Home /News /career /Railway Recruitment 2021: રેલવેની ભરતીમાં ધો.10-12 પાસ માટે અરજી કરવાની અંતિમ તક, 20,200 રૂ. સુધી મળશે પગાર
Railway Recruitment 2021: રેલવેની ભરતીમાં ધો.10-12 પાસ માટે અરજી કરવાની અંતિમ તક, 20,200 રૂ. સુધી મળશે પગાર
Indian Railway Recruitment : રેલવેમાં ગ્રુપ સીની ભરતી માટે આજે અરજી કરવાની અંતિમ તક
Railway Group C Recruitment 2021 : ધોરણ 10 અને ધોરણ 12 પાસ કરી સરકારી નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે અંતિમ તક, રેલ્વે દ્વારા પોતાના વિવિધ ઝોનમાં ગ્રુપ સી અંતર્ગત વિવિધ પદો (Railway Group C Recruitment Notification) પર ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે.
Railway Group C Recruitment 2021: ધોરણ 10 અને ધોરણ 12 પાસ કરી સરકારી નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રેલ્વે દ્વારા પોતાના વિવિધ ઝોનમાં ગ્રુપ સી અંતર્ગત વિવિધ પદો (Railway Group C Recruitment Notification) પર ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે. આ પદો પર (Railway jobs for 12th pass) અરજી કરવાની પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી આ પદો (Railway jobs for 10th pass) પર અંતિમ તારીખ સુધી અરજી કરી શકે છે. જણાવી દઈએ કે આ પદો માટે ઉમેદવારોની પસંદગી કોઈપણ પરીક્ષા વિના કરવામાં આવશે. (Last Date to Online Application of Railway Group C Recruitment) આજે આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ છે. અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા યુવાનો ભરતી માટે અરજી કરી શકશે.
રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર રેલવેમાં આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત કરવામાં આવી રહી છે. જાણો રેલવેના કયા કયા ઝોનમાં ગ્રુપ સીના પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે અને તેના પર અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે.
NCR Group C Recruitment 2021: જગ્યા
ઉત્તર મધ્ય રેલવે (North Central Railway bharti) દ્વારા ગ્રુપ સીના પદો પર ભરતી અંગ જોહેરાત કરવામાં આવી છે. આ પદો પર (Railway group c bharti 2021) 26 નવેમ્બરથી અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઉમેદવારો આ પદો પર ઓફિશિયલ વેબસાઈટ rrcpryj.orgના માધ્યમથી અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 25 ડિસેમ્બર 2021 છે. આ ભરતી પ્રક્રિયાથી કુલ 21 ખાલી પદો પર અરજી મંગાવવામાં આવી છે.
આ પદો (NCR Group C Recruitment 2021) પર અરજી કરવા માટે ઉમેદવાર કોઈપણ માન્ય શિક્ષણ બોર્ડથી ધોરણ 12 પાસ હોવો જરૂરી છે. આ સાથે જ ઉમેદવાર પાસે સંબંધિત રમતમાં રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતામાં ભાગ લીધેલ હોવો જોઈએ.
ટેક્નિશિયન (III) પદ માટે ઉમેદવારનું ધોરણ 10 પાસ હોવું જરૂરી છે. વધુ માહિતી માટે ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરાયેલ નોટિફિકેશન જોઈ શકે છે.
Central Railway Group C Bharti 2021: મધ્ય રેલવેએ વિવિધ પદો પર ભરતી જાહેર કરી છે. આ પદો પર 13 ડિસેમ્બરથી એરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ આ પદો પર ઓફિશિયલ વેબસાઈટ rrccr.comના માધ્યમથી 27 ડિસેમ્બર 2021 સુધી અરજી કરી શકાશે.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
21
શૈક્ષણિક લાયકાત
આ પદો (NCR Group C Recruitment 2021) પર અરજી કરવા માટે ઉમેદવાર કોઈપણ માન્ય શિક્ષણ બોર્ડથી ધોરણ 12 પાસ હોવો જરૂરી છે. આ સાથે જ ઉમેદવાર પાસે સંબંધિત રમતમાં રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતામાં ભાગ લીધેલ હોવો જોઈએ.
ટેક્નિશિયન (III) પદ માટે ઉમેદવારનું ધોરણ 10 પાસ હોવું જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી ગેમ અચિવમેન્ટ્સના નિરિક્ષણ અને મૂલ્યાંકન અનુસાર કરવામાં આવશે.
ખાલી પડેલા કુલ 21 પદો પર અરજી મંગાવવામાં આવી રહી છે. જોહેર કરવામાં આવેલ નોટિફિકેશન અંતર્ગત આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત લેવલ 5/4 અને લેવલ 3/2ના પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે.
આ પદો પર અરજી કરનાર ઉમેદવારની વય 18 થી 25 વર્ષ વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારોની વયની ગણતરી 1 જાન્યુઆરી 2022થી કરવામાં આવશે. જાહેર નોટિફિકેશન અનુસાર ઉમેદવારની વયમર્યાદામાં કોઈ પ્રકારની છુટછાટ આપવામાં આવશે નહી.