Home /News /career /Sarkari Naukri: IOCLમાં 527 જગ્યાની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તક, અહીંથી સીધા કરો અરજી
Sarkari Naukri: IOCLમાં 527 જગ્યાની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તક, અહીંથી સીધા કરો અરજી
IOCL Recruitment 2021 : આઈઓસીએલમાં સરકારી નોકરીની તક, એપ્રેન્ટિસની 300 જગ્યા માટે અરજી કરવા માટે અહીંથી કરો ક્લિક
IOCL Recruitment 2021 : આઈઓસીએલની આ ભરતીમાં (IOCL Jobs) યોગ્ય અને ઇચ્છુક ઉમેદવાર iocl.formflix.com પર 4 ડિસેમ્બર 2021 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. ત્યાર બાદ કરવામાં આવતી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
IOCL Recruitment 2021 : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ(IOCL)માં નોકરી(Jobs in IOCL) કરવાની ઉત્તમ તકો સામે આવી છે. જો તમે પણ આ નોકરી મેળવવા ઇચ્છતા હોવ તો અત્યારે જ અરજી(Apply Online) કરી શકો છો. IOCLએ પોતાની ઓફિશ્યલ વેબસાઇટ iocl.com પર ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ અપ્રેન્ટિસના 527 પદો પર બંપર ભરતી માટે નોટીફિકેશન જાહેર (Job Notification) કરી છે. યોગ્ય અને ઇચ્છુક ઉમેદવાર iocl.formflix.comપર 4 ડિસેમ્બર 2021 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. ત્યાર બાદ કરવામાં આવતી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. આજે આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ છે. (IOCL Apprentice Recruitment 2021 Last date of Online application).
IOCL Recruitment 2021 જગ્યા : જણાવી દઇએ કે આ ભરતી પૂર્વ ભારતના રાજ્યો પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, ઝારખંડ અને આસામમાં 527 ખાલી જગ્યાઓ પર બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત પશ્ચિમ બંગાળ – 236,બિહાર – 68, ઓડિશા –69 ઝારખંડ – 35, આસામ – 119 જગ્યા ભરવામાં આવશે. જેમાં ટ્રેડ એપ્રેન્ટિસ ડેટા એન્ટ્રી ઓપરેટર, સેલ્સ એસોસિયેટની ભરતી કરવામાં આવશે.
ટેકનિકલ અને નોન ટેકનિકલ પોસ્ટ માટે ભરતી
ટેક્નિકલ અપ્રેન્ટિસ અને નોન ટેક્નિકલ અપ્રેન્ટિસના પદો પર અરજી કરનાર ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવાની રહેશે. આગામી 19 ડિસેમ્બરના રોજ આ ભરતી અંતર્ગત લેખિત પરીક્ષા યોજાશે. એપ્રેન્ટિસશીપ તાલીમનો સમયગાળો 12 મહિનાનો હશે.
ટ્રેડ એપ્રેન્ટિસ ડેટા એન્ટ્રી ઓપરેટર (ફ્રેશર એપ્રેન્ટિસ)ને 15 મહિનાની તાલીમ રહેશે. ટ્રેડ એપ્રેન્ટિસ રિટેલ સેલ્સ એસોસિયેટ (ફ્રેશર)ને 14 મહિનાની તાલીમ લેવાની રહેશે. આ તારીખોમાં બદલાવ થઇ શકે છે. આ ઉપરાંત આ ભરતી સાથે જોડાયેલ અન્ય જાણકારીઓ માટે ઇચ્છુક ઉમેદવારોએ ઓફિશ્યલ વેબસાઇટ પર જઇને તમામ વિગતો તપાસવી જોઈએ. જેથી ભવિષ્યમાં કોઇ સમસ્યા ઊભી ન થાય.
IOCL Recruitment 2021 વયમર્યાદા- જનરલ અને EWS કેટેગરીના ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 31 ઓક્ટોબરના રોજ 18થી 24 વર્ષ હોવી જોઈએ. સરકારી માર્ગદર્શિકા અનુસાર SC/ST/OBC (NCL)/PwBD ઉમેદવારો માટેની મહત્તમ વય મર્યાદામાં રાહત આપવામાં આવી છે.
*તમને એક નવું પેજ દેખાશે તેમાં અપ્રેન્ટિસશિપ લિંક પર ક્લિક કરો. આઇઓસીએલ, પૂર્વ ક્ષેત્રમાં ટેક્નિકલ અને નોન ટેક્નિકલ અપ્રેન્ટિસ એપ્લાય લિંક પર ક્લિક કરો.
*અરજી ફોર્મ ભરીને સબમિટ કરો. ભવિષ્યના રેફરન્સ માટે તેની એક હાર્ડ કોપી તમારી પાસે ખાસ રાખો.
*ઉમેદવારોને સલાહ છે કે તેઓ નોટીફિકેશન એક વખત જરૂર તપાસી લે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર