Home /News /career /ITBP SI Recruitment 2022 : ITBPમાં મોટી ભરતી, પગાર સાંભળીને તમે આજે જ કરશો અરજી

ITBP SI Recruitment 2022 : ITBPમાં મોટી ભરતી, પગાર સાંભળીને તમે આજે જ કરશો અરજી

સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટે અરજી કરવાની આવતીકાલે છે છેલ્લી તારીખ

ITBP SI Recruitment 2022 Sarkari Naukri: ITBP માં મોટા પ્રમાણમાં ભરતી કરવામાં આવી રહી છે. જેના માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જોકે અરજીની છેલ્લી તારીખ એકદમ નજીક આવી ગઈ છે. ખાસ, ઉમેદવારોએ અરજી કરતા પહેલા આ માહિતી જરૂરથી વાંચવી...

વધુ જુઓ ...
    ITBP SI Recruitment 2022: ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) માં નોકરી (Sarkari Naukri) મેળવવાની સુવર્ણ તક સામે આવી છે. આ માટે (ITBP SI Recruitment 2022) આવતીકાલે એટલે કે 29 સપ્ટેમ્બર ITBP માં સબ-ઇન્સ્પેક્ટર (સ્ટાફ નર્સ) ની જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો જેમણે હજુ સુધી આ પોસ્ટ્સ માટે અરજી કરી નથી, તેઓ ITBP ની સત્તાવાર વેબસાઇટ recruitment.itbpolice.nic.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર રાખવામાં આવી છે.

    આ પણ વાંચો: DRDOમાં સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ સહિત 1901 જગ્યાઓ માટે અરજી કરવાની અંતિમ તારીખ નજીક, જાણો અહી

    ઉમેદવારો આ પોસ્ટ્સ માટે આ લિંક https://recruitment.itbpolice.nic.in/ દ્વારા સીધી અરજી પણ કરી શકે છે. આ ઉપરાંત, આ લિંક ITBP SI Recruitment 2022 Notification PDF પર ક્લિક કરીને જોઈ શકો છો. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 18 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

    ITBP SI Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખ

    ઓનલાઈન આવેદન કરવાની શરૂઆત - 17 ઓગસ્ટ
    ઓનલાઈન આવેદન કરવાની છેલ્લી તારીખ - 29 સપ્ટેમ્બર

    ITBP SI Recruitment 2022 માટે ખાલી જગ્યા

    ભારતીમાં કુલ જગ્યા - 18

    ITBP SI ભરતી 2022 માટે પાત્રતા

    ઉમેદવારોએ માન્યતાપ્રાપ્ત બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી 10+2ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા તેની સમકક્ષ હોવા જોઈએ. આ ઉપરાંત, જનરલ નર્સિંગ અને મિડવાઈફરીની પરીક્ષા પાસ કરવી જોઈએ.

    ITBP SI ભરતી 2022 માટે વય મર્યાદા

    ઉમેદવારોની વય મર્યાદા 21 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ

    ITBP SI ભરતી 2022 માટે અરજી ફી

    ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂપિયા 200 ચૂકવવાના રહેશે. જો કે, ભૂતપૂર્વ સૈનિકો, એસસી, એસટી અને મહિલા ઉમેદવારો માટે કોઈ અરજી ફી નથી.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: ITBP, Job, Recruitment 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन