Sarkari Naukri: LRDની ભરતીમાં 10,459 જગ્યા માટે કેટલા ઉમેદવારો ફી ભરવા પાત્ર છે?

એલ આર. ડી અને સીઆરપીએફના કોન્સ્ટેબલની ભરતી માટે ફી ભરવાની અંતિમ તારીખ 12-11-2021

LRD Recruitment 2021 : 8476 પુરૂષો માટે અને 1983 મહિલા માટેની જગ્યા માટે ભરતી, 10 લાખ કરતા વધુ ફોર્મ ભરાયા છે.

  • Share this:
    LRD Recruitment 2021 : ગુજરાત પોલીસ દ્વારા (Gujarat Police Recruitment 2021) વર્ગની હથિયારી/ બિનહથિયારી કોન્સ્ટેબલ લોકરક્ષક (LRD CRPF Constable Recruitment 2021) અને સીઆરપીએફ કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓની સીધી ભરતી બહાર પાડવામાં આવી છે. આજે જાહેર કરવામાં આવેલી જાહેરાત મુજબ રાજ્યમાં કુલ આ વર્ગની 10459 જગ્યા ભરવામાં આવશે.આ ભરતી માટે ઓનલાઇન અરજી  સમાપ્ત થઈ ગઈ છે. આ ભરતી અંગે છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો કાગડોળે રહા જોઈને બેઠા હતા ત્યારે નવી સરકારની નિયુક્તિ બાદ એકસાથે 10,459 પદ ભરવામાં આવશે. આજે આ ભરતી માટે ફી ભરવાના બે દિવસ બાકી છે.

    LRD Recruitment 2021 શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા : આ નોકરી માટે ધોરણ 12 પાસ અથવા તો તેને સમકક્ષ સરકાર માન્ય અભ્યાસક્રમ કર્યો હોવો અનિવાર્ય છે. નોકરી માટે ઉમેદવારી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 9-11-1987 9-11-2203 સુધીમાં લધુતમ 18 વર્ષ અને મહત્તમ 18 વર્ષ હોવી અનિવાર્ય છે.

    આ વય મર્યાદા માં એસસી, એસટી, અને એસઈબીસી કેટેગરીના અને ઈડબલ્યૂએસ કેટેગરીના ઉમેદવારોની પાંચ વર્ષની છૂટ મળશે જ્યારે કે મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ મળશે. આ સાથે અનામત કક્ષાના મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટ મળશે.

    નોકરીની ટૂંકી વિગતો



































    નોકરી : પોલીસ દળમાં કોન્સ્ટેબલ વર્ગ 3
    જગ્યા : 10459
    શૈક્ષણિક લાયકાત :  ધોરણ 12 પાસ સમકક્ષ
    પસંદગી પ્રક્રિયા : ફિઝિકલ ટેસ્ટ, લેખિત પરીક્ષા
    પગાર : સરકારના નિયમ મુજબ
    ફી ભરવાની  અંતિમ તારીખ : 12-11-2021
    જાહેરાત જોવા માટે : : અહીંયા ક્લિક કરો
    ફી ભરવા માટે અહીંયા ક્લકિ કરો



    10 લાખ કરતા વધુ ફોર્મ ભરાયા

    આ ભરતીમાં કુલ 10 લાખ કરતાં વધુ ફોર્મ ભરાયા છે. આમ એક સરકારી નોકરીની 10,000 કરતાં વધુ ફોર્મ ભરાયા હતા. જોકે, ફોર્મ ભરાઈ ગઈ હોય તેમના માટે ફી ભરવાના બે દિવસો બાકી છે.જે ઉમેદવારોને ફી ભરવાની બાકી હોય તેમના માટે ફી ભરવાની અંતિમ તારીખ 12મી નવેમ્બર છે.

    આ પણ વાંચો : Scholarship: વિદ્યાર્થિનીઓને કમ્યુટર સાયન્સ ભણવા ગુગલ આપશે 70,000 રૂ.ની સ્કોલરશીપ, ફટાફટ જાણો વિગતો




    LRD Recruitment 2021 પસંદગી પ્રક્રિયા : ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શારિરીક કસોટી અને લેખિત પરીક્ષા મુજબ લેવામાં આવશે. શારિરીક કોસીટમાં 5000 મીટરની દોડ પુરૂષો માટે અને 1600 મીટરની દોડ મહિલાઓ માટે યોજાશે. આ ઉમેદવારોમાંથી જે લેખિત પરીક્ષામાં પહોંચશે તેમને 100 માર્ક્સની લેખિત પરીક્ષા આપવાની રહેશે.

    આ પણ વાંચો : IIT Jammuમાં ભરતી : એન્જિનિયરથી લઈને મેનેજર સુધીની પોસ્ટ પર સરકારી નોકરી, 1.23 લાખ સુધી મળશે પગાર

    LRD Recruitment 2021 કોમ્યુટરનું જ્ઞાન : ઉમેદવારોને સરકારના નિયમ મુજબ કૉમ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જરૂરી છે. આ અંગેના કોઈ પણ ડિપ્લોમાં ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલા હોય તેવા અથવા ધોરણ 10-12માં કોમ્યુટર વિષય સાથે પાસ થયેલા હોય તેવા પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારોને ગુજરાતી અથવા હિંદી અથવા બંને ભાષાનું જ્ઞત્રાન હોવાનુ અનિવાર્ય છે.
    Published by:Jay Mishra
    First published: