IBPS SO Recruitment 2021: આઇબીપીએસમાં 1828 જગ્યા પર ભરતી, 25,000 રૂ. સુધી મળી રહ્યો છે પગાર

IBPS દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ભરતી અરજી કરવા માટે થોડા દિવસો જ બાકી

IBPS SO Recruitment 2021 : આઈબીપીએસ દ્વારા 1828 જગ્યાઓ માટે સીધી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે જાણો કઈ કઈ જગ્યા છે અને કોણ કોણ કરી શકશે અરજી

  • Share this:
    ઈન્સ્ટીટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન(IBPS) દ્વારા સ્પેશ્યલિસ્ટ ઓફિસર ભરતી (Specialist Officer posts) માટે ઓનલાઇન અરજી(Online Registration) પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભરતી માટે 2 નવેમ્બર, 2021ના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી. તે તમામ ઉમેદવાર જે આઇબીપીએસ SO (Institute of Banking Personnel Selection) પરીક્ષા 2021 માટે અરજી કરવા ઇચ્છુક છે, તેઓ આજે 3 નવેમ્બરથી અરજી કરી શકે છે. રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ 23 નવેમ્બર, 2021 છે. ઇચ્છુક ઉમેદવાર ઓફિશ્યલ વેબસાઇટ ibps.in પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે.

    આ પદો માટે કરાશે ભરતી

    આઇબીપીએસ દ્વારા 1828 સ્પેશ્યાલિસ્ટ ઓફિસર પદો માટે ભરતી બહાર પાડી છે. જે નીચે મુજબ છે.

    આઇ.ટી ઓફિસર – 220 પોસ્ટ
    એગ્રીકલ્ચર ફિલ્ડ ઓફિસર – 884 પોસ્ટ
    રાજભાષા અધિકારી – 84 પોસ્ટ
    લો ઓફિસર – 44 પોસ્ટ્સ
    HR/પર્સનલ ઓફિસર – 61 પોસ્ટ
    માર્કેટિંગ ઓફિસર – 535 પોસ્ટ

    આ મહત્વની તારીખોને રાખો ધ્યાનમાં

    અરજી કરવાની પ્રારંભિક તારીખ – 3 નવેમ્બર, 2021
    અરજી કરવાની છેલ્લી તારીખ – 23 નવેમ્બર, 2021
    ઓનલાઇન પ્રીલિમ્સ પરીક્ષા – 26 ડિસેમ્બર, 2021
    મેઇન પરીક્ષા – 30 જાન્યુઆરી, 2022

    શૈક્ષણિક લાયકાત આઇ.ટી ઓફિસર

    ઉમેદવાર પાસે 4 વર્ષ એન્જીનીયરીંગ/ટેક્નોલોજીમાં કમ્પ્યૂટર સાયન્સ/કમ્પ્યૂટર એપ્લીકેશન/ઈન્ફોર્મેશન ટેકનોલોજી/ ઈલેક્ટ્રોનિક્સ/ ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન્સ/ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન/ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્સ્ટ્રુમેન્ટેશનની ડિગ્રી મેળવેલી હોવી જોઇએ.

    આ પણ વાંચો : WFH: વિદ્યાર્થીઓ અને ફ્રેશર્સ માટે 'વર્ક ફ્રોમ હોમ' ઈન્ટર્નશીપની તક, 10,000 સુધી મળશે સ્ટાઇપેન્ડ

    અથવા તો ઈલેક્ટ્રોનિક્સ/ઈલેક્ટ્રોનિક્સ અને ટેલીકોમ્યુનિકેશન/ ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન/ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્સ્ટ્રુમેન્ટલાઈઝેશન/કોમ્પ્યુટર સાયન્સ/ઈન્ફોર્મેશન ટેક્નોલોજી/કોમ્પ્યુટર એપ્લિકેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા હોવા જોઇએ.

    એગ્રીકલ્ચર ફિલ્ડ ઓફિસર

    ઉમેદવારો પાસે એગ્રીકલ્ચર/હોર્ટિકલ્ચર/એનીમલ હસ્બન્ડરી/વેટરનરી સાયન્સ/ડેરી સાયન્સ/ફિશરી સાયન્સ/મિસકલ્ચર/એગ્રી માર્કેટિંગ અને કોઓપરેશન/ડેરી ટેકનોલોજી/સેરીકલ્ચર વગેરેમાં ચાર વર્ષની ડિગ્રી (ગ્રેજ્યુએશન) જરૂરી છે.

    રાજભાષા અધિકારી

    ડિગ્રી લેવલ (ગ્રેજ્યુએશન) પર વિષય તરીકે અંગ્રેજી સાથે હિન્દીમાં પોસ્ટગ્રેજ્યુએટ ડિગ્રી જરૂરી છે. ડિગ્રી લેવલે વિષય તરીકે હિન્દી અને અંગ્રેજી સાથે સંસ્કૃતમાં પોસ્ટગ્રેજ્યુએટની ડિગ્રી આવશ્યક છે.

    લો ઓફિસર

    કાયદામાં બેચલરની ડિગ્રી (LLB) અને બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નોંધણી હોવી જરૂરી છે.

    HR/પર્સનલ ઓફિસર

    પર્સનલ મેનેજમેન્ટ/ઇન્ડસ્ટ્રીયલ રીલેશન્સ/HR/HRD/ સોશ્યલ વર્ક/ લેબર લોમાં ગ્રેજ્યુએશન અને બે વર્ષની પોસ્ટગ્રેજ્યુએટ ડિગ્રી જરૂરી છે.

    માર્કેટિંગ ઓફિસર

    ગ્રેજ્યુએશ અને બે વર્ષની ફુલટાઇમ MMS (માર્કેટિંગ)/ બે વર્ષ ફુલ ટાઇમ MBA (માર્કેટિંગ/ બે વર્ષ ફુલ ટાઇમ PGDBA/PGDBM/PGPM/PGDMમાં માર્કેટિંગ સાથેની ડિગ્રી આવશ્યક છે.



































    નોકરી : IBPS SO Recruitment
    જગ્યા : 1828
    લાયકાત : અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ




    ઉંમર :
    20-30 (કેટેગરીના બાંધછોડ સાથે)
    એપ્લાય કરવાની અંતિમ તારીખ : 23મી નવેમ્બર
    પરીક્ષાની ફી : એસટી, પીડબલ્યૂડબીડી ઉમેદવારો માટે રૂપિયા 175 છે જ્યારે અન્ય ઉમેદવારો માટે 850 રૂપિયા
    જાહેરાત વાંચવા : ભરતીની જાહેરાત વાંચવા ક્લિક કરો
    ઓનલાઇન એપ્લાય કરવા ઓનલાઇન એપ્લાય કરવા ક્લિક કરો



    પસંદગી પ્રક્રિયા

    પસંદગી પ્રક્રિયા પ્રીલીમ્સ પરીક્ષા અને ત્યારબાદ મુખ્ય પરીક્ષા અને ત્યાર બાદ ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. જે ઉમેદવારો પ્રીલીમ્સ પરીક્ષા પાસ કરશે, તેમણે મેઇન્સ પરીક્ષા આપ્યા બાદ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે.

    આ પણ વાંચો : Sarkari Naukri: ગ્રેજ્યુએટ માટે સ્ટેનોગ્રાફર સહિતની સરકારી નોકરી, 28,700 રૂ સુધી મળશે શરૂઆતનો પગાર

    વયમર્યાદા

    આ ભરતી માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને મહત્તમ વયમર્યાદા 30 વર્ષ છે. આ તમામ પદો માટે સમાન છે.

    અરજી ફી

    જનરલ કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે અરજી ફી રૂ.850 છે, જ્યારે SC/ST/PWBD કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે રૂ. 175 ફી છે.
    First published: