Home /News /career /

SarKari Naukri : ITI પાસ માટે NHPCમાં ભરતી, 9,000 રૂપિયા સ્ટાઇપેન્ડથી થશે શરૂઆત

SarKari Naukri : ITI પાસ માટે NHPCમાં ભરતી, 9,000 રૂપિયા સ્ટાઇપેન્ડથી થશે શરૂઆત

NHPC Recruitment 2021: એનચપીસીમાં આઈટીઆઈ પાસ માટે એપ્રેન્ટિસની ભરતી

NHPC Recruitment 2021 : રોજગાર (Jobs)ની શોધમાં હોય તેવા ઉમેદવારો માટે નોકરીની સોનેરી તક આવી છે. NHPC હાલમાં વર્ષ 2021 માટે ITI ઉમેદવારો માટે ભરતી (Jobs in NHPC) પ્રક્રિયા ચાલી રહી છે

    NHPC Recruitment 2021 : રોજગાર (Jobs)ની શોધમાં હોય તેવા ઉમેદવારો માટે નોકરીની સોનેરી તક આવી છે. NHPC હાલમાં વર્ષ 2021 માટે ITI ઉમેદવારો માટે ભરતી (Jobs in NHPC) પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ઉમેદવારોની એપ્રેન્ટિસ એમેન્ડમેન્ટ એક્ટ, 1961 હેઠળ એક વર્ષના સમયગાળા માટે પસંદગી કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે પસંદગી કરાયેલા ઉમેદવારોને NHPC ટનકપુર પાવર સ્ટેશન(Tanakpur Power Station) ખાતે કામ કરવાનું રહેશે. લાયક ઉમેદવારોને નિયમો દ્વારા મંજૂર કરાયેલા માસિક સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવશે. જોકે, આ જોબ કોન્ટ્રાક્ટ આધારીત હોવાથી એપ્રેન્ટિસ (Apprentice Vacancies) કાયમી નોકરી માટે દાવો કરી શકશે નહીં. આ નોકરીમાં પસંદ થનારા ઉમેદવારોને 9,000 રૂપિયા સ્ટાઇપેન્ડ મળશે

    આ લોકો કરી શકે NHPCમાં નોકરી માટે અરજી

    તાજેતરમાં NHPC દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. બહાર પાડવામાં આવેલ ભરતી નોટીફીકેશન અનુસાર 36 જગ્યાઓ માટે ઉમેદવારોની અરજી મંગાવવામાં આવી છે. જેના માટે નીચેના ટ્રેડમાંથી નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ (NCVT) અથવા સ્ટેટ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (SCVT)માંથી ITI સાથે 10+2 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે.

    વેકેન્સી ડિટેલ્સ

    મેકેનિકલ MV – 6 પોસ્ટ, કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ – 7 પોસ્ટ, ઈલેક્ટ્રિશ્યન – 8 પોસ્ટ, ફિટર – 7 પોસ્ટ, વાયરમેન - 2 પોસ્ટ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ મેઈન્ટેનન્સ – 4 પોસ્ટ,. વેલ્ડર – 2 પોસ્ટ

    કઇ રીતે કરવી આ પદો માટે અરજી?

    આ પદોમાં લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ NHPC Ltd, Tanakpur Power Station સર્ચ કરીને apprenticeindia.org વેબસાઈટ પર જઇને સૌથી પહેલા નોંધણી કરાવી અને અરજી કરવી પડશે. ઉમેદવારે પોર્ટલ પર સબમિટ કરેલ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લેવાની રહેશે અને શૈક્ષણિક લાયકાત, ITI માર્કશીટ, આધાર પુરાવાની નકલ, PAN પુરાવા સાથે તમામ સ્વ-પ્રમાણિત પ્રમાણપત્રો NHPC ટનકપુરને પોસ્ટ દ્વારા અથવા વ્યક્તિગત રીતે મોકલવાના રહેશે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા 36
    પસંદગી પ્રક્રિયા ઈન્ટર્વૂય દ્વારા
    શૈક્ષણિક લાયકાત સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ
    અરજી કરવાની ફી નિશુલ્ક
    અરજી કરવાની છેલ્લી તારીખ 7-12-2021
    ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો



    અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ ફરી એકવખત જાહેર નોટીફીકેશનને તપાસી લેવાની સલાહ આપવામાં આવે છે. તમામ પુરાવાઓ યોગ્ય રીતે મોકલવા જેથી ભવિષ્યમાં આગળની પ્રક્રિયામાં તમને કોઈ સમસ્યા ન પડે.

    આ પણ વાંચો : Sarkari Naukri : કેન્દ્ર સરકારની સંસ્થા MECONમાં ભરતી, 51,300 રૂ. સુધી મળી રહ્યો છે પગાર

    વય મર્યાદા

    આ પદો માટે અરજી કરનાર ઉમેદવારની લઘુતમ ઉંમર 1 ડિસેમ્બર, 2021 સુધીમાં 14 વર્ષની હોવી જોઇએ. અરજી કરવાની છેલ્લી તારીખ 7 ડિસેમ્બર, 2021 છે. પસંદગી પામનાર ઉમેદવારોને પહેલા ટ્રેનિંગ આપવામાં આવશે.

    આ પણ વાંચો : Sarkari Naukri: HPCLમાં એપ્રેન્ટિસની ભરતી, 25,000 રૂપિયા મળશે સ્ટાઇપેન્ડ

    પસંદગી પ્રક્રિયા

    લાયક અને શોર્ટલિસ્ટ કરવામાં આવેલા ઉમેવાદરોને ઇન્ટરવ્યૂ માટે સમય અને સ્થળ અંગે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી ઓનલાઇન/વર્ચ્યુઅલ ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રદર્શનના આધારે કરવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: NHPC, Recruitment 2021, Sarkari Naukri

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन