Home /News /career /SarKari Naukri : ITI પાસ માટે NHPCમાં 9,000 રૂ સ્ટાઇપેન્ડની નોકરી, આજે અરજી કરવાની છેલ્લી તક

SarKari Naukri : ITI પાસ માટે NHPCમાં 9,000 રૂ સ્ટાઇપેન્ડની નોકરી, આજે અરજી કરવાની છેલ્લી તક

ITI Apprentice Recruitment in NHPC : એનએચપીસીની ભરીતમાં અરજી કરવાની અંતિમ તક

NHPC Recruitment 2021 : રોજગાર (Jobs)ની શોધમાં હોય તેવા ઉમેદવારો માટે નોકરીની સોનેરી તક આવી છે. આજે એનએચપીસીની એપ્રેન્ટિસ (NHPC Apprentice Recruitment 2021) માટે અરજી કરવાની અંતિમ તક છે

    NHPC Recruitment 2021 : રોજગાર (Jobs)ની શોધમાં હોય તેવા ઉમેદવારો માટે નોકરીની સોનેરી તક આવી છે. NHPC હાલમાં વર્ષ 2021 માટે ITI ઉમેદવારો માટે ભરતી (Jobs in NHPC) પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ઉમેદવારોની એપ્રેન્ટિસ એમેન્ડમેન્ટ એક્ટ, 1961 હેઠળ એક વર્ષના સમયગાળા માટે પસંદગી કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે પસંદગી કરાયેલા ઉમેદવારોને NHPC ટનકપુર પાવર સ્ટેશન(Tanakpur Power Station) ખાતે કામ કરવાનું રહેશે. લાયક ઉમેદવારોને નિયમો દ્વારા મંજૂર કરાયેલા માસિક સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવશે. જોકે, આ જોબ કોન્ટ્રાક્ટ આધારીત હોવાથી એપ્રેન્ટિસ (Apprentice Vacancies) કાયમી નોકરી માટે દાવો કરી શકશે નહીં. આ નોકરીમાં પસંદ થનારા ઉમેદવારોને 9,000 રૂપિયા સ્ટાઇપેન્ડ મળશે. આ ભરતી માટે આજે અરજી કરવાની અંતિમ તારીખ છે. ઉમેદવારો આજે 7મી ડિસેમ્બર (e Recruitment Last Date of Application) સુધી આ ભરતી માટે અરજી કરી શકશે.

    જગ્યા :  તાજેતરમાં NHPC દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. બહાર પાડવામાં આવેલ ભરતી નોટીફીકેશન અનુસાર 36 જગ્યાઓ માટે ઉમેદવારોની અરજી મંગાવવામાં આવી છે. જેના માટે નીચેના ટ્રેડમાંથી નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ (NCVT) અથવા સ્ટેટ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (SCVT)માંથી ITI સાથે 10+2 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે.

    આ ટ્રેડ માટે જરૂર છે :  મેકેનિકલ MV – 6 પોસ્ટ, કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ – 7 પોસ્ટ, ઈલેક્ટ્રિશ્યન – 8 પોસ્ટ, ફિટર – 7 પોસ્ટ, વાયરમેન - 2 પોસ્ટ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ મેઈન્ટેનન્સ – 4 પોસ્ટ,. વેલ્ડર – 2 પોસ્ટ

    આ પણ વાંચો : India Coast Guard Recruitment 2021: કોસ્ટગાર્ડમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતી, 56,100 રૂ. પગારથી થશે શરૂઆત

    વય મર્યાદા

    આ પદો માટે અરજી કરનાર ઉમેદવારની લઘુતમ ઉંમર 1 ડિસેમ્બર, 2021 સુધીમાં 14 વર્ષની હોવી જોઇએ. અરજી કરવાની છેલ્લી તારીખ 7 ડિસેમ્બર, 2021 છે. પસંદગી પામનાર ઉમેદવારોને પહેલા ટ્રેનિંગ આપવામાં આવશે.

    નોકરીની ટૂંકી વિગતો
    જગ્યા36
    પસંદગી પ્રક્રિયાઈન્ટર્વૂય દ્વારા
    શૈક્ષણિક લાયકાતસંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ
    અરજી કરવાની ફીનિશુલ્ક
    અરજી કરવાની છેલ્લી તારીખ7-12-2021
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    અરજી કરવા માટે :  આ પદોમાં લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ NHPC Ltd, Tanakpur Power Station સર્ચ કરીને apprenticeindia.org વેબસાઈટ પર જઇને સૌથી પહેલા નોંધણી કરાવી અને અરજી કરવી પડશે. ઉમેદવારે પોર્ટલ પર સબમિટ કરેલ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લેવાની રહેશે અને શૈક્ષણિક લાયકાત, ITI માર્કશીટ, આધાર પુરાવાની નકલ, PAN પુરાવા સાથે તમામ સ્વ-પ્રમાણિત પ્રમાણપત્રો NHPC ટનકપુરને પોસ્ટ દ્વારા અથવા વ્યક્તિગત રીતે મોકલવાના રહેશે.

    આ પણ વાંચો : BRO Recruitment 2021: બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશનમાં 354 જગ્યા માટે ભરતી, ફટાફટ જાણો વિગતો

    અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ ફરી એકવખત જાહેર નોટીફીકેશનને તપાસી લેવાની સલાહ આપવામાં આવે છે. તમામ પુરાવાઓ યોગ્ય રીતે મોકલવા જેથી ભવિષ્યમાં આગળની પ્રક્રિયામાં તમને કોઈ સમસ્યા ન પડે.

    પસંદગી પ્રક્રિયા

    લાયક અને શોર્ટલિસ્ટ કરવામાં આવેલા ઉમેવાદરોને ઇન્ટરવ્યૂ માટે સમય અને સ્થળ અંગે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી ઓનલાઇન/વર્ચ્યુઅલ ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રદર્શનના આધારે કરવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs, Sarkari Naukri 2021, કેરિયર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन