NLC Recruitment 2021 : નેવેલી લિગ્નાઈટ કોર્પોરેશન (NLC Recruitment 2021) ઈન્ડિયા લિમિટેડ અનેક પ્રોજેક્ટ માટેના ઉમેદવારની ભરતી કરવા જઈ રહ્યું છે. આ નોકરી માટે એનલએસી દ્વારા કુલ 238 જગ્યા ભરવામાં આવશે અને આગામી 5મી જાન્યુઆરી સુધી ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે. કંપનીએ વેબસાઇટ પર ભરતીની જે જાહેરાત મૂકી છે તે અહીંયા આપવામાં આવી છે. આ ભરતી હેઠળ મિકેનિકલ, ઇલેક્ટ્રીકલ, સિવિલ, કેમિકલ અને માઇનિંગ એન્જિનિયરની ભરતી છે
NLC Recruitment 2021 શૈક્ષણિક યોગ્યતા : એનએલસીની ભરતીમાં ઉમેદવાર કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડિપ્લોમાં અથવા તો ડિગ્રી એન્જિનયિરીંગ પાસ હોવો જોઈએ. આ ઉમેદવારોમાં સામાન્ય અને ઓબીસી ઉમેદવારો ઓછામાં ઓછા 60 ટકા સાથે અને એસસી અને એસટી વર્ગના ઉમેદવારો ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે ડિગ્રી ધરાવતા હોવા અનિવાર્ય છે.
અનુભવ
મિકેનિકલ : ડિપ્લોમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે ફૂલટાઇમ અથવા પાર્ટટાઇમ 3 વર્ષનો અનુભવ
ઇલેક્ટ્રિકલ : ડિપ્લોમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે મિનિમમ 3 વર્ષનો અનુભવ
સિવિલ: ડિપ્લોમાં સિવિલ એન્જિનિયર તરીકેનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ,
કેમિકલ : કેમિકલ એન્જિનિયરીંગમાં ફૂલટાઇમ કે પાર્ટટાઇમ ડિપ્લોમાં સાથે 3 વર્ષનો અનુભવ
માઈનિંગ : ડિપ્લોમાં સાથે માઇનિંગ માઇન સર્વેમાં 3 વર્ષનો અનુભવ
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
238
શૈક્ષણિક લાયકાત
બીઈ અથવા ડિપ્લોમાં એન્જિનિયરીંગ
અનુભવ
મિકેનિકલ : ડિપ્લોમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે ફૂલટાઇમ અથવા પાર્ટટાઇમ 3 વર્ષનો અનુભવ
ઇલેક્ટ્રિકલ : ડિપ્લોમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે મિનિમમ 3 વર્ષનો અનુભવ
સિવિલ: ડિપ્લોમાં સિવિલ એન્જિનિયર તરીકેનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ,
કેમિકલ : કેમિકલ એન્જિનિયરીંગમાં ફૂલટાઇમ કે પાર્ટટાઇમ ડિપ્લોમાં સાથે 3 વર્ષનો અનુભવ
માઈનિંગ : ડિપ્લોમાં સાથે માઇનિંગ માઇન સર્વેમાં 3 વર્ષનો અનુભવ
ઈચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે અને NLCILની વેબસાઈટ (www.nlcindia.in)ના કરિયર પેજ પર NLCILના ઓનલાઈન એપ્લિકેશન પોર્ટલ પર જણાવેલ ડોક્યુમેન્ટની કોપી સ્કેન કરીને અપલોડ કરી શકે છે. અરજી કરતા પહેલા અરજીકર્તાએ NLCIL દ્વારા જાહેર કરેલ નોટિફિકેશનને યોગ્ય રીતે વાંચી લેવું ત્યારબાદ અરજી કરવી.
આ નોકરી માટે ઉમેદવારોની એક પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. આ પ્રવેશ પરીક્ષા 100 માર્ક્સની હશે અને 120 મિનિટ રહેશે. ઉમેદવારો આ પ્રવેશ પરીક્ષાના માધ્યમથી પસંદ કરવામાં આવશે.