Indian Navy Recruitment: આઈટીઆઈ પાસ કરેલા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની એક તક ભારતીય નેવીમાં (Navy ITI Apprentice Recruitment 2022-23) સામે આવી છે. નેવી દ્વારા આઈટીઆઈ એપ્રેન્ટિસની ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતીમાં કુલ 275 ઉમેદવારોની પસંદગી થશે. નેવીની જાહેરાત મુજબ આ ભરતી માટે 5 ડિસેમ્બર 2021 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. અરજી કરવાની પ્રક્રિયા (Navy ITI Apprentice Recruitment Application) અને શૈક્ષણિક લાયકાત તેમજ પસંદગી પ્રક્રિયાની માહિતી જાહેરાતમાં આપવામાં આવી છે.
આઈટીઆઈ સાથે ધોરણ 10માં 50 ટકા માર્ક્સ સાથે અને આઈટીઆઈમાં 65 ટકા માર્ક્સ સાથે પાસ થયેલા ઉમેદવારોને આ નોકરી માટે તક આપવામાં આવશે જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી
ઉંમર મર્યાદા : જનરલ અને ઓબીસી ઉમેદવારોનો જન્મ 1-4-2001થી 1-4-2008 વચ્ચે થયો હોવો અનિવાર્ય છે જ્યારે એસસી અને એસટી ઉમેદવારોનો જન્મ 1-4-1996થી 1-4-2008 વચ્ચે થયો હોવો અનિવાર્ય છે.
સ્ટાઇપેન્ડ : આ નોકરીમાં પસંદ થનારા ઉમેદવારોને ભારત સરકારના ગેઝેટ નંબર 561 મુજબ કાયદેસરનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. જેમાં દરેક ઉમેદવારોને સરખું વેતન મળશે.
ઉમેદવારોએ અરજી કરવા માટે પહેલાં ભારત સરકારના એપ્રેન્ટિસ ઈન્ડિયા પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ પોર્ટલ પર કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવવવું તેની માહિતી પણ જાહેરાતમાં આપવામાં આવી છે. ઉમેદવારોએ www.apprenticeshipindia.org પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. ત્યારબાદ લોગીન કરી અને DAS (Vzg) પરથી અરજી કરવાની રહેશે. આ અરજી દ્વારા માન્ય થયેલા ઉમેદવારો જ ભરતી માટે લાયક ગણાશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર