Home /News /career /

Sarkari Naukri: સરકારી નોકરીમાં બમ્પર ભરતી, 7000થી વધુ જગ્યાઓ પર થશે નિમણૂંક, આવી રીતે કરો અરજી

Sarkari Naukri: સરકારી નોકરીમાં બમ્પર ભરતી, 7000થી વધુ જગ્યાઓ પર થશે નિમણૂંક, આવી રીતે કરો અરજી

NHM Recruitment 2021 : નેશનલ હેલ્થ મિશન તમિલનાડુમાં ભરતી

National Health Mission NHM Tamilnadu Recruitment 2021 : નેશનલ હેલ્થ મિશને (NHM) તમિલનાડુમાં બમ્પર સરકારી ભરતી, જો તમારી પાસે આ લાયકાત

    NHM Tamilnadu Recruitment 2021:  નેશનલ હેલ્થ મિશને (NHM) તમિલનાડુમાં બમ્પર સરકારી ભરતી ( Sarkari Naukrii) પ્રક્રિયા હાથ ધરી છે. જો તમે તબીબી ક્ષેત્રથી આવો છો અને નોકરી (Medical job) શોધી રહ્યા છો, તો અરજી કરવાની આ સારી તક છે. તમિલનાડુના ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી, નેશનલ હેલ્થ મિશન (NHM Tamilnadu Recruitment 2021)એ મિડ લેવલ હેલ્થ પ્રોવાઇડર, મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર (MALE) અને અન્ય વિવિધ પદો માટે ઉમેદવારોની ભરતી કરવા અરજીઓ મંગાવી છે. ઇચ્છુક અને લાયક ઉમેદવારો આગામી 15 ડિસેમ્બર અથવા તે પહેલાં ઓફલાઇન મોડ દ્વારા પોતાનું અરજી ફોર્મ સબમિટ કરી શકે છે.

    કયા અને કેટલા પદ પર થશે ભરતી?  :  ભરતી ઝુંબેશ હેઠળ કુલ 7296 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં 4848 પોસ્ટ્સ પોસ્ટ મિડ લેવલ હેલ્થ પ્રોવાઇડર (MLHP) માટે અને 2448 પોસ્ટ્સ મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર (MALE)/હેલ્થ ઇન્સ્પેક્ટર ગ્રેડ-2ની છે.

    વય મર્યાદા

    આ જગ્યાઓ માટે મહત્તમ વય મર્યાદા 50 વર્ષની છે. મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર (MALE) /હેલ્થ ઇન્સ્પેક્ટર ગ્રેડ પોસ્ટ્સ સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારોને નેશનલ હેલ્થ મિશન દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન પર નજર નાંખવાની સલાહ આપવામાં આવે છે. નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો.

    આ પણ વાંચો : Sarkari Naukri: CSLમાં એન્જિનિયરની ભરતી, 70,000 રૂપિયા સુધી મળી રહ્યો છે પગાર, ફટાફટ કરો અરજી

    જ્યારે મિડ લેવલ હેલ્થ પ્રોવાઇડર પોસ્ટ્સ માટેની લાયકાતના માપદંડ વિશે વધુ જાણવા માટે ઉમેદવારોને નેશનલ હેલ્થ મિશન દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન વાંચી લેવાની સલાહ આપવામાં આવે છે. નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો.

    કોણ કરી શકે છે અરજી?

    ઉમેદવારે મિડ લેવલ હેલ્થ પ્રોવાઇડર (MLHP) - તમિલનાડુ નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલા DGNM/ B.Sc નર્સિંગ/ B.Sc B.Sc નર્સિંગ કર્યું હોવું જોઈએ. મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર (MALE) /હેલ્થ ઇન્સ્પેક્ટર ગ્રેડ પોસ્ટ્સ પર માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી SSLC લેવલ (ધોરણ 12)માં બાયોલોજી/ વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રમાંથી એક વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ અને તમિલ ભાષાની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

    નોકરીની ભરતીમાં ટૂંકી વિગતો































    જગ્યા : 7,000
    શૈક્ષણિક લાયકાત : DGNM/ B.Sc નર્સિંગ/ B.Sc B.Sc -SSLC લેવલ (ધોરણ 12)માં બાયોલોજી/ વનસ્પતિશાસ્ત્ર સાથે પાસ
    પસંદગી પ્રક્રિયા :
    અરજી કરવાની ફી
    અરજી કરવાની અંતિમ તારીખ 15-12-2021
    ભરતીની જાહેરાત જોવા માટે : મિડ લેવલ હેલ્થ માટે અહીંયા ક્લિક કરો

    અરજી કરવા માટે :  અહીંયા ક્લિ કરો



    આ પોસ્ટ માટે લાયકાતના માપદંડ વિશે વધુ જાણવા માટે ઉમેદવારોને રાષ્ટ્રીય આરોગ્ય મિશન દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન વાંચી લેવાની સલાહ આપવામાં આવે છે. નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો.

    કેવી રીતે અરજી કરવી?

    ઉમેદવારોએ આ પોસ્ટ માટેના સંબંધિત ડોક્યુમેન્ટની ફોટોકોપી સાથે અરજી એક્ઝિક્યુટિવ સેક્રેટરી / ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ હેલ્થ સર્વિસીસ, રિસ્પેકટિવ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ખાતે આગામી તા. 15 ડિસેમ્બર, 2021 સુધીમાં મોકલવાની રહેશે.

    આ પણ વાંચો : Sarkari Naukri: ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં 10-12 પાસ માટે 188 જગ્યા પર ભરતી, 19,000 પગારથી શરૂઆત

    મિડ લેવલ હેલ્થ પ્રોવાઇડર (MLHP)ની પોસ્ટ માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

    મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર (MALE) /હેલ્થ ઇન્સ્પેક્ટર ગ્રેડ-2ની પોસ્ટ માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
    First published:

    Tags: Jobs, કેરિયર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन