યાદા અલગ છે.

    વય મર્યાદા : નર્સ-એની પોસ્ટ માટે 27 ડિસેમ્બર, 2021ના રોજ ઉમેદવારોની ઉંમર 18થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સ્ટાઈપેન્ડીયરી ટ્રેઈની/સાયન્ટિફિક આસિસ્ટન્ટની પોસ્ટ માટે 27 ડિસેમ્બર, 2021ના રોજ ઉમેદવારોની ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

    કઇ રીતે કરવી અરજી?

    *સૌપ્રથમ ઓફિશ્યલ વેબસાઇટ npcilcareers.co.in પર જાઓ.

    * Recruitment of Paramedical Posts, Stipendiary Trainees (Cat I & II), Non-Technical Posts at NAPS પર ક્લિક કરો.

    *નવી વિન્ડો ખુલશે.

    *ઉમેદવારોએ પહેલા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

    *ત્યાર બાદ ઉમેદવારે તેના યુઝરનેમ અને પાસવર્ડ સાથે લોગીન કરવાનું રહેશે અને એપ્લીકેશન ફોર્મ ભરવાનું રહેશે.

    *ઉમેદવારોએ અરજી કરતી સમયે અમુક દસ્તાવેજો જેવા કે પાસપોર્ટ ફોટો અને સહી પણ અપલોડ કરવાના રહેશે.

    *ફોર્મ ભર્યા બાદ ભવિષ્યના રેફરન્સ માટે ઉમેદવારે ફોર્મની પ્રિન્ટ પોતાની પાસે જરૂર રાખવી.

    આ પણ વાંચો : BRO Recruitment 2021: બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશનમાં 354 જગ્યા માટે ભરતી, ફટાફટ જાણો વિગતો

    અરજી ફી

    એનપીસીઆઇએલ ભરતી 2021માં કોઇ પણ અરજી ફી રાખવામાં આવી નથી.

    પસંદગી પ્રક્રિયા

    આ NPCIL ભરતી માટે લેખિત પરીક્ષા, સ્કિલ ટેસ્ટ, ઇન્ટરવ્યૂમાં પ્રદર્શનના આધારે પસંદગી કરવામાં આવશે.

     નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા 72
    લાયકાત દરેક પોસ્ટ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા, સ્કિલ ટેસ્ટ, ઇન્ટરવ્યૂ
    અરજી કરવાની ફી

    નિશુલ્ક

    અરજી કરવાની અંતિમ તારીખ 27-12-2021
    ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો



    પગારધોરણ

    ન્યુક્લિઅર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભરતી 2021માં સેલેરી રૂ. 18,000થી રૂ. 44,900 પ્રતિમાસ સુધી આપવામાં આવશે. નોટીફિકેશનમાં સેલેરીની જાણકારી વિગતવાર આપવામાં આવી છે. તમામ પદો માટે પગારધોરણ અલગ-અલગ છે.

    આ પણ વાંચો :  Railway Recruitment 2021: રેલવેમાં 10-12 પાસ માટે નોકરી, અહીંથી સીધા કરો સરકારી નોકરી માટે આવેદન

    મહત્વની તારીખો

    એપ્લિકેશન કરવાની શરૂઆતી તારીખ – 3 ડિસેમ્બર, 2021

    એપ્લિકેશન કરવાની છેલ્લી તારીખે – 27 ડિસેમ્બર, 2021
    First published:

    Tags: Recruitment 2021, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन