Home /News /career /Sarkari Naukri: HPCLની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તક, 25,000 રૂ. સ્ટાઈપેન્ડથી થશે શરૂઆત

Sarkari Naukri: HPCLની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તક, 25,000 રૂ. સ્ટાઈપેન્ડથી થશે શરૂઆત

Railway Recruitment 2021 : એચપીસીએલની ભરતી, 6-12-2021 અરજી કરવાની છેલ્લી તારીખ

HPCL Apprentice Recruitment 2021 : હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) દ્વારા એન્જિનિયર માટે એપ્રેન્ટિસ પદ પર ટ્રેઈનીની ભરતીની જાહેરાત કરવામાં (HPCL Apprentice Recruitment 2021) આવી છે. સોમવારે આ ભરતી માટે અરજી કરવાનો અંતિમ દિવસ છે

વધુ જુઓ ...
    HPLC Apprentice Recruitment 2021 : હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) દ્વારા એન્જિનિયર માટે એપ્રેન્ટિસ પદ પર ટ્રેઈનીની ભરતીની જાહેરાત કરવામાં (HPCL Apprentice Recruitment 2021) આવી છે. આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને HPCL માર્કેટિંગ વિભાગમાં વિવિધ લોકેશન (HPCL Apprentice Recruitment Posting) )પર પોસ્ટ કરવામાં આવશે. જો ઉમેદવારની પસંદગી થાય છે તો તે ઉમેદવાર એપ્રેન્ટિસ તાલિમ માટે 1 વર્ષ સુધી રોકાયલા રહેશે. આ દરમ્યાન તેમને માસિક 25000નું સ્ટાઈપેન્ડ (HPCL Apprentice Recruitment stipend) આપવામાં આવશે. આ પદો માટે અરજી કરનાર ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોવી જોઈએ. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ – 6 ડિસેમ્બર 2021 (HPCL Apprentice Recruitment Last date of application) આજે અહીંયા આપવામાં આવેલી ઓનલાઇન એપ્લિકેશનની ડાયરેક્ટ લિંક પરથી ઉમેદવારો અરજી કરી શકશે. અરજી કરવાની અંતિમ તારીખ 6-12-2021 સોમવાર છે.

    કોણ અરજી કરી શકે?

    આ પદ પર અરજી કરતા ઉમેદવારો પાસે BE અથવા B Techની એન્જીનીયરિંગ ડિગ્રી હોવી ફરજીયાત છે. જેમાં સિવિલ એન્જીનિયરિંગ (Civil engineering) મિકેનીકલ એન્જીનિયરિંગ (Mechanical engineering), ઈલેક્ટ્રિકલ એન્જીનિયરિંગ (Electrical engineering) ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ એન્જીનિયરિંગ (Electrical and electronics engineering), ઈલેક્ટ્રોનિક્સ અને ટેલીકોમ્યૂનિકેશન એન્જીનિયરિંગ (Electronics and telecommunication engineering), ઈન્સટ્રુમેન્ટેશન એન્જીનિયરિંગ (Instrumentation engineering) કોમ્પ્યૂટર સાયન્સ એન્જીનિયરિંગ અથવા આઈટી (Computer science engineering or information technology)

    આ પણ વાંચો :  Railway Recruitment 2021: રેલવેમાં 10-12 પાસ માટે નોકરી, અહીંથી સીધા કરો સરકારી નોકરી માટે આવેદન

    અરજી અંગે મહત્ત્વની બાબતો

    આ ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોને કામચલાઉ ધોરણે નોકરી મળશે. નોકરીનું પોસ્ટીંગ કોઈ પણ સ્થળે કરવામાં આવશે જેમાં કોઈ પણ તકરાર નહીં ચાલે. જણાવેલ વયમર્યાદામાં બાંધછોડ કરવામાં આવી શકે છે. ઓફિશિયલ નોટિફિકેશનમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.

    ભરતીની ટૂંકી વિગતો
    પોસ્ટગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (Graduate Apprentice Trainee)
    શૈક્ષણિક લાયકાતસિવિલ એન્જીનિયરિંગ (Civil engineering)મિકેનીકલ એન્જીનિયરિંગ (Mechanical engineering)ઈલેક્ટ્રિકલ એન્જીનિયરિંગ (Electrical engineering)ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ એન્જીનિયરિંગ (Electrical and electronics engineering)ઈલેક્ટ્રોનિક્સ અને ટેલીકોમ્યૂનિકેશન એન્જીનિયરિંગ (Electronics and telecommunication engineering)ઈન્સટ્રુમેન્ટેશન એન્જીનિયરિંગ (Instrumentation engineering)કોમ્પ્યૂટર સાયન્સ એન્જીનિયરિંગ અથવા આઈટી (Computer science engineering or information technology)
    પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યૂના આધારે
    અરજી કરવાની અંતિમ તારીખ6-12-2021
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    શૈક્ષણિક અને અન્ય લાયકાત

    આ પદો પર અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ એન્જીનીયરિંગમાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક મેળવેલા હોવા ફરજીયાત છે. ભારતના નાગરિકો જ આ પદો પર અરજી કરી શકશે. બોર્ડ ઑફ એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ (BOAT) દ્વારા નેશનલ એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ સ્કીમ (NATS) પર નોંધાયેલા અને મંજૂર થયેલા ઉમેદવારોને આ પદ માટે ધ્યાનમાં લેવામાં આવશે. 1 જાન્યુઆરી 2020 પહેલા પાસ થયેલા ઉમેદવારો આ પદો પર અરજી કરી શકશે નહીં. 1 વર્ષ અથવા વધુ સમયનો અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે નહીં.

    આ પણ વાંચો : Sarkari Naukari: વન વિકાસ નિગમ લિ.માં ભરતી, 40,000 રૂ. સુધી મળી રહ્યો છે પગાર

    પસંદગી પ્રક્રિયા

    આ ભરતી માટેની અરજી કરનાર ઉમેદવારોને એલિજિબિલિટી ક્રાઇટ એરિયાના ધોરણે ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. પસંદગી ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Hpcl, Sarkari Naukri, કેરિયર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन