Sarkari Naukari: ગ્રેજ્યુએટો માટે NABARDમાં નોકરીની તક, અરજી કરવા માટે બે દિવસ બાકી, જુઓ વિગતો

પ્રતીકાત્મક તસવીર

આમાં કુલ 162 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

  • Share this:
    Sarkari Naukari: નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટે (NABARD) આસિસ્ટન્ટ મેનેજર અને મેનેજરની જગ્યા પર ભરતી માટે અરજી મંગાવી છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ ટૂંક સમયમાં પૂરી થઈ જશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ www.nabard.org પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. અપ્લાય પ્રોસેસ 7 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આમાં કુલ 162 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

    જગ્યાની સંખ્યા: 162

    જગ્યા અને પદની સંખ્યા

    અસિસ્ટન્ટ મેનેજર -  148
    ગ્રેડ A (રાજભાષા સર્વિસ)માં અસિસ્ટન્ટ મેનેજર -  5
    અસિસ્ટન્ટ મેનેજર (ગ્રેડ A) -  2
    મેનેજર (ગ્રેડ B) - 7

    ગુજરાત હાઇકોર્ટમાં નોકરીની તક: 16 Legal Assistantના પદ માટે ઓનલાઇન કરો અરજી

    યોગ્યતા

    આ જગ્યા પર અરજી કરનાર ઉમેદવાર પાસે કોઈપણ માન્ય યુનિવર્સીટીમાં 60% માર્ક્સ સાથે કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

    ઉંમર

    અરજી કરનાર ઉમેદવારની ઉંમર 21થી 30 વર્ષ હોવી જોઈએ.

    મહત્ત્વની તારીખો

    અરજી કરવાની શરૂ થયાની તારીખ: 17 જુલાઈ
    અરજી કરવાની છેલ્લી તારીખ: 7 ઓગસ્ટ

    વડોદરાનાં પોલીસકર્મીના પુત્રનો આપઘાત, 'હું તળાવમાં કૂદવા જાઉં છું, મારી મમ્મીને સાચવજો'

    પસંદગી પ્રક્રિયા

    આ જગ્યા પર અરજી કરનાર ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

    આ રીતે અરજી કરો

    ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ જગ્યા માટે 7 ઓગસ્ટ સુધી ઓફિશિયલ વેબસાઈટ www.nabard.org પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.
    Published by:Kaushal Pancholi
    First published: