Home /News /career /

Sarkari Naukri: Indian Railwayમાં ગુડ્સ ગાર્ડની ભરતી, 520 જગ્યા માટે અહીંથી સીધા કરો અરજી

Sarkari Naukri: Indian Railwayમાં ગુડ્સ ગાર્ડની ભરતી, 520 જગ્યા માટે અહીંથી સીધા કરો અરજી

Indian Railway Recruitment 2021 : રેલવેમાં 520 ગુડ્સ ગાર્ડની ભરતી, ફટાફટ કરો અરજી

Indian Railway Goods Guard vacancy: ભારતીય રેલેવમાં ગુડ્સ ગાર્ડની ભરતી માટે જરૂરી લાયકાત, વય મર્યાદા અને અરજી કરવાની રીત જાણો

    Indian Railway Recruitment 2021: ભારતીય રેલવે (Indian Railway) દ્વારા દક્ષિણ પૂર્વ રેલવે (SER)માં ભરતી બહાર પાડવામાં આવી છે. સામાન્ય વિભાગીય પ્રતિયોગી પરીક્ષા (GDCE) ગુડ્સ ગાર્ડની ભરતી (Indian Railway Goods Guard Recruitment 2021)ની ભરતી બહાર પાડવામાં આવી છે. આ નોકરી માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો ઈન્ડિયન રેલવેની વેબસાઇટ પરથી આવેદન કરી શકશે. આ નોકરી માટે આવેદન કરવાની અંતિમ તિથી 23મી ડિસેમ્બર 2021 છે ( Indian Railway Goods Guard Recruitment Last Date of online application) . સરકારી નોકરી મેળવી અને પોતાની કારકિર્દી બનાવવા માગતા યુવક યુવતીઓ માટે રેલવેમાં નોકરી મેળવવાની આ સુવર્ણ તક છે.

    જગ્યા અને લાયકાત : ભારતીય રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીમાં કુલ 52 ગુડ્સ ગાર્ડ ભરવામાં આવશે. આ 520 પૈકીના 277 જનરલ, 126, એસસી, 30 એસટી, 87 ઓબીસી વિભાગના છે.

    શૈક્ષણિક લાયકાત : આ નોકરી માટે આવેદન કરવા માટે ઉમેદવારોએ કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર્સની ડિગ્રી મેળવી હોવી આવશ્યક છે. આ ડિગ્રી સાથે ઉંમરની મર્યાદા પણ એક લાયકાત છે. સામાન્ય વર્ગના ઉમેદવારોની ઉંમર 18-42 વર્ષ, ઓબીસી ઉમેદવારોની ઉંમર 18-45 વર્ષ જ્યારે એસસી-એસટી વર્ગના ઉમેદવારોની ઉંમર 18-47 વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે.  આ નોકરી માટેની ઉંમરની મર્યાદામાં ઓછામાં ઓછી 0101-2004ના રોજ જન્મેલા ઉમેદવારની ઉંમર માન્ય ગણાશે.

    આ પણ વાંચો : Sarkari Naukri: ECILમાં ટેકનિકલ ઓફિસર સહિતની પોસ્ટની ભરતી, 23,000 રૂ. સુધી મળશે શરૂઆતનો પગાર

    અરજી કરવા માટે 

    ઉમેદવારોએ અરજી કરવા માટે https://appr-recruit.co.in/sergardrrc21/   વેબસાઇટ પર જઈને GDCE લિંક પર ક્લિક કરી અને ઉમેદવારી નોંધાવાની રહેશે.  ઉમેદવારોએ પોતાના ચાલુ મોબાઇલ નંબર અને ઇમેલ એડ્રેસથી નોંધણાી કરાવવાની રહેશે.

    ભરતીની ટૂંકી વિગતો



































    જગ્યા 520
    શૈક્ષણિક લાયકાત માનય્તા પ્રાપ્ત યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન
    પસંદગી પ્રક્રિયા કમ્યુટર બેઝ્ડ ટેસ્ટ દ્વારા
    અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
    અરજી કરવાની ફી નિશુલ્ક
    અરજી કરવાની અંતિમ તારીખ 23-12-2021
    ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો



    પસંદગી પ્રક્રિયા 

    લાયકાત ધરાવતા ઉમેદવારોની એક કમ્યુટર બેઝ્ડ ટેસ્ટ લેવામાં આવશે. આઆરબી પરીક્ષાના નિયમ મુજબ આ પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાની ભાષા હિંદી અને અંગ્રેજી રહેશે.  આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ 23-12-2021 છે.

    આ પણ વાંચો : PSI-LRD ભરતીના કોલલેટર અપલોડ થયા, OJAS પરથી આવી રીતે કરી શકાશે ડાઉનલોડ

    અરજી કરવાની ફી : આ નોકરી માટે અરજી કરવાની ફી નિશુલ્ક છે પરંતુ પરીક્ષા આપવા માટે ઉમેદવારોએ સ્વખર્ચે જવાનું રહેશે. સફળ રજિસ્ટ્રેશન બાદ પસંદગી પામનારા ઉમેદવારોને કમ્યુટર બેઝ્ડ ટેસ્ટ માટે બોલવવવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन