Home /News /career /Sarkari Naukri: નેશનલ હાઉસિંગ બેંકમાં આવી સરકારી નોકરી, આ તારીખથી કરી શકાશે અરજી
Sarkari Naukri: નેશનલ હાઉસિંગ બેંકમાં આવી સરકારી નોકરી, આ તારીખથી કરી શકાશે અરજી
Housing Bank NHB Recruitment 2021 : નેશનલ હાઉસિંગ બેંકમાં 16 જગ્યા માટે ભરતી, મેનેજરની પોસ્ટ માટે આવેદન કરવા કરો અરજી
ational Housing Bank Recruitment 2021 : રાષ્ટ્રીય આવાસ બેંક (National Housing Bank Recruitment 2021)માં સરકારી નોકરી (Jobs in NHB) કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે કામના સમાચાર સામે આવ્યા છે.
રાષ્ટ્રીય આવાસ બેંક (National Housing Bank Recruitment 2021)માં સરકારી નોકરી (Jobs in NHB) કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે કામના સમાચાર સામે આવ્યા છે. નેશનલ હાઉસિંગ બેંક (NHB) ટૂંક સમયમાં તેની વેબસાઈટ એટલે કે nhb.org.in પર આસિસ્ટન્ટ મેનેજર(Assistant Manager) (સ્કેલ 1), Dy મેનેજર (Dy Manager) (સ્કેલ 2) અને રિજનલ મેનેજર (Regional Manager) (રિસ્ક મેનેજર) ની પોસ્ટ પર ભરતી માટે નોટિફિકેશન (Job Notification) જાહેર કરે તેવી શક્યતાઓ છે. અહેવાલો મુજબ, NHB બેંક મેનેજરના પદો માટે ઑનલાઇન રજીસ્ટ્રેશન (Apply Online) 1 ડિસેમ્બર 2021થી શરૂ થશે અને અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર 2021 છે.
જગ્યા : કુલ 17 ખાલી પદો પર ભરતી કરવામાં આવશે. જેમાં 14 જગ્યાઓ આસિસ્ટન્ટ મેનેજર, 2 જગ્યાઓ Dy મેનેજર માટે અને 1 જગ્યા રીજનલ મેનેજર માટે છે. અરજી કરવા આતુર ઉમેદવારો નેશનલ હાઉસિંગ બેંકની ઓફિશ્યલ વેબસાઇટ પર નોટીફીકેશન જાહેર થયા બાદ તમામ વિગતો ચકાસી શકે છે.
આપને જણાવી દઇએ કે, NHBએ તેની ભરતીની જાહેરાતમાં સ્પષ્ટતા કરી છે કે પોસ્ટ્સ મુજબ જાહેર કરાયેલી ખાલી જગ્યાઓની સંખ્યા કામચલાઉ છે અને બેંકની વાસ્તવિક જરૂરિયાત મુજબ તેમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે.
રાષ્ટ્રીય આવાસ બેંકમાં જાહેર કરવામાં આવેલ ભરતીમાં અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો બેંકની ઓફિશ્યલ વેબસાઇટ nhb.org.in પર ઉપલબ્ધ કરાવવામાં આવનાર ઓનલાઇન એપ્લીકેશન ફોર્મ દ્વારા અરજી કરી શકશે. ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા આવતીકાલથી એટલે કે 1 ડિસેમ્બર, 2021થી શરૂ થશે અને ઉમેદવારો 30 ડિસેમ્બર, 2021 સુધી પોતાની એપ્લીકેશન ઓનલાઇન સબમિટ કરી શકશે.
ઉલ્લેખનીય છે કે નેશનલ હાઉસિંગ બેંક દ્વારા ઉમેદવારો માટે અરજી ફી કેટલી અને કઇ રીતે રાખવામાં આવી છે, તેની જાણીકારી જાહેર કરવામાં આવેલ જાહેરાતમાં આપવામાં આવી નથી. એવામાં રજીસ્ટ્રેશન ફી અંગે ઉમેદવાર ઓફિશ્યલ નોટીફીકેશન બાદ જ જાણી શકશે. આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત અંગે પણ હજુ સુધી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. તેના માટે તમારે 1 ડિસેમ્બર,2021ના રોજ ઓફિશ્યલ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.
આ પદો માટે લાયક ઉમેદવારની પસંદગી બે ચરણોમાં કરવામાં આવશે. જેમાં સૌથી પહેલા ઉમેદવારે ઓનલાઇન પરીક્ષા આપવાની રહેશે. તેમાં પાસ થનાર ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં કરેલા પ્રદર્શનના આધારે નોકરી માટે પસંદગી કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર