Sarkari Naukri: GPSC દ્વારા ICT class-2 ઓફિસરની ભરતી, 32 જગ્યા માટે આ લાયકાત હોય તો કરો અરજી

GPSC ICT Officer Recruitment 2021 આઈસીટી ઓફિસરી 32 જગ્યા માટે કરો અરજી

GPSC Class 2 ICT Officer Recruitment: ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ક્લાસ-2 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ફટાફટ જાણો નોટિફિકેશન અને અરજી કરવાની અન્ય માહિતી

  • Share this:
    GPSC Recruitment 2021: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા ICT ઓફિસર ક્લાસ 2, સાયન્સ અને ટેક્નોલોજી ક્લાસ-2 વગેરે પદો પર લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. આ પદ માટે અરજી કરવા ઈચ્છતા લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ gpsc.gujarat.gov.in પર અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ ( gpsc class 2 ict officer recruitment 2021 Last Date of application) 10 ડિસેમ્બર, 2021 છે.

    જણાવી દઈએ કે ICT ઓફિસર ક્લાસ 2ના ખાલી પડેલા 32 પદો પર અરજી મંગાવવામાં આવી રહી છે. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે .

    GPSC Recruitment 2021: લાયકાત

    વય મર્યાદા:

    આ પોસ્ટ પર અરજી કરવા ઇચ્છુક ઉમેદવારની વય 21 વર્ષથી વધુ અને 40 વર્ષથી ઓછી હોવી જોઇયે.

    શૈક્ષણિક લાયકાત:

    આ પદો પર અરજી કરનાર ઉમેદવારો માન્ય ઈન્સ્ટીટ્યૂટથી એન્જીનિયરિંગમાં બેચલર ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. સાથે જ આઈટી અથવા કોમ્પ્યૂટર સાયન્સ અથવા ઈલેક્ટ્રોનિકમાં બેચલર ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.

    અરજી કરવા માંગતા ઉમેદવારો ગુજરાતી અને હિન્દીનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

    આ પણ વાંચો : Sarkari Naukri: GPSC દ્વારા ક્લાસ 1-2ની ભરતી, આચાર્યથી લઈને વિવિધ 82 જગ્યા માટે કરો અરજી

    GPSC Recruitment 2021: મહત્વની તારીખ



































    જગ્યા 32
    શૈક્ષણિક લાયકાત માન્ય ઈન્સ્ટીટ્યૂટથી એન્જીનિયરિંગમાં બેચલર ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. સાથે જ આઈટી અથવા કોમ્પ્યૂટર સાયન્સ અથવા ઈલેક્ટ્રોનિકમાં બેચલર ડિગ્રી
    પસંદગી પ્રક્રિયા પરીક્ષા અને ઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી કરવાની ફી 100 રૂ.
    અરજી કરવાની શરૂઆતી તારીખ 25.11.2021 (રાત્રે 01:00 વાગ્યે શરૂ)
    અરજી કરવાની અંતિમ તારીખ 10.12.2021 (રાત્રે 01:00 વાગ્યા સુધી)
    ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો

    GPSC Recruitment 2021: આ રીતે કરો અરજી

    gpsc.gujarat.gov.in પર વિઝિટ કરો

    હોમપેજ ઓપન થયા બાદ “Apply Online” પર ક્લિક કરો

    ICT Officer, Class-2, Department of Science and Technology” પર સિલેક્ટ કરી Apply કરો.

    રજીસ્ટ્રેશન કરી એપ્લિકેશન ફોર્મ ઓપન કરો

    ફોર્મ ભરી સબમીટ કરો

    ભવિષ્યના રેફરન્સ માટે ફોર્મની એક પ્રિન્ટ લઈ લો

    GPSC Recruitment 2021: પસંદગી પ્રક્રિયા

    આ પદો પર અરજી કરનાર ઉમેદવારોની પસંદગી પ્રિલિમનરી પરીક્ષા અને ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

    આ પણ વાચો : TCS Recruitment 2021: ગ્રેજ્યુએટસ અને ફ્રેશર્સ માટે TCSમાં ભરતી, અહીંથી સીધા કરો એપ્લાય

    આ પદો પર પસંદગી પ્રક્રિયા માટે પ્રિલીમનરી પરીક્ષા 23 જાન્યુઆરી 2022 એ યોજવામાં આવશે. આ પરીક્ષાનો સમયગાળો 3 કલાકનો રહેશે. આ પરીક્ષા 300 ગુણની રહેશે.

    પ્રિલિમનરી પરીક્ષાનું પરિણામ માર્ચ 2022માં જાહેર કરવામાં આવશે.

    આ પદો પર ભરતી માટે ઈન્ટરવ્યૂની અપેક્ષિત તારીખ જૂન 2022ની હોઈ શકે છે.
    Published by:Jay Mishra
    First published: