Home /News /career /

Sarkari Naukri: IIMમાં વેબ ડિઝાઇનરથી લઈને ક્લાર્કની નોકરી, 1 લાખ સુધી મળશે પગાર

Sarkari Naukri: IIMમાં વેબ ડિઝાઇનરથી લઈને ક્લાર્કની નોકરી, 1 લાખ સુધી મળશે પગાર

IIM Jammu Recruitment 2021 આઈઆઈએમ જમ્મુમાં નોન ટીચીંગ સ્ટાફ માટે ભરતી

IIM Recruitment:આઈઆઈએમ જમ્મુમાં વેબ ડિઝાઇનરથી લઈને ક્લાર્ક, એકાઉન્ટન્ટ, જૂનિયર એન્જિનિયર વગેરની નોકરી ફટાફટ ચેક કરો વિગતો

    IIM Jammu Jobs: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટમાં બીટેકથી લઈને સામાન્ય ગ્રેજ્યુએટ્સ માટે નોકરી બહાર પડી છે. આ ભરતીમાં એક લાખ રૂપિયા સુધીના પગારની નોકરી (IIM Jammu Recruitment 2021)  છે. આ ભરતી આઈઆઈએમ જમ્મુ માટે બહાર પડી છે. જેના માટે વેબસાઇટ પર ઓફિશિયલ નોટિફિકેશન (Notification of IIM Jammu Recruitment 2021) પણ બહાર પાડવામાં આવ્યું છે. આઈઆઈએમ જમ્મુમાં બહાર પડેલી આ ભરતી માટે આવેદન કરવાની અંતિમ તારીખ 14મી નવેમ્બર 2021 છે. IIM જમ્મુની નોન-ટીચીંગ સ્ટાફની ભરતી હેઠળ વેબ ડિઝાઇનર, એકાઉન્ટન્ટ, જુનિયર એન્જિનિયર, ઓફિસ આસિસ્ટન્ટ, હોસ્ટેલ સુપરવાઇઝર ફીમેલ, લોઅર ડિવિઝન ક્લાર્કની જગ્યાઓ ખાલી છે. ભરતીની જાહેરાત અનુસાર IIM જમ્મુમાં નોન-ફેકલ્ટી પોસ્ટ્સ પર ભરતી માટે અરજી ફી તરીકે રૂ. 590 ચૂકવવા પડશે.

    વેબડિઝાઇનર : સૂચના અનુસાર, IIM જમ્મુમાં નોન ફેકલ્ટી ભરતી હેઠળ વેબ ડિઝાઇનરની જગ્યા ખાલી છે. આ પોસ્ટ માટે 40 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. આ માટે, ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે કમ્પ્યુટર સાયન્સ અથવા આઈટીમાં BE/BTech.ની ડિગ્રી હોવી જોઈએએ જો તમારી પાસે B.Tech ડિગ્રી નથી, તો તમારી પાસે MCA અથવા PGDCA હોવી જોઈએ.

    આ સિવાય ઉમેદવારને કોરલ ડ્રો, એડોબ ક્રિએટિવ સ્યુટ વગેરે પર કામ કરવાનો ઓછામાં ઓછો સાત વર્ષનો અનુભવ હોવો જોઈએ. આ પોસ્ટ પર પસંદગી થયા બાદ ઉમેદવારને 47600-1,51,100 રૂપિયાનો પગાર મળશે. એટલે કે એન્ટ્રી પે 47,600 રૂપિયા હશે. 7મા પગાર પંચ મુજબ પગાર આપવામાં આવશે.

    એકાઉન્ટ ઓફિસર

    તેવી જ રીતે, એકાઉન્ટ ઓફિસરની જગ્યા માટે પણ ખાલી જગ્યા છે. આ માટે ઉમેદવારે કોમર્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા MBA (ફાઇનાન્સ) ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. આ પોસ્ટ માટે વય મર્યાદા 35 વર્ષ છે. એકાઉન્ટ ઓફિસરની પોસ્ટ પર ભરતી થયા બાદ એન્ટ્રી પે 35,400 રૂપિયા થશે. એટલે કે પગાર 35,400-1,12,400 રૂપિયા છે. આ સાથે IIM, IIT, IISER જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં પાંચ વર્ષનો કાર્ય અનુભવ પણ હોવો જોઈએ.

    જુનિયર સિવિલ એન્જિનિયર

    IIM જમ્મુમાં પણ નોન ફેકલ્ટી ભરતી હેઠળ જુનિયર સિવિલ એન્જિનિયરની 01 જગ્યા ખાલી છે. આ માટે 40 વર્ષ સુધીના ઉમેદવારો પણ અરજી કરી શકે છે. જુનિયર સિવિલ એન્જિનિયરની પોસ્ટ માટે, ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે સિવિલ એન્જિનિયરિંગમાં અથવા B.Techમાં પાસ હોવાં જોઈએ. તેમજ જાહેર ક્ષેત્રની કંપનીમાં પાંચ વર્ષનો કામનો અનુભવ પણ જરૂરી છે.

    આ પણ વાંચો :  એરફોર્સમાં સિવિલિયન પદ માટે ભરતી બહાર પડી, જાણો કેવી રીતે કરવાની રહેશે અરજી

    પસંદ થયા પછી, તમને દર મહિને રૂ. 35,400 - 1,12,400 નો પગાર મળશે. આ ક્રમમાં ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા પણ ખાલી છે. આ પોસ્ટ પર પણ પસંદગી પામ્યા પછી, તમને 35,400 - 1,12,400 રૂપિયાનો પગાર મળશે. વય મર્યાદા પણ 40 વર્ષ છે. ઉમેદવારે મેનેજમેન્ટમાં પીજી ડિપ્લોમા અથવા એમબીએ હોવું જોઈએ.

    મહિલા માટે હોસ્ટેલ સુપરવાઇઝરની જગ્યા

    IIM જમ્મુમાં એક ખાલી જગ્યા ફક્ત મહિલા ઉમેદવારો માટે છે. હોસ્ટેલ સુપરવાઈઝર ફીમેલની જગ્યા ખાલી છે. આ પોસ્ટ માટે પગાર 25,500-81,100 રૂપિયા છે. વય મર્યાદા 40 વર્ષ સુધીની છે અને શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન છે. કોઈપણ પ્રવાહમાંથી ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે ગ્રેજ્યુએટ હોવું આવશ્યક છે. તેમજ 10 વર્ષનો અનુભવ પણ જરૂરી છે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા : 6
    શૈક્ષણિક લાયકાત : તમામ પોસ્ટ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયા : ઈન્ટરવ્યૂ દ્વારા
    આવેદન કરવાની અંતિમ તારીખ : 14-11-2021
    અરજી ફી : 590 રૂ.
    નોકરીની જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે : અહીંયા ક્લિક કરો



    ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ

    તેવી જ રીતે ઓફિસ આસિસ્ટન્ટની પણ જગ્યા ખાલી છે. આ પોસ્ટ માટે પગાર 35,400 - 1,12,400 પ્રતિ માસ છે. વય મર્યાદા પણ 40 વર્ષ છે. શૈક્ષણિક લાયકાત પોસ્ટ ગ્રેજ્યુએશન માંગવામાં આવી છે. કોઈપણ પ્રવાહમાં ઓછામાં ઓછા 55% ગુણ સાથે પીજી પાસ કરનારા ઉમેદવાર ભરતી માટે લાયક છે.

    આ પણ વાંચો : Sarkari Naukri : રાજકોટ નાગરિક બેંકમાં મેનેજરીયલ પોસ્ટ પર ભરતી, જાણો લાયકાત અને અરજી કરવાની અંતિમ તારીખ

    આ ઉપરાંત લોઅર ડિવિઝન ક્લાર્કની જગ્યા પણ ખાલી છે. આ પોસ્ટ પર પસંદગી પામ્યા પછી, પગાર 19,900-63,200 રૂપિયા થશે. વય મર્યાદા 35 વર્ષ છે. આ પોસ્ટ માટે, ઉમેદવાર ઓછામાં ઓછા 55% ગુણ સાથે કોઈપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ હોવો જોઈએ. તેમજ ત્રણ વર્ષનો અનુભવ પણ જરૂરી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs, Sarkari Naukri, આઇઆઇએમ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन