Home /News /career /Sarkari Naukari: વન વિકાસ નિગમ લિ.માં ભરતી, 40,000 રૂ. સુધી મળી રહ્યો છે પગાર
Sarkari Naukari: વન વિકાસ નિગમ લિ.માં ભરતી, 40,000 રૂ. સુધી મળી રહ્યો છે પગાર
GSFDC Recruitment 2021 : ગુજરાત વન વિકાસ નિગમ લિ.ની ભરતી
Gujarat State Forest Development Corporation Recruitment 2021 : ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ (Gujarat State Forest Development Corporation Limited (GSFDCL)) દ્વારા સિનિયર પ્લાન્ટ એન્જીનિયર, અકાઉન્ટ મેનેજર, આસિસ્ટન્ટ સુપરવાઈઝર અને લેબ ટેક્નિશિયન જેવી વિવિધ પોસ્ટ પર ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે.
GSFDC Recruitment 2021:ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ (Gujarat State Forest Development Corporation Limited (GSFDCL)) દ્વારા સિનિયર પ્લાન્ટ એન્જીનિયર, અકાઉન્ટ મેનેજર, આસિસ્ટન્ટ સુપરવાઈઝર અને લેબ ટેક્નિશિયન જેવી વિવિધ પોસ્ટ પર ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આ ભરતી અંગેની વિગતો જોઈ અને યોગ્ય પદ પર અરજી કરી શકે છે. GSFDCમાં નોકરી કરવા માંગતા ઈચ્છુક ઉમેદવારો માટે આ ભરતી એક સુવર્ણ તક સમાન છે.
GSFDC Recruitment 2021- ખાલી પડેલા પદો
સિનિયર પ્લાન્ટ એન્જીનિયર: 01
મેનેજર અકાઉન્ટ: 01
આસિસ્ટન્ટ સુપરવાઈઝર: 05
લેબ ટેક્નિશિયન: 01
કુલ પદોઃ 08
GSFDC Recruitment 2021 - લાયકાત
સિનિયર પ્લાન્ટ એન્જીનિયર:
M.E સિવિલ એન્જીનિયરિંગ / આર્કિટેક્ચરમાં સ્નાતક.
કોમ્પ્યૂટરનું જ્ઞાન ધરાવતા અને ઈન્ટિરીયર ડિઝાઈનિંગ ડિગ્રી ધરાવતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે.
મેનેજર અકાઉન્ટ:
C.A / કોસ્ટ અકાઉન્ટન્ટ / MBA (ફાઈનાન્સ) & કોમ્પ્યૂટરનું જ્ઞાન.
આસિસટન્ટ સુપરવાઈઝર:
સાયન્સ ગ્રેજ્યુએટ (ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, ગણિત) અને કોમ્પ્યૂટરનું જ્ઞાન
લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો તેમની અરજી ઓફલાઈન નીચે જણાવેલા સરનામે મોકલી શકે છે. અરજી સાથે તેમણે બાયોડેટા, પાસપોર્ટ સાઈઝ ફોટો, શૈક્ષણિક પ્રમાણપત્રો અને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ મોકલવાનું રહેશે.