Home /News /career /

Sarkari Naukri: HPCLમાં એપ્રેન્ટિસની ભરતી, 25,000 રૂપિયા મળશે સ્ટાઇપેન્ડ

Sarkari Naukri: HPCLમાં એપ્રેન્ટિસની ભરતી, 25,000 રૂપિયા મળશે સ્ટાઇપેન્ડ

HPCL Recruitment 2021 : એચપીસીએલમાં એપ્રેન્ટિસની ભરતી ફટાફટ કરો અરજી

HPCL Recruitment 2021 : હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) દ્વારા એન્જીનીયર માટે એપ્રેન્ટિસ પદ પર ટ્રેઈનીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 

    HPLC Apprentice Recruitment 2021 : હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) દ્વારા એન્જીનીયર માટે એપ્રેન્ટિસ પદ પર ટ્રેઈનીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.  આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને HPCL માર્કેટિંગ વિભાગમાં વિવિધ લોકેશન (HPCL Apprentice Recruitment Posing )પર પોસ્ટ કરવામાં આવશે.  જો ઉમેદવારની પસંદગી થાય છે તો તે ઉમેદવાર એપ્રેન્ટિસ તાલિમ માટે 1 વર્ષ સુધી રોકાયલા રહેશે. આ દરમ્યાન તેમને માસિક 25000નું સ્ટાઈપેન્ડ  (HPCL Apprentice Recruitment stipend) આપવામાં આવશે. આ પદો માટે અરજી કરનાર ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોવી જોઈએ. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ  તારીખ – 6 ડિસેમ્બર 2021 (HPCL Apprentice Recruitment Last date of application)

     મહત્વની બાબતો:

    - પસંદગી પામેલ ઉમેદવારો કામચલાઉ ધોરણે રોકવામાં આવશે.
    - આ પોસ્ટ દેશમાં કોઈ પણ સ્થળે કરવામાં આવી શકે છે.
    - જણાવેલ વયમર્યાદામાં બાંધછોડ કરવામાં આવી શકે છે. ઓફિશિયલ નોટિફિકેશનમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.
    - આ પદો પર અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ એન્જીનીયરિંગમાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક મેળવેલા હોવા ફરજીયાત છે.
    - ભારતના નાગરિકો જ આ પદો પર અરજી કરી શકશે.
    - બોર્ડ ઑફ એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ (BOAT) દ્વારા નેશનલ એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ સ્કીમ (NATS) પર નોંધાયેલા અને મંજૂર થયેલા ઉમેદવારોને આ પદ માટે ધ્યાનમાં લેવામાં આવશે.
    - 1 જાન્યુઆરી 2020 પહેલા પાસ થયેલા ઉમેદવારો આ પદો પર અરજી કરી શકશે નહીં.
    - 1 વર્ષ અથવા વધુ સમયનો અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે નહીં.
    - ફાઈનલ ઑફર એચપીસીએલના ધોરણો મુજબ મેડિકલ ટેસ્ટ ક્લિયર કરવા પર આધારિત હશે. અંતિમ ઓફર કરવામાં આવે તે પહેલાં ઉમેદવારોએ તમામ દસ્તાવેજો/પ્રમાણપત્રો સબમિટ કરવા પણ જરૂરી છે.

    આ પણ વાંચો : Sarkari Naukri: બરોડા ડેરીમાં વિવિધ પોસ્ટની ભરતી, 11.48 લાખ રૂપિયા સુધી મળશે CTC

    કોણ અરજી કરી શકે?

    આ પદ પર અરજી કરતા ઉમેદવારો પાસે BE અથવા B Techની એન્જીનીયરિંગ ડિગ્રી હોવી ફરજીયાત છે.

    સિવિલ એન્જીનિયરિંગ (Civil engineering)

    મિકેનીકલ એન્જીનિયરિંગ (Mechanical engineering)

    ઈલેક્ટ્રિકલ એન્જીનિયરિંગ (Electrical engineering)

    ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ એન્જીનિયરિંગ (Electrical and electronics engineering)

    ઈલેક્ટ્રોનિક્સ અને ટેલીકોમ્યૂનિકેશન એન્જીનિયરિંગ (Electronics and telecommunication engineering)

    ઈન્સટ્રુમેન્ટેશન એન્જીનિયરિંગ (Instrumentation engineering)

    કોમ્પ્યૂટર સાયન્સ એન્જીનિયરિંગ અથવા આઈટી (Computer science engineering or information technology)

    ભરતીની ટૂંકી વિગતો



























    પોસ્ટ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (Graduate Apprentice Trainee)
    શૈક્ષણિક લાયકાત સિવિલ એન્જીનિયરિંગ (Civil engineering)
    મિકેનીકલ એન્જીનિયરિંગ (Mechanical engineering)
    ઈલેક્ટ્રિકલ એન્જીનિયરિંગ (Electrical engineering)
    ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ એન્જીનિયરિંગ (Electrical and electronics engineering)
    ઈલેક્ટ્રોનિક્સ અને ટેલીકોમ્યૂનિકેશન એન્જીનિયરિંગ (Electronics and telecommunication engineering)
    ઈન્સટ્રુમેન્ટેશન એન્જીનિયરિંગ (Instrumentation engineering)
    કોમ્પ્યૂટર સાયન્સ એન્જીનિયરિંગ અથવા આઈટી (Computer science engineering or information technology)
    પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યૂના આધારે
    અરજી કરવાની અંતિમ તારીખ 6-12-2021
    ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો



    કઈ રીતે અરજી કરવી?

    - અરજી કરવા માંગતા ઉમેદવારોએ NATS પોર્ટલ ઓપન કરવાનું રહેશે.
    - જો તમારી પાસે લોગઈન આઈડી હોય તો લોગીન કરો અથવા નવું અકાઉન્ટ બનાવો.
    - નામ, ઉંમર, શૈક્ષણિક લાયકાત વગેરે નાંખો.
    - જરૂરી વિગતો ભરી અને માંગવામાં આવેલા દસ્તાવેજો અપલોડ કરો.
    - એક વખત ચેક કરી ફોર્મ સબમીટ કરો.

    આ પણ વાંચો :  PSI-LRD ભરતીના કોલલેટર માટે 3 હેલ્પલાઇન નંબર શરૂ, શારીરિક કસોટી માટે મહત્ત્વની તારીખ જાહેર

    મહત્વની તારીખો:

    અરજી કરવાની શરૂઆતી તારીખ – 22 નવેમ્બર 2021
    અરજી કરવાની અંતિમ તારીખ – 6 ડિસેમ્બર 2021
    ઈન્ટરવ્યૂ – જાન્યૂઆરી 2022
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन