Home /News /career /

Sarkari Naukri : Indian Navyમાં 12 પાસ માટે ભરતી, 21,600 રૂપિયા પગારથી થશે શરૂઆત

Sarkari Naukri : Indian Navyમાં 12 પાસ માટે ભરતી, 21,600 રૂપિયા પગારથી થશે શરૂઆત

indian navy recruitment 2021 : નેવીમાં ધો. 12 પાસ માટે ભરતી, ફટાફટ કરો અરજી

indian navy recruitment 2021 : નેવીમાં 12 પાસ યુવાનો માટે ભરતી, સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ થનારી ભરતીમાં સરકારી નોકરીની સીધી તક, ફટાફટ જાણો વિગતો

  Indian Navy Recruitment 2021 : ભારતીય નૌસેનાએ ઈન્ટરનેશનલ/ જુનિયર અને સીનિયર નેશનલ ચેમ્પિયનશીપ/સીનિયર સ્ટેટ ચેમ્પિયનશીપ/ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી ચેમ્પિયનશીપમાં ભાગ લેનાર ખેલાડીઓ સ્પોર્ટ્સમેન (Sports Quota Vacancy in indian Navy) માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ રમતોમાં એથ્લેટીક્સ, એક્વેટીક્સ, બાસ્કેટ બોલ, બોક્સિંગ, ક્રિકેટ, ફૂટબોલ, આર્ટીસ્ટીક જીમ્નાસ્ટીક્સ, તલવારબાજી, ગોલ્ફ, ટેનિસ, કેનોઈંગ, રોઈંગ, શુટીંગ, હેન્ડબોલ, હોકી, કબડ્ડી, વોલીબોલ, વેઈટલિફ્ટીંગ, રેસલિંગ, સ્ક્વેશ, સેઈલિંગ અને વાઈન્ડ સર્ફિંગ શામેલ છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારે 25 ડિસેમ્બર 2021 સુધીમાં (Last date of Indian Navy sports Quota Vacancy 2021( ઓનલાઈન અરજી કરવાની રહેશે. પસંદગી પામનાર ઉમેદવારે દિલ્હીમાં કામ કરવાનું રહેશે. અહીં આ ભરતી સંબંધિત વિગતવાર માહિતી આપવામાં આવી છે.

  પોસ્ટ  :સેઈલર (ડાયરેક્ટ એન્ટ્રી પેટ્ટી ઓફિસર, સિનિયર સેકન્ડરી રિક્રુટ (SSR), મેટ્રીક રિક્રુટ્સ (MR)

  શૈક્ષણિક લાયકાત-

  ડાયરેક્ટ એન્ટ્રી પેટ્ટી ઓફિસર- ધો.12 પાસ કરેલું હોવું જોઈએ અથવા સંબંઘિત ક્ષેત્રે પરીક્ષા આપેલ હોવી જોઈએ.
  સિનિયર સેકન્ડરી રિક્રુટ (SSR)- ધો.12 પાસ કરેલું હોવું જોઈએ અથવા સંબંઘિત ક્ષેત્રે પરીક્ષા આપેલ હોવી જોઈએ.
  મેટ્રીક રિક્રુટ્સ (MR)- ધો.10 પાસ કરેલું હોવું જોઈએ.

  આ પણ વાંચો :  Sarkari Naukri : SBI CBOની 1226 પોસ્ટ પર આવી બંપર ભરતી, 36,000 પગારથી થશે શરૂઆત

  વયમર્યાદા

  સિનિયર સેકન્ડરી રિક્રુટ (SSR), મેટ્રીક રિક્રુટ્સ (MR) અને ડાયરેક્ટ એન્ટ્રી પેટ્ટી ઓફિસર- આ પોસ્ટ માટે કરતા અરજી કરનાર ઉમેદવારની ઉંમર 17થી 21 વર્ષ સુધીની હોવી જોઈએ.

  નોકરીની ટૂંકી વિગતો  પોસ્ટસેઇલર
  લાયકાતડાયરેક્ટ એન્ટ્રી પેટ્ટી ઓફિસર- ધો.12 પાસ કરેલું હોવું જોઈએ અથવા સંબંઘિત ક્ષેત્રે પરીક્ષા આપેલ હોવી જોઈએ.
  સિનિયર સેકન્ડરી રિક્રુટ (SSR)- ધો.12 પાસ કરેલું હોવું જોઈએ અથવા સંબંઘિત ક્ષેત્રે પરીક્ષા આપેલ હોવી જોઈએ.
  મેટ્રીક રિક્રુટ્સ (MR)- ધો.10 પાસ કરેલું હોવું જોઈએ.  વયમર્યાદા  સિનિયર સેકન્ડરી રિક્રુટ (SSR), મેટ્રીક રિક્રુટ્સ (MR) અને ડાયરેક્ટ એન્ટ્રી પેટ્ટી ઓફિસર- આ પોસ્ટ માટે કરતા અરજી કરનાર ઉમેદવારની ઉંમર 17થી 21 વર્ષ સુધીની હોવી જોઈએ.

  અરજી કરવાનું માધ્યમઓફલાઇન
  અરજી પહોંચાડવાની અંતિમ અંતિમ તારીખ25-12-2021
  ભરતીની જાહેરાત જોવા માટઅહીંયા ક્લિક કરો
  અરજી મોકલવાનું સરનામુંસેક્રેટરી ઈન્ડિયન નેવી સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ, ઈન્ટિગ્રેટેડ હેડક્વાર્ટર્સ ઓફ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ (નેવી), 7 મો માળ. ચાણક્ય ભવન, નવી દિલ્હી-110021

  પસંદગી પ્રક્રિયા

  - એપ્લિકેશન ફોર્મેટ joinindiannavy.gov.in. પર આપવામાં આવ્યું છે.

  - ઓર્ડિનરી પોસ્ટના માધ્યમથી કરેલ અરજીનો જ સ્વીકાર કરવામાં આવશે. સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ પોસ્ટ અથવા કુરિઅરથી અરજી કરવામાં આવેલ હશે તો તે સ્વીકારવામાં આવશે નહીં.

  - શોર્ટ લિસ્ટીંગ ક્રાઈટેરિયા હાયર પોસ્ટ એચિવમેન્ટ પર આધારિત રહેશે.

  - શોર્ટ લિસ્ટેડ કરેલ ઉમેદવારોને કોલ અપ લેટર આપવામાં આવશે. જેમાં પરીક્ષાની તારીખ, સમય તથા સ્થળ વિશે જાણકારી આપવામાં આવી હશે.

  - પસંદગી પ્રક્રિયા દરમિયાન તમામ ઓરિજિનલ સર્ટીફિકેટ અને માર્કશીટ સાથે આવવાનું રહેશે.

  - ભરતીમાં મેડિકલ એક્ઝામિનેશનમાં જે ઉમેદવારને ટેમ્પરરી અનફિટ જાહેર કરવામાં આવે તે ઉમેદવારો 21 દિવસના સમયગાળામાં સૈન્ય હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટનો રિવ્યૂ લઈ શકે છે. આ માટે 21 દિવસથી વધુનો સમય આપવામાં નહીં આવે.

  - ભરતીમાં મેડિકલ એક્ઝામિનેશનમાં જે ઉમેદવારને ટેમ્પરરી અનફિટ કરવામાં આવે ત્યારે મિલિટ્રી રિસિવેબલ ઓર્ડર (MRO) દ્વારા રૂ.40 ની ચૂકવણી કરીને 21 દિવસમાં સૈન્ય હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટનો રિવ્યૂ લઈ શકે છે.

  - જે ઉમેદવારો તમામ પ્રકારે લાયકાત ધરાવતા તેવા પ્રકારના ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

  - પસંદગી પામેલ ઉમેદવારો હાલની બેચ માટે જ માન્ય ગણવામાં આવશે.

  - પસંદગી પામેલ ઉમેદવારોને એનરોલમેન્ટ સાથે પોલીસ વેરિફિકેશન ફોર્મ પણ મોકલવામાં આવશે. ઉમેદવારોએ સંબંધિત જિલ્લા પોલીસ સત્તાધારકો પાસે

  - આ ફોર્મની ચકાસણી કરાવવાની રહેશે અને INS હમલામાં સબમિટ કરવાનું રહેશે. પોલીસ વેરિફિકેશનના રિપોર્ટ વગર ઉમેદવાર એનરોલમેન્ટ માટે અયોગ્ય ગણાશે.

  આ પણ વાંચો : Sarkari Naukri : AICમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટની ભરતી, 65,000 રૂપિયા સુધી મળશે પગાર

  પગાર

  આ પસંદગી પ્રક્રિયામાં પસંદ થનારા ઉમેદવારોને શરૂઆતમાં 14,600 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. ટ્રેનિંગ સમાપ્ત થયા બાદ તેમને 21,700-43-100) રૂપિયાના પે મેટ્રિક્સમાં પગાર આપવામાં આવશે. આ ઉપરાંત 5,200 રૂપિયા એમએસપી અને ડીએ અલગથી ચુકવવામાં આવશે.

  કેવી રીતે અરજી કરવાની રહેશે

  www.joinindiannavy.gov.in. પર આપેલ ફોર્મેટ અનુસાર A4 સાઈઝના પેપરમાં અરજી કરવાની રહેશે. સેક્રેટરી ઈન્ડિયન નેવી સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ, ઈન્ટિગ્રેટેડ હેડક્વાર્ટર્સ ઓફ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ (નેવી), 7 મો માળ. ચાણક્ય ભવન, નવી દિલ્હી-110021 આ એડ્રેસ પર 25 ડિસેમ્બર 2021 સુધીમાં અરજી કરવાની રહેશે.
  First published:

  Tags: Indian Navy, Jobs, કેરિયર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन