Home /News /career /Sarkari Naukri : IOCLમાં 1968 જગ્યા માટે ભરતી, આજે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તક

Sarkari Naukri : IOCLમાં 1968 જગ્યા માટે ભરતી, આજે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તક

IOCLમાં નોકરી તક, આજે જ કરો ફટાફટ અરજી

Sarkari Naukri IOCL Trade Apprentice : ઈચ્છુક ઉમેદવારો IOCLની અધિકૃત વેબસાઈટ iocl.com પરથી 12 નવેમ્બર પહેલા અરજી કરી શકે છે. ફટાફટ જાણો લાયકાત અને અરજી કરવાની પ્રક્રિયા

જે લોકો સરકારી નોકરીમાં  પોતાનું કરિઅર બનાવવા ઈચ્છે છે, તે ગ્રેજ્યુએટ્સ માટે સુવર્ણ તક આવી ગઈ છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL Trade Apprentice Recruitment ) એ અનેક રિફાઈનરીઓમાં એપ્રેન્ટીસ પોસ્ટ માટે અનેક વેકેન્સી માટેની જાહેરાત કરી છે. નોટિફિકેશન અનુસાર ઓર્ગેનાઈઝેશન 1968થી વધુ પદો માટે ટ્રેડ એપ્રેન્ટીસ અને ટેકનિશિનયન એપ્રેન્ટીસની પોસ્ટ પર ભરતી કરવા ઈચ્છે છે. ગુવાહાટી, બરૌની, ગુજરાત, હલ્દિયા, મથુરા, PRPC, પાનીપત, દિગ્બોઈ, બોંગાઈગાવ અને પારાદીપ જેવા શહેરોમાં ભરતી કરવામાં આવી રહી છે. ઈચ્છુક ઉમેદવારો IOCLની અધિકૃત વેબસાઈટ iocl.com પરથી 12 નવેમ્બર પહેલા અરજી કરી શકે છે. આજે આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તક છે.

1968 એપ્રેન્ટિસની ભરતી :   ટ્રેડ એપ્રેન્ટીસ – 488 , એટેન્ડન્ટ ઓપરેટર પોસ્ટ ટ્રેડ એપ્રેન્ટીસ- 205, ફીટર પોસ્ટ ટ્રેડ એપ્રેન્ટીસ, કેમિકલ- 362, ટ્રેડ એપ્રેન્ટીસ બોઈલર, મિકેનિકલ- 80, ટ્રેડ એપ્રેન્ટીસ, મિકેનિકલ- 236, ટ્રેડ એપ્રેન્ટીસ, ઈન્સ્ટ્રુમેન્ટેશન- 117. ટ્રેડ એપ્રેન્ટીસ, સેક્રેટેરિયલ આસિસ્ટન્ટ- 69, ટ્રેડ એપ્રેન્ટીસ, એકાઉન્ટન્ટ- 32, ટ્રેડ એપ્રેન્ટીસ, ડેટા એન્ટ્રી ઓપરેટર, સ્કિલ સર્ટીફિકેટ હોલ્ડર્સ- 41

શૈક્ષણિક લાયકાત-

એટેન્ડન્ટ ઓપરેટર- ઉમેદવારો પાસે B.Sc (ફિઝિક્સ, મેથેમેટિક્સ, કેમેસ્ટ્રી/ઈન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી) ની ડિગ્રી હોવી જરૂરી છે. ફીટર- ઉમેદવારોએ 12 પાસ કરેલું હોવું જોઈએ અને ITI માં 2 વર્ષનો અનુભવ હોલો જોઈએ. ટ્રેડ એપ્રેન્ટીસ બોઈલર, મિકેનિકલ- ઉમેદવારો પાસે B.Sc (ફિઝિક્સ, મેથેમેટિક્સ, કેમેસ્ટ્રી/ઈન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી) ની ડિગ્રી હોવી જરૂરી છે. ટેકનિશિયન એપ્રેન્ટીસ- ઉમેદવારોએ ડિપ્લોમાં કરેલું હોવું જોઈએ. ટ્રેડ એપ્રેન્ટીસ

આ પણ વાંચો : Scholarship: વિદ્યાર્થિનીઓને કમ્યુટર સાયન્સ ભણવા ગુગલ આપશે 70,000 રૂ.ની સ્કોલરશીપ, ફટાફટ જાણો વિગતો

નોકરીની ટૂંકી વિગતો
પોસ્ટ :1968
લાયકાત :વિવિધ પોસ્ટ માટે જુદી જુદી લાયકાત
પસંદગી પ્રક્રિયા :લેખિત પરીક્ષાના આધારે
અરજી માટેની ફી :નિશુલ્ક
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ :12-11-2021
જાહેરાત જાવો માટે :અહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે :અહીંયા ક્લિક કરો



સેક્રેટેરિયલ આસિસ્ટન્ટ- ઉમેદવારો પાસે કોઈપણ સ્ટ્રીમની ગ્રેજ્યુએટ (B.A./B.Sc/B.Com) ની ડિગ્રી હોવી જોઈએ. ટ્રેડ એપ્રેન્ટીસ, એકાઉન્ટન્ટ- ઉમેદવાર પાસે B.Com ની ડિગ્રી હોવી જરૂરી છે. ડેટા એન્ટ્રી ઓપરેટર- ઉમેદવાર 12 પાસ હોવો જોઈએ સ્કિલ સર્ટીફિકેટ હોલ્ડર્સ- ઉમેદવાર 12 પાસ હોવો જોઈએ અને ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટરમાં સર્ટીફિકેટ મેળવેલ હોવું જોઈએ.

 આ પણ વાંચો : CSB Recruitment 2021: ધો.10-12 પાસ માટે ભરતી, 27,000 રૂપિયા સુધી મળશે પગાર

કેવી રીતે અરજી કરવાની રહેશે

- IOCLની અધિકૃત વેબસાઈટ com પર જાવ અને 'What’s New' ઓપ્શન પર ક્લિક કરો.
- 'Engagement of Apprentices under Refineries Division' પર ઓનલાઈન એપ્લાય કરો.
- ઉમેદવારો જે પદ માટે અરજી કરવા ઈચ્છે છે, તે પદની પસંદગી કરવાની રહેશે.
- ઉમેદવારોએ સંબંધિત રિફાઈનરીની પસંદગી કરવાની રહેશે ત્યારબાદ આગળ વધવાનું રહેશે.
- ઉમેદવાર યોગ્ય વિવરણ સાથે અરજી ફોર્મ ભરી શકે છે.
- ઉમેદવારોએ અરજીના સંદર્ભ માટે અરજી ફોર્મની નકલ પોતાની પાસે રાખવાની રહેશે.

નોંધ-

વધુ અપડેટ માટે ઉમેદવારોએ અધિકૃત વેબસાઈટ પર નજર રાખવાની રહેશે. વેબસાઇટ જોવા માટે ક્લિક કરો
First published:

Tags: Iocl, Jobs, Trade Apprentice

विज्ञापन