India Post Recruitment 2021: પોસ્ટ વિભાગમાં ધો.10-12 પાસ માટે ભરતી, 81,000 રૂ. સુધી મળશે પગાર

પોસ્ટમાં સરકારી નોકરી માટે આજે જ કરો એપ્લાય

Sarkari Naukri India post Recruitment 2021 : પોસ્ટ વિભાગની ભરતીમાં 221 જગ્યા ભરાશે, ફટાફટ અજી કરવાની અંતિમ તારીખ, અરજી કરવાનું ફોર્મ અને જાહેરાત વગેરેની વિગતો મેળવો

  • Share this:
    India Post Recruitment 2021 - ભારતીય પોસ્ટ (India Post) વિભાગમાં નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે એક સુવર્ણ તક છે. ભારતીય પોસ્ટ વિભાગ દિલ્લી પોસ્ટલ સર્કલમાં વિવિધ પદો માટે ઉમેદવારો પાસેથી અરજી માંગી રહી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો જે ખાલી પડેલા પદો પર અરજી કરવા માંગે છે, તે ભારતીય પોસ્ટની ઓફિશિયલ વેબસાઈટ indiapost.gov.in દ્વારા સંબંધિત પદો માટે અરજી કરી શકે છે. જણાવી દઈએ કે ખાલી પડેલા પડો પર અરજી કરવાની અંતિમ તારીખ 12 નવેમ્બર છે. આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી ખાલી પડેલા વિવિધ 221 પદો પર ભરતી કરવામાં આવશે.

    આ પદો પર થઈ રહી છે ભરતી

    પોસ્ટલ / સોર્ટીંગ આસિસ્ટન્ટ (પોસ્ટ અથવા રેલ્વે મેઈલ ઓફિસ)
    પોસ્ટમેન (પોસ્ટ ઓફિસ)
    મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (પોસ્ટ ઓફિસ અથવા રેલ્વે મેઈલ ઓફિસ)

    આટલા પદો છે ખાલી

    કુલ ખાલી પડેલા પદો – 221, પોસ્ટલ આસિસ્ટન્ટ – 72
    પોસ્ટમેન – 90 , મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ – 59

    અરજી કરવા માટે વય મર્યાદા

    પોસ્ટલ આસિસ્ટન્ટ / સોર્ટિંગ આસિસ્ટન્ટ પોસ્ટના પદ પર અરજી કરવા માટે 12 નવેમ્બર,2021ના રોજ ઉમેદવારની લધુતમ વય 18 વર્ષ અને મહત્તમ વય 27 વર્ષની હોવી જોઈએ.

    મલ્ટી ટાસ્કિંગ સ્ટાફના પદ પર અરજી કરવા માટે 12 નવેમ્બર,2021ના રોજ ઉમેદવારની લધુતમ વય 18 વર્ષ અને મહત્તમ વય 25 વર્ષની હોવી જોઈએ.

    શૈક્ષણિક લાયકાત

    ઓફિશિયલ નોટિસમાં જણાવ્યાં અનુસાર પોસ્ટલ/સોર્ટીંગ આસિસ્ટન્ટ અને પોસ્ટમેનના પદ પર અરજી કરવા માટે ઉમેદવાર માન્ય શિક્ષણ બોર્ડથી ધોરણ 12 પાસની લાયકાત ધરાવતો હોવો જોઈએ. મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે ધોરણ 10 પાસની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. સાથે જ બધા પદો પર અરજી કરતા ઉમેદવારોને સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવુ અનિવાર્ય છે.

    નોકરીની ટૂંકી વિગતો



























    પોસ્ટ :  પોસ્ટલ આસિસ્ટન્ટ – 72
    પોસ્ટમેન – 90 , મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ – 59
    લાયકાત : ત્રણેય પોસ્ટ માટે અલગ અલગ 
    વય મર્યાદા : ત્રણેય પોસ્ટમ માટે અલગ અલગ જાહેરાત ખાસ વાંચવી
    અરજી કરવાની અંતિમ તારીખ : 12-11-2021
    જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો




    ઓનલાઇન અરજી કરવા માટે :
    અહીયા ક્લિક





    પે ગ્રેડ

    પોસ્ટલ/સોર્ટિંગ આસિસ્ટન્ટ – લેવલ 4 માટે 25,500 થી 81,100 રુપિયા
    પોસ્ટમેન – લેવલ 3 માટે 21,700 થી 69,100 રુપિયા
    મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ – લેવલ 1 માટે 18,000 થી 56,900 રુપિયા

    આ પણ વાંચો : Sarkari Naukri : IOCLમાં 1968 પદો પર બમ્પર ભરતીની જાહેરાત, 12 નવેમ્બર સુધી કરી શકાશે અરજી

    અરજી કરવાની ફી

    આ પદો પર અરજી કરવા માટે જનરલ, ઓબીસી, ઈડબ્લ્યૂએસના ઉમેદવારોએ 100 રુપિયા ચુકવવાવા રહેશે, જ્યારે એસસી/એસટી વર્ગના લોકો માટે આ અરજી નિશુલ્ક છે.

    અરજી કરવાની પ્રક્રિયા

    યોગ્ય અને ઇચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ www.indiapost.gov.in પરથી અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી સિવાય ઉમેદવારો તેમની અરજી પોસ્ટ મારફતે અરજી અને જરૂરી ડોક્યુમેન્ટ તથા 2 પોસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ એડી(Recrtt.), O/o સીપીએમજી, દિલ્લી સર્કલ, મેઘદૂત ભવન, નવી દિલ્લી - 110001 (AD (Recrtt.), O/o CPMG, Delhi Circle, Meghdoot Bhawan, New Delhi – 110001). પર મોકલી શકે છે.
    First published: