Sarkari Naukri : IOCLમાં 1968 પદો પર બમ્પર ભરતીની જાહેરાત, 12 નવેમ્બર સુધી કરી શકાશે અરજી

ઇન્ડિયન ઓઇલમાં સરકારી નોકરી માટે ભરતી આજે અંતિમ તારીખ ફટાફટ કરો એપ્લાય

Sarkari Naukri IOCL Trade Apprentice : ઈચ્છુક ઉમેદવારો IOCLની અધિકૃત વેબસાઈટ iocl.com પરથી 12 નવેમ્બર પહેલા અરજી કરી શકે છે. ફટાફટ જાણો લાયકાત અને અરજી કરવાની પ્રક્રિયા

  • Share this:
    જે લોકો પોતાનું કરિઅર બનાવવા ઈચ્છે છે, તે ગ્રેજ્યુએટ્સ માટે સુવર્ણ તક આવી ગઈ છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL Trade Apprentice Recruitment ) એ અનેક રિફાઈનરીઓમાં એપ્રેન્ટીસ પોસ્ટ માટે અનેક વેકેન્સી માટેની જાહેરાત કરી છે. નોટિફિકેશન અનુસાર ઓર્ગેનાઈઝેશન 1968થી વધુ પદો માટે ટ્રેડ એપ્રેન્ટીસ અને ટેકનિશિનયન એપ્રેન્ટીસની પોસ્ટ પર ભરતી કરવા ઈચ્છે છે. ગુવાહાટી, બરૌની, ગુજરાત, હલ્દિયા, મથુરા, PRPC, પાનીપત, દિગ્બોઈ, બોંગાઈગાવ અને પારાદીપ જેવા શહેરોમાં ભરતી કરવામાં આવી રહી છે. ઈચ્છુક ઉમેદવારો IOCLની અધિકૃત વેબસાઈટ iocl.com પરથી 12 નવેમ્બર પહેલા અરજી કરી શકે છે.

    IOCL ભરતી માટેની જાહેરાત

    વેકેન્સી: 1968

    ટ્રેડ એપ્રેન્ટીસ – 488 , એટેન્ડન્ટ ઓપરેટર પોસ્ટ ટ્રેડ એપ્રેન્ટીસ- 205, ફીટર પોસ્ટ ટ્રેડ એપ્રેન્ટીસ, કેમિકલ- 362, ટ્રેડ એપ્રેન્ટીસ બોઈલર, મિકેનિકલ- 80, ટ્રેડ એપ્રેન્ટીસ, મિકેનિકલ- 236, ટ્રેડ એપ્રેન્ટીસ, ઈન્સ્ટ્રુમેન્ટેશન- 117. ટ્રેડ એપ્રેન્ટીસ, સેક્રેટેરિયલ આસિસ્ટન્ટ- 69, ટ્રેડ એપ્રેન્ટીસ, એકાઉન્ટન્ટ- 32
    ટ્રેડ એપ્રેન્ટીસ, ડેટા એન્ટ્રી ઓપરેટર, સ્કિલ સર્ટીફિકેટ હોલ્ડર્સ- 41

    પસંદગીની પ્રક્રિયા- આ માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવાની રહેશે. ઉમેદવારો આ પરીક્ષામાં પાસ થશે તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.

    શૈક્ષણિક લાયકાત-

    એટેન્ડન્ટ ઓપરેટર- ઉમેદવારો પાસે B.Sc (ફિઝિક્સ, મેથેમેટિક્સ, કેમેસ્ટ્રી/ઈન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી) ની ડિગ્રી હોવી જરૂરી છે. ફીટર- ઉમેદવારોએ 12 પાસ કરેલું હોવું જોઈએ અને ITI માં 2 વર્ષનો અનુભવ હોલો જોઈએ. ટ્રેડ એપ્રેન્ટીસ બોઈલર, મિકેનિકલ- ઉમેદવારો પાસે B.Sc (ફિઝિક્સ, મેથેમેટિક્સ, કેમેસ્ટ્રી/ઈન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી) ની ડિગ્રી હોવી જરૂરી છે. ટેકનિશિયન એપ્રેન્ટીસ- ઉમેદવારોએ ડિપ્લોમાં કરેલું હોવું જોઈએ. ટ્રેડ એપ્રેન્ટીસ

    આ પણ વાંચો : ONGC Recruitment 2021: ONGCમાં 400 પદ પર ભરતીની અંતિમ તારીખ આવી નજીક, અહી જાણો બધુ જ

    સેક્રેટેરિયલ આસિસ્ટન્ટ- ઉમેદવારો પાસે કોઈપણ સ્ટ્રીમની ગ્રેજ્યુએટ (B.A./B.Sc/B.Com) ની ડિગ્રી હોવી જોઈએ. ટ્રેડ એપ્રેન્ટીસ, એકાઉન્ટન્ટ- ઉમેદવાર પાસે B.Com ની ડિગ્રી હોવી જરૂરી છે. ડેટા એન્ટ્રી ઓપરેટર- ઉમેદવાર 12 પાસ હોવો જોઈએ સ્કિલ સર્ટીફિકેટ હોલ્ડર્સ- ઉમેદવાર 12 પાસ હોવો જોઈએ અને ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટરમાં સર્ટીફિકેટ મેળવેલ હોવું જોઈએ.

    ભરતી માટેની તારીખ-

    ઓનલાઈન અરજી શરૂ થયાની તારીખ- 22 ઓક્ટોબર 2021

    રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ- 12 નવેમ્બર 2021

    એડમિટ કાર્ડ માટેની તારીખ- 16 નવેમ્બર 2021

    પરીક્ષાની તારીખ- 21 નવેમ્બર 2021

    રિઝલ્ટની તારીખ- 4 ડિસેમ્બર 2021

    અરજી માટેની ફી-

    નોટિફિકેશન અનુસાર એપ્રેન્ટીસ માટે અરજી કરનાર કોઈપણ કેટેગરીના ઉમેદવારે અરજી માટે ફી ચૂકવવાની નહીં રહે. તમામ ઉમેદવાર નિ:શુલ્ક અરજી કરી શકે છે. આ પદ માટેની અરજી કરવા માટેની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 24 વર્ષ હોવી જોઈએ.

    નોકરીની ટૂંકી વિગતો































    પોસ્ટ : 1968
    લાયકાત : વિવિધ પોસ્ટ માટે જુદી જુદી લાયકાત
    પસંદગી પ્રક્રિયા : લેખિત પરીક્ષાના આધારે
    અરજી માટેની ફી : નિશુલ્ક
    ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ : 12-11-2021
    જાહેરાત જાવો માટે : અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે : અહીંયા ક્લિક કરો



    કેવી રીતે અરજી કરવાની રહેશે

    - IOCLની અધિકૃત વેબસાઈટ com પર જાવ અને 'What’s New' ઓપ્શન પર ક્લિક કરો.
    - 'Engagement of Apprentices under Refineries Division' પર ઓનલાઈન એપ્લાય કરો.
    - ઉમેદવારો જે પદ માટે અરજી કરવા ઈચ્છે છે, તે પદની પસંદગી કરવાની રહેશે.
    - ઉમેદવારોએ સંબંધિત રિફાઈનરીની પસંદગી કરવાની રહેશે ત્યારબાદ આગળ વધવાનું રહેશે.
    - ઉમેદવાર યોગ્ય વિવરણ સાથે અરજી ફોર્મ ભરી શકે છે.
    - ઉમેદવારોએ અરજીના સંદર્ભ માટે અરજી ફોર્મની નકલ પોતાની પાસે રાખવાની રહેશે.

    નોંધ-

    વધુ અપડેટ માટે ઉમેદવારોએ અધિકૃત વેબસાઈટ પર નજર રાખવાની રહેશે. વેબસાઇટ જોવા માટે ક્લિક કરો
    Published by:Jay Mishra
    First published: