Home /News /career /Sarkari Naukri 2022: દેશભરમાં સરકારી ભરતીઓ! બેંકો, રેલ્વે સહિતના આ વિભાગોમાં નોકરીની તકો

Sarkari Naukri 2022: દેશભરમાં સરકારી ભરતીઓ! બેંકો, રેલ્વે સહિતના આ વિભાગોમાં નોકરીની તકો

પ્રતિકાત્મક તસવીર

Government recruitment 2022: દેશભરમાં વિવિધ વિભાગોમાં સરકારી ભરતીઓ (Government Recruitment) શરૂ થાય છે. જે અંતર્ગત બેંક (Bank), રેલવે (Railway), પબ્લિક સર્વિસ કમિશન (Public Service Commission) સહિત અનેક જગ્યાએ નોકરીઓ ઉપલબ્ધ છે.

Government Jobs: સરકારી નોકરી (sarkari naukri) શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. દેશભરમાં વિવિધ વિભાગોમાં સરકારી ભરતીઓ (Government Recruitment) શરૂ થાય છે. જે અંતર્ગત બેંક (Bank), રેલવે (Railway), પબ્લિક સર્વિસ કમિશન (Public Service Commission) સહિત અનેક જગ્યાએ નોકરીઓ ઉપલબ્ધ છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નીચેની વિગતો તપાસે અને ભરતી માટે સમયસર અરજી કરે.

IPPB ભરતી 2022 (IPPB Recruitment 2022)
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, IPPBએ ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જેના માટે ઉમેદવારો પાસેથી 20 મે 2022 સુધી અરજીઓ મંગાવવામાં આવી છે. આ અંતર્ગત કુલ 650 જગ્યાઓ ભરવામાં આવશે.

RPSC ભરતી 2022 (RPSC Recruitment 2022)
રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન, RPSCએ લેક્ચરરની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જે અંતર્ગત 14 જૂન 2022 સુધી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારો નીચેની વિગતો ચકાસીને ભરતી માટે અરજી કરી શકે છે.

આ પણ વાંચોઃ-PGT Recruitment 2022 : પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર માટે બંપર ભરતી, આજથી જ કરો અરજી

રેલ્વે ભરતી 2022 (Railway Recruitment 2022)
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે, SECR એ નાગપુર અને રાયપુર ડિવિઝનમાં વિવિધ એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જે અંતર્ગત કુલ 2077 જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવારો આ પદો માટે 3 જૂન સુધી અરજી કરી શકે છે. આ માટે તેઓએ સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વેની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે.

આ પણ વાંચોઃ-CTET 2022: કેન્દ્રીય શિક્ષક બનાવાની ઉત્તમ તક! આ સપ્તાહે રજૂ થઈ શકે છે CTET નોટિફિકેશન

HPCL ભરતી 2022 (HPCL Recruitment 2022)
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, HPCL ટેક્નિશિયનની જગ્યાઓ માટે ભરતી કરી રહ્યું છે. જેના માટે ઉમેદવારો 21 મે 2022 સુધી અરજી કરી શકે છે. ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 186 જગ્યાઓ ભરવામાં આવશે.
First published:

Tags: Govt Jobs, Jobs, Recruitment 2022, Sarkari Naukri

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો