Home /News /career /Sarkari Naukri 2021: ધોરણ 8-10 પાસ માટે 1290 પદો પર ભરતી, અરજી કરવાની છેલ્લી તક

Sarkari Naukri 2021: ધોરણ 8-10 પાસ માટે 1290 પદો પર ભરતી, અરજી કરવાની છેલ્લી તક

NCL Apprentice Recruitment 2022 :10 પાસ રેલા ઉમેદવારો માટે ભરતી, અહીંયાથી કરો અરજી

NCL Apprentice Recruitment 2021 : ધોરણ 8 અને ધોરણ 10 પાસ કરી સરકારી નોકરી (Government Jobs) ની શોધ કરતા ઉમેદવારો માટે આ બમ્પર ભરતીમાં અરજી કરવાની છેલ્લી તક

Sarkari Naukri Result 2021:  ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં ધોરણ 8 અને ધોરણ 10 પાસ કરી સરકારી નોકરી (Government Jobs) ની શોધ કરતા કેન્ડિડેટ્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. નોર્થન કોલફિલ્ડ લિમિટેડ (Northern Coalfield limited Recruitment 2021) દ્વારા મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પોતાના વિવિધ યુનિટ્સમાં ભરતીઓ (Recruitment) માટે ઉમેદવારો પાસેથી આવેદન મંગાવ્યા છે. આ પદો પર અરજી કરવાની પ્રક્રિયા 6 ડિસેમ્બર 2021થી શરૂ થશે. અરજી કરવાની અંતિમ તારીખ 20 ડિસેમ્બર 2021 છે. આજે આ બમ્પર ભરતીમાં (Northern Coalfield limited Recruitment 2021 Last Date of Online Application) અરજી કરવાની છેલ્લી તારીખ છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી ઓનલાઇન લિંક પર ક્લિક કરી અને અરજી કરી શકશે,.

NCL Recruitment 2021 1295 જગ્યા પર થશે ભરતી : ખાલી પડેલા પદોની સંખ્યા :  આ નોકરીમાં વેલ્ડર- 88 પદ, ફિટર- 685 પદ,  ઈલેક્ટ્રિશિયન- 430 પદ,. કુલ- 1295 પદ

NCL Recruitment 2021: શૈક્ષણિક લાયકાત

ઈલેક્ટ્રિશિયન, ફિટર અને મોટર મિકેનિકના પદ પર અરજી કરવા માટે ઉમેદવાર કોઈપણ માન્ય બોર્ડમાં ધોરણ 10 પાસની લાયકાત ધરાવતો હોવો જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર પાસે સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈની ડિગ્રી હોવી પણ જરૂરી છે. વેલ્ડરના પદ માટે ઉમેદવાર ધોરણ 8 પાસ હોવો જરૂરી છે, સાથે જ આઈટીઆઈની ડિગ્રી પણ ધરાવતો હોવો જોઈએ.

આ પણ વાંચો : Sarkari Naukri: નવરત્ન કંપની NBCCમાં ભરતીમાં, 1,80,000 રૂ. સુધી મળી રહ્યો છે પગાર

NCL Recruitment 2021: વય મર્યાદા

આ વિવિધ પદો પર અરજી કરવા માંગતા ઉમેદવારોની વય 16થી 24 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

ઓબીસી વર્ગ માટે વય મર્યાદામાં 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે.

એસસી અને એસટી વર્ગના ઉમેદવારોને 5 વર્ષની છુટછાટ આપવામાં આવશે.

નોકરીની ટૂંકી વિગતો
નોકરીની જગ્યા1295
શૈક્ષણિક લાયકાતધોરણ 8 પાસ અને ધોરણ 10 પાસ સાથે સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈમાંથી કોર્સ
પસંદગી પ્રક્રિયાઉમેદવારોની પસંદગી શૈક્ષણિક લાયકાતના આધાર પર તૈયાર કરવામાં આવેલા મેરિટ પરથી કરવામાં આવશે.
અરજી ફીનિશુલ્ક
અરજી કરવાની અંતિમ તારીખ22-12-2021
ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરોઅહીંયા ક્લિક કરો 
ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો 



NCL Recruitment 2021: પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી શૈક્ષણિક લાયકાતના આધાર પર તૈયાર કરવામાં આવેલા મેરિટ પરથી કરવામાં આવશે.

ઉમેદવારો આ ભરતીને સંલગ્ન કોઈ પણ જાણકારી માટે ઓફિશિયલ વેબસાઈટ પર નોટિફિકેશન જોઈ શકે છે.

અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો નીચે આપેલી ઓફિશિયલ લિન્ક પર ક્લિક કરી વિગતો જોઈ શકે છે. http:///https://www.nclcil.in/Content/nclcil.in/Document/771Notification

આ પણ વાંચો :  ONGC Recruitment 2021:HR એક્ઝિક્યૂટીવ અને PROની ભરતી, અહીંથી સીધા કરો અરજી

અરજી કરવા માટે 

અરજી કરવા માટે ઉમેદવારોએ એપ્રેન્ટિસશીપ ઈન્ડિયાની વેબસાઇટ પર જઈને પહેલા ં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન બાદ તમારારા લોગીન આઈડીથી ફરી લોગીન ઈન કરી અને એનસીએલની ભરતી પર આવેદન કરવાનું રહેશે.

NCL Recruitment 2021: મહત્વની તારીખો

અરજી કરવાની શરૂઆતી તારીખ – 6 ડિસેમ્બર 2021
અરજી કરવાની અંતિમ તારીખ – 22 ડિસેમ્બર 2021
First published:

Tags: Jobs, Sarkari Naukri 2021