Home /News /career /Bank Recruitment 2021: આ બેંકમાં PO અને એસોસિએટની નોકરી, ગ્રેજ્યુએટને 63,000 રૂ. સુધી મળશે પગાર
Bank Recruitment 2021: આ બેંકમાં PO અને એસોસિએટની નોકરી, ગ્રેજ્યુએટને 63,000 રૂ. સુધી મળશે પગાર
જમ્મુ એન્ડ કાશ્મીર બેંકમાં સરકારી નોકરીની ભરતી
Sarkari Naukri 2021 : આવેદન પ્રક્રિયા 28 ઓક્ટોબરથી શરૂ થઇ ચૂકી છે અને છેલ્લી તારીખ 17 નવેમ્બર, 2021 છે. ત્યાર બાદ કરવામાં આવેલી કોઇ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.
Bank Recruitment 2021: જમ્મૂ-કાશ્મીર બેંક લિમિટેડે (Jammu and Kashmir Bank, J&K Bank) પ્રોબેશનરી ઓફિસર(PO) અને બેંકિંગ એસોસિએટ (Banking Associate)ની ભરતી માટે નોટિફિકેશન (Job Notification) જાહેર કરી દીધું છે છે. જે અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં કુલ 20 પોસ્ટ પર ભરતી (Job Recruitment) કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવાર બેંકની ઓફિશ્યલ વેબસાઇટ jkbank.com દ્વારા આ પદો માટે અરજી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આવેદન પ્રક્રિયા 28 ઓક્ટોબરથી શરૂ થઇ ચૂકી છે અને છેલ્લી તારીખ 17 નવેમ્બર, 2021 છે. ત્યાર બાદ કરવામાં આવેલી કોઇ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.
આ અંતર્ગત કુલ 45 પદો પર ભરતી કરવામાં આવશે, જેમાં 25 વેકેન્સી બેંકિંગ એસોસિએટ અને 20 પ્રોબેશનરી ઓફિસર માટે છે. વધુ જાણકારી માટે તમે ભરતી સંબંધિત જાહેર કરાયેલા નોટિફીકેશન જોઇ શકો છો.
શૈક્ષણિક લાયકાત
આ પદો માટે અરજી કરવામાં માટે ઉમેદવારે કોઇ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઇ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશન કર્યુ હોવું જરૂરી છે. આ સિવાય વિવિધ પદો સાથે સંબંધિત જ્યુકેશન ક્વોલીફીકેશન ચેક કરવા માટે ઉમેદવાર ઓફિશ્યલ વેબસાઇટ પર રહેલ નોટિફિકેશન ચેક કરી શકે છે. તમામ અરજીકર્તાઓ માટે રૂ. 1000 સુધીની અરજી ફી નક્કી કરવામાં આવી છે.
આ પદો માટે અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદા 20 વર્ષથી 32 વર્ષની વચ્ચે હોવી જોઇએ. જોકે મહત્તવ વયમર્યાદામાં ઓબીસી કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષ અને SC અને ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટ આપવામાં આવી છે. ઉમેદવારની ઉંમરની ગણતરી 1 એપ્રિલ 2021થી કરવામાં આવશે.
પીઓના પદો માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં પ્રાથમિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઈન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. તો ક્લર્કના પદો પર ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષાના આધારે તૈયાર કરવામાં મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે.