India Post Recruitment 2021: પોસ્ટ વિભાગમાં આવી આસિસ્ટન્ટ મેનેજર અને ટેક્નિકલ સુપરવાઇઝરના 29 પદો માટે ભરતી

પોસ્ટમાં સરકારી નોકરી માટે આજે જ કરો એપ્લાય

ભારતીય પોસ્ટ વિભાગે(India Post Recruitment) સેન્ટર ફોર એક્સલેન્સ ઈન પોસ્ટલ ટેક્નોલોજી (CEPT)માં આસિસ્ટન્ટ મેનેજર (Assistant Manager) અને ટેક્નિકલ સુપરવાઈઝર (Technical Supervisor)ના પદો પર ભરતી (Recruitment) બહાર પાડી છે.

  • Share this:
    ભારતીય પોસ્ટ વિભાગે(India Post Recruitment) સેન્ટર ફોર એક્સલેન્સ ઈન પોસ્ટલ ટેક્નોલોજી (CEPT)માં આસિસ્ટન્ટ મેનેજર (Assistant Manager) અને ટેક્નિકલ સુપરવાઈઝર (Technical Supervisor)ના પદો પર ભરતી (Recruitment) બહાર પાડી છે. પોસ્ટ વિભાગનું CEPT યુનિટ દેશના અનેક ભાગોમાં ઉપલબ્ધ છે, જેમ કે મૈસુર, ચેન્નાઇ, બેંગાલૂરુ અને હૈદરાબાદ. આ પોસ્ટ માટે યોગ્ય લાયક ઉમેદવારો રજીસ્ટર કરીને અરજી કરી શકે છે. અરજીઓ કરવાની તારીખ 16 ઓક્ટોબર, 2021થી 15 ડિસેમ્બર, 2021 છે.

    29 પદો માટે ભરતી  :  ઈન્ડિયા પોસ્ટ ભરતી 2021માં 29 પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં આસિસ્ટન્ટ મેનેજરના 23 પદો અને ટેક્નિકલ સુપરવાઇઝરના 6 પદો માટે આવેદન મંગાવવામાં આવ્યા છે.

    અરજી કરવા માટેની લાયકાતો(Eligibility)

    આસિસ્ટન્ટ મેનેજર – અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બેચલરની ડિગ્રી અને કમ્પ્યુટર સાયન્સમાં એક વર્ષનો ડિપ્લોમા અને કમ્પ્યુટર સોફ્ટવેર ડેવલપમેન્ટ, કોમ્પ્યુટર સોફ્ટવેર ટેસ્ટિંગ અથવા કેન્દ્ર સરકારની કચેરીઓમાં સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર અથવા તે ક્ષેત્રમાં બે વર્ષનો અનુભવ પૂર્ણ કરેલ હોવો જોઈએ.

    ટેક્નિકલ સુપરવાઇઝર – આ પદો માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સ વિષય તરીકે બેચલરની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ. આ ઉપરાંત માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી અને કમ્પ્યુટર સાયન્સમાં એક વર્ષનો ડિપ્લોમા અને કમ્પ્યુટર સોફ્ટવેર ડેવલપમેન્ટ, કોમ્પ્યુટર સોફ્ટવેર ટેસ્ટિંગ અથવા કેન્દ્ર સરકારની કચેરીઓમાં સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર અથવા તેમની સંલગ્ન અને ગૌણ કચેરીઓમાં એક વર્ષનો અનુભવ મેળવેલો હોવો જોઇએ.

    વયમર્યાદા

    ડેપ્યુટેશન પર નિમણૂંક માટેની મહત્તમ વય મર્યાદા અરજી પ્રાપ્તિની અંતિમ તારીખે 56 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.

    નોકરીની ટૂંકી વિગતો



























    પોસ્ટ : આસિસ્ટન્ટ મેનેજર 23, ટેકનિકલ સુપરવાઇઝર 6
    લાયકાત : બંને પોસ્ટ માટે અલગ અલગ
    વય મર્યાદા :

    ડેપ્યુટેશન પર નિમણૂંક માટેની મહત્તમ વય મર્યાદા અરજી પ્રાપ્તિની અંતિમ તારીખે 56 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.

    અરજી કરવાની અંતિમ તારીખ : 5-12-2021
    જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો




    ઓનલાઇન અરજી કરવા માટે :
    અહીયા ક્લિક

    પસંદગી પ્રક્રિયા

    ઉમેદવારોની પસંદગી ડેપ્યુટેશનના આધારે કરવામાં આવશે. ડેપ્યૂટેશનનો સમયગાળો જેમાં કેન્દ્ર સરકારની આ અથવા અન્ય કોઈ સંસ્થા કે વિભાગમાં આ નિમણૂંકના પહેલાની કોઇ અન્ય એક્સ-કેડર પોસ્ટમાં ડેપ્યુટેશન સમયગાળા સહિત સામાન્ય રીતે 3 વર્ષથી વધુ ન હોવો જોઈએ.

    આ રીતે કરો અરજી(How to Apply)

    - સૌ પ્રથમ ઓફિશ્યલ વેબસાઇટ www.indiapost.gov.in પર જાઓ.

    - હોમ પેજ પર recruitment session પર ક્લિક કરો.

    - ત્યાર બાદ સેન્ટર ફોર એક્સીલેન્સ ઇન પોસ્ટલ ટેક્નોલોજીની વેકેન્સીની લિંક ખુલશે.

    - હવે રજીસ્ટર બટન પર ક્લિક કરો.

    - પેજ ખુલ્યા બાદ જરૂરી માહિતી ભરો.

    ­- રજીસ્ટ્રેશન બાદ યૂઆરએલ દ્વારા વેબસાઇટ પર લોગીન કરો.

    - હવે અરજી ફોર્મ ભરો.

    - ફોર્મ ભર્યા બાદ સબમિટ પર ક્લિક કરો.

    - તમારા અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
    First published: