Home /News /career /

HPSC Lecturer Recruitment 2022: લેક્ચરરની 437 જગ્યા માટે અરજી કરવાની અંતિમ તક ભરતી, 53,100 રૂ. પગારથી થશે શરૂ

HPSC Lecturer Recruitment 2022: લેક્ચરરની 437 જગ્યા માટે અરજી કરવાની અંતિમ તક ભરતી, 53,100 રૂ. પગારથી થશે શરૂ

HPSC Recruitment 2022 : લેક્ચરરની 437 જગ્યા માટેની ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની અંતિમ તક, અહીંયાથી કરો અરજી

Haryana PSC Lecturer Recruitment 2022 : : લેક્ચરરની સરકારી નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે ગુજરાતની બહાર એક મોટી તક સામે આવી છે. હરિયાણા પબ્લિક સર્વિસ કમિશન દ્વારા રાજ્યમાં 437 લેક્ચરરની ભરતી માટે આજે અરજી કરવાની અંતિમ તક છે.

  HPSC Lecturer Recruitment 20222: લેક્ચરરની સરકારી નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે ગુજરાતની બહાર એક મોટી તક સામે આવી છે. હરિયાણા પબ્લિક સર્વિસ કમિશન દ્વારા રાજ્યમાં 437 લેક્ચરરની ભરતી (HPSC Lecturer Recruitment 2022) બહાર પાડવામાં આવી છે. સરકારે આ અંગે ઓનલાઇન (HPSC Lecturer Recruitment Online application 20222) અરજીઓ મંગાવવાની શરૂઆત કરી છે. આ ઉપરાંત રાજ્યમં ટેકનિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં 09 ફોરમનેન ઇન્સ્ટ્રક્ટરની પણ જગ્યા ખાલી છે. ઉમેદવારો માટે આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 6 જાન્યુઆરી 2022 છે HPSC Lecturer Recruitment Last date of online application). આમ આજે આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ છે. રસધરાવતા ઉમદવારો અહીંયા આપવામાં આવેલી લિંક પરથી અરજી કરી શકશે.

  HPSC લેક્ચરર ભરતી 2022 લાયકાત: ઉમેદવારે માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી સ્નાતક અથવા માસ્ટર ડિગ્રી અને મેટ્રિક અથવા ઉચ્ચ શિક્ષણમાં હિંદી અથવા સંસ્કૃત વિષય રાખેલો હોવો અનિવાર્ય છ.

  આ વિષયમાં છે ભરતી : આ ભરતી પ્રક્રિયામાં એગ્રિકલ્ચર એન્જિનિયરીંગ, આર્કિટેક્ચર, ઓટોમોબાઇલ એન્જિનિયરીંગ, કેમિકલ એન્જિનિયરીંગ, સિવિલ એન્જિનિયરીંગ, કોમ્યુટર એન્જિનિયરીંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગ, ફેશન ડિઝાઇન, ફૂડ ટેકનોલોજી, ઇન્સ્ટુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરીંગ, મિકેનિકલ એન્જિનિયરીંગ, અપ્લાઇડ સાયન્સ (અંગ્રેજી)

  આ પણ વાંચો :  GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ભરતી, 317 જગ્યા માટે અહીંથી કરો અરજી

  અપ્લાઇડ સાયન્સ (ગણિત) અપ્લાઇડ સાયન્સ (ફિઝિક્સ, અપ્લાઇડ સાયન્સ (કેમેસ્ટ્રી) મેડિકલ ઇલેક્ટ્રોનિક્સ મેડિકલ લેબોરેટીર ટેકનોલોજી, ફાર્મસી, પ્લાસ્ટિક ટેકનોલોજી, ટેક્સટાઇલ પ્રોસેસિંગ ટેક્સટાઇલ ટેકનોલોજી, બિઝનેસ મેનેજમેન્ટ, ફાઇનાન્સિયલ એકાઉન્ટ્સ ઓડિટ,

  આ પણ વાંચો : Railway Recruitment 2021: ગ્રેજ્યુએટ અને 12 પાસ માટે રેલવેમાં નોકરી, અહીંથી સીધા કરો આવેદન

  HPSC લેક્ચરર ભરતી 2022 ઉંમર મર્યાદા : નોકરી માટે 21 વર્ષથી લઈને 42 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકા છે. આ મર્યાદામાં એસટી, બેકવાર્ડ ક્લાસ, મિલિટરી પર્સનલની પત્ની, છૂટાછેડા લીધેલી મહિલાઓ, અપરિણીત મહિલાઓને પાંચ વર્ષની વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે.

  HPSC લેક્ચરર ભરતી 2022 નોકરીની ટૂંકી વિગતો  જગ્યા437
  શૈક્ષણિક લાયકાતબેચલર્સ ડિગ્રી માસ્ટર્સ ડિગ્રી સાથે પીએચડી નેટ
  પસંદગી પ્રક્રિયાલેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂ દ્વારા
  અરજી કરવાની ફી1,000 રૂપિયા
  ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ6-1-2022
  ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
  ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો  HPSC લેક્ચરર ભરતી 2022 અરજી કરવાની ફી : અરજી કરવાની ફી પુરૂષ ઉમેદવારો માટે અને અન્ય કેટેગરીના ઉમેદવારો જે હરિયાણાની બહારના છે તેમના માટે 1,000 રૂપિયા રાખવામાં આવી છે.

  આ પણ વાંચો :  Income Tax Recruitment 2022 : આવકવેરા વિભાગની ભરતી, 34,800 રૂપિયા મળશે પગાર

  HPSC લેક્ચરર ભરતી 2022 પગાર ધોરણ : હરિયામા પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આપવામાં આવેલી જાહેરાત મુજબ લેક્ચરરને 53,100 રૂપિયા અને ફોરમેન ઇન્સ્ટ્ક્ટરને રૂપિયા 44,900 રૂપિયા પગર આપવામાં આવશે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Recruitment 2022, Sarkari Naukri 2022

  આગામી સમાચાર