Gujarat Tourism Recruitment 2021: ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત (Tourism Corporation of Gujarat) દ્વારા ગુજરાત ટુરિઝમ (Gujarat Tourism Recruitment 2021) માટે કરાર આધારિત નોકરીઓની ભરતી બહાર પાડવામાં આવી છે. આ નોકરી માટે અરજી કરવાનો આજે અંતિમ દિવસ છે (Last Date To apply for Gujarat Tourism Recruitment 2021) . આ ભરતી આસિસ્ટન્ટ જનરલ મેનેજરથી લઈને એન્જિનિયર સહિતની વિવિધ પોસ્ટ માટે ભરતી છે.આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારો શેક્ષણિક લાયકતા અને પોસ્ટની માંગ મુજબ જાહેરાત વાંચી અરજી કરી શકશે.
દરેક પોસ્ટ માટે જુદી જુદી શૈક્ષણિક લાયકાત, પગાર અને ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ઉંમર મર્યાદા,પગાર અને લાયકાતનો અભ્યાસ કરી અને આવેદન કરવાનું રહેશે. નોકરી કરાર આધારિત છે તે આવેદન કરતાં પહેલાં ચોક્કસપણે અભ્યાસ કરવો.
આ પરીક્ષામાં સફળ થનારા ઉમેદવારોની ફરીથી એક પરીક્ષા લેવાશે જેમાં પણ વિષયને લગતા ઓબ્જેક્ટિવ સવાલો પૂછાશે. ત્યારબાદ તેમનાથી પસંદ થનારા ઉમેદવારોને ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવેલા ઉમેદવારોનાં ઇન્ટરવ્યૂ થશે અને તેના આધારે પસંદગી થશે.
ઓનલાઇન રજીસ્ટ્રેશન અને ફી
આ નોકરી માટે ગુજરાત ટુરિઝમના પોર્ટલ પર અહીંયા ક્લિક કરી અને રજિસ્ટ્રેશન કરી શકાશે. નોકરી માટેની અરજી કરવા માટે જનરલ કેટેગરીની 500, ઓબીસી ઈડબલ્યુએસની 200 અને એસસી/એસટીની નિશુલ્ક ફી રાખવામાં આવી છે.
ઉમેદવારોએ ગુજરાત ટુરિઝમના પોર્ટલ પરથી રજિસ્ટ્રેશન કરાવી અને પહેલાં એપ્લિકેશન કરવાની રહેશે. ત્યારબાદ તેની ઓનલાઇન ફી ચુકવવાની રહેશે. દરેક પોસ્ટ માટેનો શૈક્ષણિક લાયકાત અને અનુભવનો અભ્યાસ કર્યા પછી જ ઉમેદવારોએ નોકરી માટે અરજી કરવી હિતાવહ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર